________________
૨૪–૧ : શ્રી મહાવીર જિન સ્તવન
[૪૭૭
વીરપણુ. તે પોતાના આત્મામાં જ છે અને પ્રભુ પાસે તેની માગણી કરવાની રહેતી નથી અથવા માગણી કરવી નકામી છે એ વાતને ઉપર છઠ્ઠી ગાથામાં જણાવવામાં આવી છે. વાત પોતામાં રહેલ અનંત વી'ને પ્રગટ કરવાની છે અને તે અન્ય પાસે વિનંતિ કરવાથી આવતું નથી અને આવે તે કાંઈ ઉપયાગનું પણ નથી. એથી ખરેખરું આત્મવી પ્રગટ કરવાનુ કામ છે, તે કરવા માટે સ્તવન નિમિત્તે આ સ` ઉપદેશ છે. એ સમયસર જાણી લેતાં પેાતાના આત્માની પ્રગતિ થાય છે: આ સત્ય સમજાય તે સ્તવનની બાકીની વાતા સમજાઈ જાય તેવુ છે. પછી પ્રભુએ સંયમ શા માટે લીધેા તે અને ખીજી અનેક વાતે સ્તવનમાં કરી છે, તેમાંની તત્ત્વજ્ઞાનની વાતો પર તે તે સ્થાનકે પૂરતું જરૂરી વિવેચન સંક્ષેપમાં કરવામાં આવ્યું છે. તે સર્વે વિચારી આત્મપ્રગતિ સાધવા યોગ્ય પ્રયાસ કરવેા. (૨૪–૧)
મે ઃ ૧૯૫૦ ]