Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 514
________________ ૪૯૮] શ્રી આનંદઘન–વીશી અર્થ_નિર્મળ જ્ઞાનરૂપ ગુણોના સમૂહરૂપ રત્નોને માટે રેહણાચલ પર્વત સમાન છે પ્રભુ! તું સરદાર છે; તારો જય થાઓ અને ક્ષય ન પામે તેવા અંત વગરના સુખને તું આપે છે. તેવા પ્રભુને હું નમું છું. (૧૩) ટબો-જ્ઞાનવિમળ ગુણના ગણસમુદાય, તદ્રુપ જે મણિ-રત્ન, તેના ભૂધર-પર્વત–રોહણચલ છો. એવા ભગવાન શ્રી મહાવીરસ્વામી જગતના નાયક, શાસનનાયક જયવંતા વર્તો છો જ્ઞાનવંત. વળી, દાયક-દેણહાર છે, અખયખાયિક ભાવે થયા જે અનંત સુખ, સકલ કર્મના નાશથી, તેના સદા-નિરંતર આપ સ્વરૂપે દાતા છો. ઈણ પ્રકારે શ્રી મહાવીર જિન સ્તુતિસ્તવના કહી. (૧૩) આચાર્ય શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ટબાનો કળશ ચોવીસ જિનવર વિધહિતકર ગતિ ચકવીસ નિવારતા, ચઉવીસ દેવનિકાયનંદિત સંપ્રતિ કાલે વર્તતા; આનંદઘન બાવીસ (સિ) માંહી દોય સ્તવ પૂરણ ભણી, શ્રી જ્ઞાનવિમલસૂરી ગાતાં અખય સંપદ અતિ ઘણી, વિવેચન–છેવટે કહે છે કે આપ નિર્મળ જ્ઞાનના ધરનારા છે, અને નિર્મળ ગુણના સમૂહરૂપ રત્ન ધારણ કરનાર રેહણાચલ પર્વત સમાન છે. આપ ભગવંત શ્રી મહાવીર પરમાત્મા જય પામે, જય પામે; આપ નાયક-ઉપરી છે અને આપ અક્ષય અને અનંત સુખને આપનારા નાયક છે-ઉપરી છે. રત્નમણિઓ પર્વતમાંથી જડી આવે છે, તેવા ગુણરૂપ મણિઓને અનેકને ધારણ કરનાર આપે છે. અને આપ અક્ષય-કદી ક્ષય ન પામનારા એવા અંત વગરના સુખના આપનારા છો. આપને હું નમું છું એવો અત્ર ભાવ છે. આ ભાવ સમજીને પ્રભુની બને તેટલી સેવના કરી જીવન સફળ કરવું. ઉપસંહાર આ રીતે આ સ્તવન પૂર્ણ થયું. આ મહાવીર સવામીનું સ્તવન જ્ઞાનવિમળસૂરિએ બનાવ્યું છે, અને પિતાનું નામ આપ્યું છે. કહેવાય છે કે આનંદઘનજીએ પોતે પણ પાર્શ્વનાથ અને મહાવીરસ્વામી બન્નેનાં સ્તવન બનાવ્યાં હતાં, તે ર૩ (૧), ૨૪ (૧), ૨૩ (૨) અને ૨૪ (૨) પિકી ક્યાં હશે તે જડવું મુશ્કેલ છે, કારણ કે તે આનંદઘનજીને નામે લખાયેલાં છે. પણ એમાં મને કોઈ પણ કૃતિ આનંદઘનજીની લાગતી નથી. કારણ કે જે પ્રૌઢ રીતે આનંદઘનજીએ તત્ત્વજ્ઞાન બાવીશ સ્તવનમાં સુંદર રીતે વણી દીધું છે તે ઉપરનાં ચારે સ્તવનમાં નથી એવો મારે મત છે. જોકે “ધ્રુવ સ્વામી’ વાળું સ્તવન કાંઈક થોડું થોડું તેની નજીક જાય છે, પણ તે સંબંધી એક પ્રકારનો નિર્ણય થઈ શકતું નથી. મારા પિતાના મત પ્રમાણે તે પ્રથમનાં બાવીશ સ્તવન આનંદઘન (લાભનંદ)નાં પિતાનાં બનાવેલાં છે અને બાકીનાં ક્ષેપક છે.

Loading...

Page Navigation
1 ... 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536