________________
ર૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
[૩૮૯ અર્થ—ઉત્તરમાં જગતના ગુરુ શ્રી મુનિસુવ્રતસ્વામી સર્વ પ્રકારનો પક્ષપાત છોડી દઈને કહે છે. રાગદ્વેષ–મારાતારાપણું અને મોહને છોડી દઈને આત્મામાં પ્રેમ લગાવ તે સાચી વાત છે. આત્મા રાગદ્વેષમેહ રહિત હોય. (૮)
ટબે—એમ પૂછે વળતું જગગુરુ એમ કહે છે, સર્વ એકાંત મતને પક્ષપાત-હઠ છેડીને, રાગદ્વેષ અને મોહ-અજ્ઞાન તેને પખ વરજીને એટલે જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રતિ માંડીને એ લીનતા. (૮)
વિવેચન—આ સવાલ જિજ્ઞાસુએ પૂછડ્યો તેના જવાબમાં જિનેશ્વરદેવ ઉત્તર આપે છે અને એ ઉત્તર આપતાં સર્વ પ્રકારને પક્ષપાત છેડીને સીધે અને સાદો જવાબ આપે છે. અને જવાબ આપતી વખતે સાચેસાચી વાત કરવી અને વાદીઓ ગમે તેટલા હોય તેને પક્ષપાત કરે નહિ, સાચા અને સીધા સવાલને કોઈને પક્ષ લીધા વગર, માણસ સમજે તેમ, જવાબ આપ. જ્યારે માણસ કોઈનો પક્ષ લઈને જવાબ આપે છે ત્યારે તે સત્યવાદી પણ ઉપર છીણી મૂકી દે છે, અને કોઈ પણ એક બાજુ ઢળી જાય છે. તીર્થપતિએ કોઈનો પક્ષ લીધા વગર પોતે જેવું આત્મતત્ત્વ જાણ્યું તે જવાબ આપે, તે જવાબ શું આવે તે જોઈએ.
રાગ અને દ્વેષ-આકર્ષણ અને અરુચિ–એ બે વસ્તુ જગતમાં સર્વથી વધારે હેરાન કરે છે. કાં તે કઈ વસ્તુ તરફ આકર્ષણ હોય અને કાં તે તેના તરફ અભાવ હોય, કાં તે તે ખૂબ ગમે, કાં તે તેના તરફ દાંતિયાં કઢાય અને ક્યારે તે દૂર થાય એવી વૃત્તિ થાય. આ રાગદ્વેષ દુનિયાને ખરેખર રખડાવનાર છે, પૌગલિક છે. એને ત્યાગ કરીને હું અથવા મારું એ મોહ છોડી દઈને શું કરે તે આવતી ગાથામાં કહેશે. (૮)
આતમ ધ્યાન કરે છે કેઉ, સો ફિર ઈણમેં નાવે; વાગજાળ બીજુ સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત લાવે. મુનિ ૦ ૯
અર્થ—જે કોઈ પ્રાણી સ્વધ્યાન કરે તે ફરી વખત આમાંના કોઈ પણ પદાર્થમાં આવે જ નહિ. આ સિવાય બીજું સર્વ વાણુને વિલાસ છે, બોલવાની ગૂંચવણ છે અને તે પ્રાણી તે એ જ સાચી વાતને હૃદયથી ચાહે છે, તેને તે ઈચ્છે છે. (૯)
પાઠાંતર_જો” સ્થાને “જે પાઠ પ્રતમાં છે. “ફિર ” સ્થાને પ્રતમાં “ફિરિ પાઠ છે. “અણમેં ” સ્થાને પ્રતમાં “ઈણમા” પાઠ છે. “ના” પાઠ પ્રતવાળો બનાવૈ' લખે છે. “જાણ’ સ્થાને પ્રતમાં “જાણો” પાઠ છે (બંને પ્રતમાં). “લાવે” સ્થાને પ્રતમાં “ચા” પાઠ છે. (૯)
શબ્દાર્થ–આતમધ્યાન = આત્મધ્યાન, આત્માની પિછાણ. કરે = અનુસરે જે = જે કરે. તે = તે, તે માણસ. ઇણમં = સંસારમાં, સંસારના ચક્કરમાં, રગદોળામાં. નાવે = ન આવે. વાગજાળ = મોઢેથી બોલવાની જાળ, અગડંબગડું બોલવું તે. બીજુ = અન્ય સવ. એથી અન્ય કોઈ પણ. સહુ = સવ. બધું. એહ = આ, એ જ. તત્ત્વ = સાર. ચિત્ત = મન, દિલ. લાવે = પસંદ કરે છે, ચાહે છે. (૯)