________________
૪૪૪].
શ્રી આનંદઘન-ચાવીશી ય અનેકે હો જ્ઞાન અનેકતા, જલભાજન રવિ જેમ; સુત્ર દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા, નિજ પદ રમતા હો એમ. સુત્ર પ્ર. ૩
અથ–જાણવાની ચીજો અને વ્યક્તિઓ એકથી વધારે હોવાથી જ્ઞાન પણ અનેકપણું પામે છે–જેમ પાણીના ઠામમાં સૂર્ય એકથી વધારે દેખાય તેમ તે થાય છે; પણ સૂર્યની પેઠે જવદ્રવ્ય પણ એક હોવાથી ગુણેની એકતા છે. અને સિદ્ધો તે પોતાના અનેક ગુણેમાં આનંદપૂર્વક રમણ કરતા હોય છે. (૩)
વિવેચન–ય, જે જાણવા ગ્ય વસ્તુ છે અથવા જાણી શકાય એવી વસ્તુ છે, જે અનેક છે, તે અનેક હેવાથી જ્ઞાન પણ એકથી વધારે છે–જેવી રીતે પાણીના ઠામમાં સૂર્ય જુદા જુદા દેખાય તેમ. હવે તે વસ્તુ તરફ દ્રવ્યની નજરે જોઈએ તે એક જ ગુણવાળું તે હોય છે. આ ગુણમાં આપ આનંદપૂર્વક રમણ કરતા હો છો. સેય વસ્તુઓ તે અનેક છે અને તેથી પર્યાયની અપેક્ષાએ જ્ઞાન પણ અનેક છે. સેય અનેક એટલે તેના જુદા જુદા આવિ. Íવની નજરે તેનું જાણપણું (જ્ઞાન) પણ અનેક પ્રકારનું છે. પ્રત્યેક વસ્તુ, એની ખાસિયત પ્રમાણે, પર્યાય અપેક્ષાઓ, જુદા જુદા પ્રકારની લાગે છે. દરેક વસ્તુમાં ખાસિયત તે હોય જ છે. ફેડ કહે છે કે એની દરેક મોટરને ચલાવતાં એ દરેકની ખાસ ખાસિયત તે જાણી શકે છે. પર્યાયાંતરગત વ્યક્તિત્વ દરેક વસ્તુમાં જરૂર હોય છે, એટલે પર્યાયદષ્ટિએ જ્ઞાન અનંત છે. જેમ વસ્તુ અનંત તેમ તેના પર્યાય પણ અનંત, તે દરેક જુદા જુદા છે અને પર્યાય નજરે જુદા જુદા જડી આવે છે. - આ ભવ્ય કલ્પના છે. સાચી વસ્તુસ્થિતિ પર્યાયની અપેક્ષાએ છે. તમે બે મોટરમાં વારાકરતી બેસે તે તમે દરેકની ખાસિયત જરૂર જાણી શકે. તમને લાગે કે કોઈ ચાલવામાં અવાજ કરે છે, કેઈની કુલચ અવાજ કરે છે વગેરે. પણ ગુણની નજરે જોઈએ તે તેમાં દ્રવ્યની એકતા જ છે, મોટરને ચાલવાને ધમ સર્વસામાન્ય છે. સહભાવી ધર્મને ગુણ કહેવાય છે અને કમભાવી ધર્મોને પર્યાય કહેવાય છે. આ સહભાવી ધર્મ (ગુણ)ની અપેક્ષાએ સિદ્ધો કે તીર્થકરો તિપિતાના આત્મિક ગુણેમાં આનંદપૂર્વક રમણ કરે છે. ગુણની નજરે તેઓ સર્વ એકસરખા જ છે, કારણ કે તેઓ નિજ પદમાં આનંદપૂર્વક રમણ કરે છે.
આપનું આ ગુણપદ દ્રવ્યની અપેક્ષાએ જેવું એ જોઈ-જાણુ-વિચારીને ખૂબ આનંદ થાય છે અને તેવી અખંડ શાંતિ મેળવવા મન થાય છે. આ ભાવની વિશેષ સ્પષ્ટતા પાંચમી ગાથામાં આ સ્તવનમાં જ થશે. અહીં દ્રવ્યનું સ્થાયીપણું અને પર્યાયનું ફેરફાર થવાપણું
પાઠાંતર–ય ” ને સ્થાને પ્રતમાં “એય ” લખેલ છે. “જેમ સ્થાને પ્રતમાં તેજ” પાઠ છે. (૩)
શબ્દાર્થ–ય = જાણવાની વસ્તુ અનેક = એકથી વધારે. જ્ઞાન = જાણવાપણું. અનેક્તા = 3ય અનેક હોવાથી જ્ઞાન પણ અનેક છે. જલભાજન = પાણીનું ઠામ. રવિ = સૂય, સૂરજ. જેમ = માફક (દાખલા તરીકે ). દ્રવ્ય = આભદ્રવ્ય, વસ્તુ. એકપણે = એક હેવાથી. ગુણ = ગુણોની પણ. એકતા = એકપણું, નિજ પદ = આત્મિક દ્રવ્ય, સવજાણપણું વગેરે. રમતા = રમણ કરતા. એમ = ક્ષેમ, આનંદ, સારું, કલ્યાણ. (૩)