________________
૪૯૪]
શ્રી આનંદઘન-ચોવીશી અર્થ-જ્ઞાન, દર્શન અને ચારિત્રની ત્રણ પ્રકારની બહાદુરી આપને જે પ્રધાન પદ મળવાનું અને મળેલું છે તે ભવ્ય લેકેને ભાસે છે, અને ત્રણ ભુવનના માણસોના મનના આપ ભાજન-પાત્ર થયા છે. (૮)
ટબો–વળી દર્શન, જ્ઞાન, ચારિત્રની વિવિધ વીરતા કહે છે. મહાપદે કરી શોભિત મહાદર્શન, મહાજ્ઞાન, મહાચારિત્ર, તેની શોભા ભાવથી ભાસે છે; મહાશબ્દ પ્રધાન કહીએ. એ ત્રણ તત્ત્વની વાસનાએ કરી સવિ જનમરૂપ જે ભાજન, તે જેણે વાસ્યાં છે. (૮)
વિવેચન—ઉપર પ્રમાણે એક ત્રિવિધતા થઈ (દાન, યુદ્ધ અને તપની વીરતાન). આ ગાથામાં એક બીજી ત્રિવિધતા કહે છે.
દર્શન, જ્ઞાન અને ચારિત્ર, જે આત્માના મૂળ ગુણો છે, તે આપના મહાન પદને શોભતા છે અને તેવા જ દેખાય છે. અને ત્રણ ભુવનના લોકેના મનના ભાજન રૂપ થઈને રહેલા-વાસ્યા છે. આ દર્શન એટલે સામાન્ય બોધ અને જ્ઞાન તે વિશેષ બોધ અને ચારિત્ર એટલે રમણતા. આ ત્રણ મૂળ ગુણથી દીપતું ભાવી ભાસે છે અને ત્રણ ભુવનના લેકના મનના ભાજન વાસેલ છે, એટલે આપ તે એ ત્રિવિધતાથી ભરેલા છે. એવા ત્રિગુણ ધરનાર આપના મૂળ ગુણોને એટલે એને ધરનાર આપને હું નમું છું. અને આપના એ ત્રણે ગુણને લઈને આપની જેવો થવા ઇચછા રાખું છું, અને તે મેળવવા માટે આપને સ્તવું છું. આ ગાથામાં મૂળ આત્મિક ગુણ-જ્ઞાન, દર્શન અને ચારિત્રની ત્રિવિધતાની પ્રશંસા કરવામાં આવી છે. આ રીતે એક વધારે ત્રિવિધતા બતાવવા દ્વારા પ્રભુનાં ગુણગાન કરી તેના જેવા થવાની પ્રાણીએ આશા બતાવી અને હોંશ ધરી. (૮) વીર ધીર કટિર કૃપારસને નિધિ રે, પરમાનંદ પદ વ્યાપે રે;
આપે રે નિજ સંપદ ફળ યોગ્યતા છે. ૯ અર્થ—આપ બહાદુર છે, ધીરજવાળા છે અને તેમાં મુગટ સમાન છે, અને કપાસની ખાણ છો અને આપ પરમાનંદ રૂપ વાદળાની પેઠે તરફ વ્યાપે છે અને પિતે જાતે જ પિતાની દ્ધિના ફળની યોગ્યતા-લાયકાત બક્ષનારા છે. (૯)
ટો–વીરમાં ધીર અથવા કર્મ વિદારવાને વીર, વળી કલેકપ્રકાશકે ધીર, તેમાં કટિર -મુગટ સમાન; વળી કૃપારસને નિધાન; પરમાનંદ, જે પદ એટલે મેઘ, તેણે કરી વ્યાપ -પ્રસરત, કરુણાવેલીને સીંચો છે. વળી આપે–પિતાની સંપદા એટલે સ્વરૂપે–એક ચેતન સ્વભાવ માટે નિમિત્તે–તાવરણ ટાળવારૂપે. (૯)
શબ્દાથી—વીર = બહાદુર, બળવાન. ધીર = ધૈર્યવાન, ધીરજવાન. (ને બધામાં) કોટિર = મુગટ સમાન, સર્વથી મોટા, ઉત્કૃષ્ટ. (અને) કૃપા = પ્રેમ, દયા, સહાનુભૂતિ. નિધિ = નિધાન, ખાણ. (અને) પરમાનંદ = ઉત્કૃષ્ટ મજા, અદ્ભુત આનંદ. પદ = (રૂપ, વાદળાં, વરસાદ, મેધ. વ્યાપે = પસરે, ફેલાય. આપ = પોતે, જાતે. નિજ = પિતાની, તેની. સંપદ = સ્વરૂપ, મિલકત. ફળ = પરિણામ. યોગ્યતા = તેને લાયક છે. (૯)