________________
૪૪૬ ]
શ્રી આનંદઘનચોવીશી શેય વિના હો જ્ઞાન વિનશ્વર, કાળ પ્રમાણે થાય; સુત્ર
સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પરરીતે ન જાય. સુવ ધ્રુવ ૫
અર્થ—અને જે ય પદાર્થ નાશ પામે તે જ્ઞાનને પણ વિનાશ થાય છે, તે કાળ પ્રમાણે થાય છે. પિતાના કાળે કરી સ્વસત્તા કદી પરાનુયાયી ન જ થાય, એ તે સ્વકાળ પિતાની સત્તાએ લઈ થાય અને પરાનુયાયી ન જ થાય. (૫)
વિવેચન–અને પરંપરિણામના રૂપે સર્વવ્યાપીપણું માનવામાં બીજે પણ દેષ આવે છે તે આ ગાથામાં બતાવે છે. રેયને નાશ થાય ત્યારે જ્ઞાનને પણ વિનાશ થાય, એટલે જ્ઞાન નાશવંત થયું; તેથી તે આપણે શરૂઆતમાં ધ્રુવપદરામીપણું કહ્યું તે જ ઘટે નહિ, કારણ કે ગુણગુણીને અભેદ છે. આવું વિચિત્ર પરિણામ આવે તે જાણનાર આત્મા-જ્ઞાતાનો પણ નાશ થાય, પણ સ્વકાળે સ્વસત્તાએ જ્ઞાનને નાશ થતો નથી, પણ પર ય, તેના જ્ઞાનને જ નાશ થાય છે. અને પર વસ્તુ-ય, તેને તે નાશ થતો નથી પણ તે રૂપાંતરપણું પામે છે, એટલે એના પર્યાય ફરી જાય છે, અને એ બીજા પર્યાયે રૂપાંતર થઈ બીજી વસ્તુ તરીકે દેખાય છે. અને પર્યાયાંતર થાય તે પણ વસ્તુ તે કાયમ રહે છે. દ્રવ્યનું આ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય લક્ષણ માનવામાં આવેલું છે. એટલા માટે પ્રભુને ધ્રુવપદરામી કહ્યા છે તે બરાબર જ છે.
આવી રીતે અતીત કે અનાગત પર્યાય ફરી જાય ત્યારે અતીત પર્યાય વર્તમાન પર્યાયપણું પામે છે. આ સર્વ પર્યાયને ભાસનધર્મ જ્ઞાનમાં છે. એ ભાસનધર્મ બીજી રીતે પરિણમે છે તેથી જ્ઞાનમાં વિના શિક ધર્મ છે અને તેથી તેમ લાગે છે. તે સ્વીકાલે કરી પિતાના ઉત્પાદ-વ્યયરૂપ પરિણમન જતાં એ જ્ઞાન ઉત્પાદ વ્યયરૂપ છે, તે પણ એને સ્વસત્તા ધર્મ છે તે કદી પણ પરસત્તાપણું પામે નહિ. આ ભાવ આ ગાથામાં છે તે નીચે પ્રમાણે મને સમજાવે છે. તે પરાનુયાયી ચાલને ગ્રહણ કરે તેથી તે સ્વરૂપધર્મ છે.
ફેયને નાશ થતાં જ્ઞાનને વિનાશ થવો જોઈએ, વખત જતાં આ પ્રમાણે વાત બને છે. સ્વકાળ અને સત્તાએ જ તે રહે છે અને તે પરકીય દ્રવ્યને કે પરસ્વભાવે ફરી ન જાય, અને પરસત્તાપણે લે તો પણ પરસત્તામાં સ્થિર થતાં રવસત્તા છેડે નહિ. આ વાત આગામી છઠ્ઠી - પાઠાંતર–“ય ને પ્રતમાં “એય” તરીકે લખેલ છે, અર્થ ફરતો નથી. “વિનાશે” સ્થાને ભીમશી માણેક “ વિનાસ” છાપે છે. “જ્ઞાનને પ્રતમાં “ગ્યાન” લખ્યું છે. વિનિશ્વરુ’ સ્થાને ભીમશી માણેક ‘વિનિશ્વર પાઠ છાપે છે, પ્રતમાં તે જ પાઠ છે. “પ્રમાણે પછી ભીમશી માણેક “રે’ વધારે છે. “રીતે ને ભીમશી માણેક રીત છાપે છે. “પરરીતે” સ્થાને “પરીરીત” પાઠ પ્રતમાં છે. (૫)
શબ્દાર્થ—ય = જાણવા લાયક પદાર્થ. વિનાશે = નાશ પામે છે. જ્ઞાન = જાણપણું. સમજણ. વિનધરુ = નાશને પાત્ર, અસ્થિર, અચોક્કસ, કાળ = સમ્ય, કાળ, વખત. પ્રમાણે = તેને અનુસરી. થાય = નીપજે, ઊપજે. સ્વકાળે = પોતાને યોગ્ય કાળ. કરી = લઈ, તેથી સ્વસત્તા = પોતાની સત્તા. સદા = હમેશાં. પરરીતે = પરસત્તાએ, પરાનુયાયી. ન જાય = ન થાય, ન જામે.