________________
૪૭૫
ર૪-૧ : શ્રી મહાવીર જિન સ્તવન
વિવેચન—આ દરેક ગાથામાં મેં વીરપણું માગ્યું છે તેને અંગે ઘણું રહસ્ય છે, તે આપની પાસે જણાવું છું.
આ વીર્ય પણું–વીરપણું–બહાદુરી તે મારા પિતામાં જ–મારા આત્મામાં જ-છે એમ આપના કહેવાથી જાણ્યું. અને ધ્યાન–એકાગ્રતા અને વિજ્ઞાનના પ્રમાણમાં તે ધ્રુવપદને ઓળખવાની જ મારે વાર છે. હું ધ્યાનમાં જેટલે સમય કાઢું અથવા વિજ્ઞાનથી મારામાં રહેલું શૌર્ય ઓળખું અને વધારું તેટલી જ વાર છે. જેટલી હું એકાગ્રતા કરીશ અથવા મારા પિતાના વિજ્ઞાનના ગે તેને જાણીશ, તેટલે અંશે તે વધતું જ જશે : એ આપના તરફથી થયેલી માહિતી માટે અને મારી આંખ ઉઘાડવા માટે આપને ત્રાણી છું. મતલબ, જ્ઞાનથી યા ધ્યાનથી આત્માનુભવ કરવાની ઘણી જરૂરિયાત છે, અને આપે જ તે જણાવ્યું તે બહુ સુંદર કામ કર્યું” છે. હવે એ મારી શક્તિ માટે કેવી રીતે પ્રગટ કરવી તેની બાબતને પણ જરા ઉલેખ કરી નાખું છું. (૬)
આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દશન જ્ઞાન વિરાગે, “આનંદઘન પ્રભુ જાગે રે. વીર. ૭
અર્થ—ટેકનું સાધન જે મૂકી દે અને પર પરિણતિને દૂર કરે તે ક્ષય ન પામે તેવા દર્શન, જ્ઞાન અને વૈરાગ્યની અનુકૂળતાએ અંતે આનંદઘનના પદને જાગ્રત કરે. (૭)
વિવેચન–આ પ્રાણી જ્યાં સુધી સાધ્યને પ્રાપ્ત કરવા માગે હોય ત્યાં સુધી અનેક અવલંબન-ટેકાઓને લે છે. એ પ્રતિક્રમણ કરે, તપસ્યા કરે, વિનય વૈયાવચ્ચ કરે, પ્રભુની મૂર્તિનું પૂજન કરે વગેરે અનેક અવલંબને લે અને અમુક સાધ્ય પ્રાપ્ત કરવા માટે ટેકાઓ અને અવલંબનેને આદરે પણ આખરે એ આલંબને તે બહારની વસ્તુ છે, પરભાવ છે, પર પરિણતિ છે, એમાં ને એમાં અનેક જીવન સુધી પડી રહેવાનું નથી; જ્યારે બને ત્યારે આ પરાવલંબન કે પરસાધનેને છોડી દેવાનાં છે. પોતે પરાવલંબન ત્યાગવાનાં છે, પણ તેની મર્યાદા હોય છે. એ જ્યારે સ્વાવલંબન કરી શકે, પોતાના આત્માની ઉપર આધાર રાખી શકે, ત્યારે આ આલંબને તજવાં જોઈએ; આખા જીવન સુધી કે અનેક ભવાંતર સુધી આ આલંબન અને ટેકાઓ ઉપર આધાર ન રાખે; કારણ કે એ આલંબનો-સાધને આખરે પરવસ્તુ છે, પરપરિણતિ છે. પણ સ્વાવલંબન માટે પોતાની તૈયારી છે કે નહિ તે બરાબર વિચારવું
પાઠાંતર-પરિણતિ” સ્થાને ભીમશી માણેક “પરીણતિ' છાપે છે. (૭).
શબ્દાથ–આલંબન = ટેકા, પ્રાથમિક દશાને અવલંબને. સાધન = ટેકા, જવર, વાડના વેલા. ત્યાગે = તજી દે, છોડી દે, મૂકી દે. પર = આત્માથી અન્ય, પર વસ્તુ, બીજી વસ્તુ. ભાગે રે = છેટો જાય, આઘો ખસે. અક્ષય = કદી જેને નાશ ન થાય તેવું, હમેશનું. દર્શન = દેખવું તે, મોક્ષ, બીજુ કમ જ્ઞાન = જાણવું તે, પ્રથમ કર્મ, વૈરાગે = વિરાગતાએ આનંદધન = આનંદને સમૂહ, જ. જાગે = જાગૃત રહે. ઊંઘે નહિ. (૭)