Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 509
________________ ૨૪-૩: શ્રી મહાવીર જિન સ્તવન [૪૯૩ નિરાશંસ વળી શિવસુખ હેતુ ક્ષમા ગુણે રે, તપ તપી જિણે એમ આપે રે; થાપે રે વર પંડિત વીર્ય વિનોદથી રે. ૭ અર્થકોઈ જાતની આશંસા-ઇચ્છા-આશા નહિ તે ભાવ મોક્ષના સુખનું કારણ થાય છે. અને ક્ષમા ગુણે કરીને તપ તપ્યા. પિતે તપ કર્યો અને પંડિત વીર્યના વિદથી વિરતા સાધી. (૭) ટઓ-દ્રવ્યથી ચવિહાર, ભાવથી નિરાશંસ-નિરનુબંધ, વળી શિવસુખ-મેક્ષનું હતું, ક્ષમાપ્રધાન ગુણે કરી તવે રાખ+ રૂતિ નાકામવચનાત. જેમ ભગવાને એવાં તપ તપ્યાં, પિતે તપવીરતાએ વર પ્રધાન પંડિતવીર્યના વિદથી વિરતા સાધી વિશેષપણે રાજે-શેબે તે વીર. અથવા વિદાયતિ , તારા ૨ વિજ્ઞાન तपोवीर्येण युक्तश्च तस्माद्वीर इति स्मृतः ।। વિવેચનઆ ગાથામાં ત્રીજા તવીરની હકીકત રજૂ કરી છે. કોઈ પ્રકારના આશંસારહિતપણાથી અને મોક્ષનું કારણ બને એવાં તપ પ્રભુએ પંડિત વીર્યથી કર્યા એ એમની ત્રીજી વીરતા છે. આ રીતે વીરતાને આ ત્રીજો પ્રકાર બતાવીને શ્રી વીર પરમાત્માની ત્રિવિધ વીરતા બતાવી. જ્યારે દ્રવ્ય કે સ્ત્રી મેળવવાની ઈચ્છાએ તપ કરવામાં આવે છે ત્યારે તે આશીભાવનું તપ કહેવાય છે. પણ પ્રભુએ જે તપ તપ્યું તે ચેખા મોક્ષ મેળવી આપે તેવા અને તદ્દન નિરાશંસ ભાવે કર્યું અને તે પણ ગરીબ-બાપડા–બિચારા થઈને નહિ, પણ પંડિતવીર્ય પૂર્વક–પહાદુરીથી. આ રીતે પ્રભુ તપાવીર થયા તેનાં ત્રણ વિશેષણે આપ્યાં : (૧) તપ નિરાશસભાવે-વગર ઈરછાએ આશાએ કર્યું. અને (૨) માત્ર મોક્ષ મેળવે એવું ઉત્તમ પ્રકારનું તપ કર્યું અને તે પણ (૩) બહાદુરીથી કર્યું. મહાવીરસ્વામીએ દીક્ષા લઈને સાડા બાર વર્ષ તપ કર્યું. તેમાં પારણાં માત્ર ત્રણસે ઓગણપચાસ દિવસ જ કર્યા, એટલે લગભગ સાડા અગિયાર વર્ષ સુધી બહાદુરીથી તપ કર્યું. એવા વીર ભગવાનને હું નમું છું, પૂનું છું, એવું છું. તેને તમે પણ મે અને તેમને માગે અનુસરે. (૭) દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રિવિધની વીરતા રે, મહાપદ શોભિત ભાવી ભાસે રે; વાસે રે ત્રિભુવન જનમન ભાયણ રે. ૮ શબ્દાર્થ_નિરાશંસ = કઈ જાતની આશાથી રહિત. વળી = અને, પણ, તે, તેમ જ. શિવ = મોક્ષ, મુક્તિ. સુખ = ત્યાં પ્રાપ્ત થતા આનંદ. હેતુ = કારણ. ક્ષમા = માફ કરવાની દયોવૃત્તિ. તપ = શરીરનું દમન. પીઆ = તયા, તપ કર્યા, સેવ્યાં. જિણે = જેણે. આપે = પોતે, જાતે થાપ = સાધે. વર = સુંદર, સરસ. વીર્ય = શક્તિ. વિદથી = મજા કરતાં કરતાં. (૭) | શબ્દાથ-દર્શન = વસ્તુનું સામાન્ય જ્ઞાન, આ છે એટલું દેખવું. જ્ઞાન = વસ્તુનું વિશેષ જ્ઞાન, જાણવું તે. ચારિત્ર = રમણ કરવું તે. ત્રિવિધ = ત્રણ પ્રકારની, આ બીજી ત્રિવિધ વીરતા. વીરતા = બહાદુરી. મહા = પ્રધાન, સરસ, સુંદર. પદ = પદવી, સ્થાન, ઉન્નતિસ્થાન. શોભિત = સુંદર લાગતા, સારા દેખાતા. ભાવી = ભવ્યના. ભાસે = દેખાય. જણાય, લાગે. વાસે = વાસ્યા છે. ત્રિભુવન = સ્વર્ગ, મત્ય અને પાતાળ. જન = લેકે. મન = ચિત્ત. ભાયણ = ભાજન, ઠામ, વાસણ (૮)

Loading...

Page Navigation
1 ... 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536