Book Title: Anandghan Chovisi
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 522
________________ ૫૦૬] શ્રી આનંદઘન–વીશી શક્તિ વ્યક્તિ ત્રિભુવન પ્રભુતા, નિર્ચથતા સંગે રે, યેગી ભોગી વક્તા મની, અનુપયોગી ઉપયોગે રે. શીતળ૦ ૫ ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતી રે, અચરિજકારી ચિત્ર-વિચિત્રા, ‘આનંદઘન પદ લેતી રે. શીતળ૦ ૬ ૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન (રાગ-ગેડી; અહો મતવાલે સાજનાએ દેશી) શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે, અધ્યાતમપદ પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે. શ્રી શ્રેયાંસ. ૧ સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિગુણ આતમરામી રે, મુખ્યપણે જે આતમરામી, તે કેવળ નિકામી છે. શ્રી શ્રેયાંસ ૨ નિજસ્વરૂપ જે કિરિયા સાથે, તેહ અધ્યાતમ લહિયે રે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહિયે રે. શ્રી શ્રેયાંસ૩ નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છેડે રે, ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહશું રઢ મંડે છે. શ્રી શ્રેયાંસ૪ શબ્દ અધ્યાતમ અર્થ સૂણીને, નિર્વિકલ્પ આદરે રે, શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે. શ્રી શ્રેયાંસ પ અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, “આનંદઘન” મત વાસી છે. શ્રી શ્રેયાંસ ૬ ૧૨. શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન (રાગ-ગોડી તથા પરજીઓ; તુંગી ગિરિશિખર સહે-એ દેશી) વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી, ઘનનામી પરનામી રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફળ કામી રે. વાસુપૂજ્ય. ૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક સાકાર રે, દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપાર રે. વાસુપૂજ્ય૦ ૨ કર્તા પરિણામી પરિણામે, કર્મ જે જીવે કરિયે રે, એક અનેક રૂપ નયવાદે, નિયતે નર અનુસરીએ રે. વાસુપૂજ્ય૩

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536