________________
૨૪-૨ : શ્રી મહાવીર જિન સ્તવન
[૪૮૫ આનંદના સમૂહનું સ્થાન પામશું. અને તે આત્માના રૂપનું એવું સુંદર સ્થાન છે કે જેની સરખામણીમાં કોઈ પદાર્થ સાથે થઈ શકે નહિ. (૭)
વિવેચન—આ પ્રાણી જવાબને જવાબ આપે છે કે હે પ્રભુ! મારે છેલ્લે ભવ થશે ત્યારે એ શુદ્ધ સ્વરૂપ, જે આપે બતાવ્યું, તેનું ધ્યાન કરશું. એવો વખત આવશે ત્યારે અખંડ આનંદને અમે પણ પામશું. અને તે આત્મિકરૂપ અનુપમ હશે, એને કોઈ સાંસારિક સુખ સાથે સરખાવી ન શકાય.
અંતિમ ભવ આવશે એટલે ત્યાર પછી ભવ કરવાના નહિ હોય, ત્યારે અમે–આ જીવહું પિત-ક્ષપક શ્રેણિ માંડીશ. ક્ષપક અને ઉપશમ શ્રેણીનું સ્વરૂપ ઉમાસ્વાતિ વાચકના પ્રશમરતિ ગ્રંથમાં સવિસ્તર જેવું. આ પ્રશમરતિ ગ્રંથમાં પ્રથમ શ્રેણિમાં શું શું થાય છે તે વિસ્તારથી બતાવવામાં આવ્યું છે. (જુઓ સદર ગ્રંથ, પ્રકરણ ૧૪મું). એ પ્રશમશ્રેણિ જ્યારે આ જીવ કરશે ત્યારે આનંદના સમૂહને પામશે અને તે કોઈની સાથે સરખાવી ન શકાય તેવું આત્માનું રૂપ હશે. આ મારી હોંશ છે, મારે પ્રાપ્ત કરવાને પરમ પદાર્થ છે અને તે વખતે મને અવર્ણ, નિરુપમ આનંદ થશે.
ઉપસંહાર આ સ્તવન કદાચ જ્ઞાનસારનું બનાવેલું હોય. એમણે તેવી શકું અને ચોવીશમું એક એક સ્તવન બનાવ્યું, અને પછી તેમને આનંદઘનનાં પિતાનાં બનાવેલાં મૂળ સ્તવન મળી ગયાં, તેને પણ તેમણે અર્થ લખી ચોવીશી પૂર્ણ કરી. આમાંનાં કયાં સ્તવન તેમનાં બનાવેલાં અને
ક્યાં આનંદઘનજીનાં બનાવેલાં તેમને મળ્યાં તે સ્પષ્ટ બતાવેલ નથી. પણ મને ર૩ (૧). ૨૪ (૧), ૨૩ (૨), ર૪ (૨) એ ચારે સ્તવનમાંથી એક પણ સ્તવનમાં આનંદઘનની ભાષા દેખાતી નથી. આનંદઘને જે સરળતાથી તત્ત્વજ્ઞાન આપ્યું છે, તેવી સરળતા, મારી માન્યતા પ્રમાણે, જ્ઞાનસાર કે બીજા કોઈ કવિ લાવી શક્યા નથી.
આ સ્તવનમાં આત્માનું સ્વરૂપ અનેક દષ્ટિબિંદુથી ચર્ચવામાં આવ્યું છે. આત્માનું સ્વરૂપ બે રીતે વિચારાય: એક તે મૂળ–અસલ સ્વભાવે કેવો છે તે સ્વભાવની અપેક્ષાએ જોઈ શકાય; અને અનાદિ અધ્યાસને લીધે એનું મૂળ સ્વરૂપ અવરાઈ ગયું છે અને પરભાવને એ પિતાને ભાવ માનતે થઈ ગયું છે તે દૃષ્ટિએ જોઈ શકાય છે. એકને નિશ્ચયદષ્ટિબિન્દુ કહેવામાં આવે છે, બીજાને વ્યવહારદષ્ટિબિન્દુ કહેવામાં આવે છે. આ આત્માના નિશ્ચયદષ્ટિબિંદુના સ્વરૂપને વારંવાર ભાવવું, ધ્યાવવું અને વારંવાર વિચાર–ધ્યાન કરી એ પ્રાપ્ત કરવું એ જીવનને મુખ્ય હત છે. અને તેને અંગે સર્વ પ્રયાસ છે. અને પ્રાપ્ત કરવામાં જીવનસાફલ્ય છે અને તેને અંગે આપણું વર્તમાન મહેનત છે. આ આત્માના મૂળસ્વભાવને ઓળખ અને ઓળખીને આપણી સાથે જોડી દેવે એ આપણું કર્તવ્ય છે. એની નજીક જેટલા જવાય તેટલું યોગ્ય છે. બાકી સર્વ નકામી ધાંધલ છે અને અર્થ વગરના આંટાફેરા છે. તેથી આત્માને અનેક દષ્ટિબિન્દુથી