________________
ર૩-૩ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[૪૬૭ અથ–વામાદેવીના પુત્ર શ્રી પાર્શ્વનાથ ચંદન જેવા ઠંડા છે, જેમનું દર્શન વિશેષ શેભા આપનારું છે. નિર્મળ જ્ઞાનરૂપ ભગવાનને લીલામાત્રમાં-રમત કરતાં–પમાય છે અને પછી ખૂબ આનંદમાં વિલાસ-મોજમજા કરવામાં આવે છે. (૮)
વિવેચન–વામાદેવીના પુત્ર ચંદન જેવા શીતળ છે, એમનું દર્શન એક પ્રકારની શેભા આપનાર છે. જ્ઞાન એનાથી નિર્મળ થાય અને પછી છેવટે પરમાનંદમાં વિલાસ થાય, તે પાર્શ્વનાથ પ્રભુને હું પ્રણામ કરું છું. વામાદેવી ભગવાન શ્રી પાર્શ્વનાથની માતાનું નામ તેમના પુત્ર તે પાર્શ્વનાથ ભગવાન છે. તેમનું દર્શન થવું તે એક જાતની શોભા આપનાર છે. જેમ જ્ઞાનવિલાસે આનંદ કરતાં જ્ઞાનવિલાસ બનાવ્યો, તે તે સરસ આનંદ છે, એક જાતની લહેર છે. એમાં આનંદ લેવાથી પિતાની પ્રભુતા પ્રાપ્ત થાય અને છેવટે પરમાનંદમાં વિકાસ થાય એવા પાર્શ્વનાથ પ્રભુને હું પ્રણમું છું, નમું છું. સેવું છું. પ્રભુ પાર્શ્વનાથને શીતળતા ગુણ અતિ સમજવા લાયક છે. કમઠ અને ધરણેન્દ્ર પર સમાન બુદ્ધિ રાખનારનું નામ લઈએ છીએ તે અત્યારે જ આપણામાં એક જાતની શીતળતા આવે છે, પ્રભુતાને ગુણ પ્રાપ્ત થાય છે, અને અંતે આપણો પરમાનંદમાં વિલાસ થાય છે. આ ગાળામાં જ્ઞાનવિમળસૂરિએ પિતાનું નામ જણાવ્યું અને આનંદઘનજીને આડકતરી રીતે યાદ કર્યા (૮)
ઉપસંહાર આ જ્ઞાનવિમળસૂરિના બનાવેલા તેવીશમાં સ્તવનને કેન્દ્રસ્થ વિચાર આત્મિક મૂળ ગુણ પ્રગટ કરવાનું છે. એ મૂળ ગુણો કંચનરૂપે આત્મામાં રહેલા જ છે. પણ અંદર રહેલ કંચનત્વ જેમ સુવર્ણ ઉપર લાગેલ માટી પ્રયાસથી દૂર કરીને પ્રગટ કરાય છે, તેમ આત્મગુણો પ્રકટ કરવાના છે. એ પ્રકટ કરવા માટે અનેક આધ્યાત્મિક અને યૌગિક ઉપાયે કામે લગાડવાના છે. આત્મા જેમ યમ-નિયમાદિકને ઉપગ કરે તેમ તેના મૂળ ગુણો પ્રકટ થાય છે, અને એક વખત એ ગુણો પ્રાપ્ત થાય ત્યાર પછી તે અંત વગરના કાળમાં આનંદમાં લહેર કરે છે. એ આત્મિક આનંદ તદ્દન સ્વાભાવિક છે અને એને અનુભવ એ અલૌકિક છે કે દુન્યવી કોઈ પદાર્થ સાથે એની સરખામણું ન થઈ શકે. દુન્યવી સર્વ વસ્તુઓ આનંદ આપે તે તે મર્યાદિત કાળ સુધી જ હોય છે. એ મર્યાદાને અંત આવે એટલે આનંદ વીસરાઈ જાય છે. વસ્તુતઃ તે આનંદમાં આનંદ જેવું કાંઈ નથી, કારણ કે પૌગલિક સર્વ આનંદ માન્યતામાં જ છે. ગળ્યું ખાવામાં આવે કે ઇન્દ્રિયના કોઈ વિષયને સેવવામાં આવે, તેમાં જરા વખતનું સુખ લાગે છે, પણ એમાં વસ્તુતઃ આનંદ જેવું કાંઈ નથી, છતાં તેને થડા વખતનું સુખ માનીએ તે તે પણ લાંબો વખત ટકતું નથી. પણ આત્મિક આનંદ તે ભારે ચીજ છે; એ એક વાર આવ્યા પછી જતું નથી અને અનંત કાળ સુધી તેમને તેમ ચાલ્યા કરે છે.
પ્રાણી છાતી કાઢીને દુનિયામાં ચાલે છે, અને બોલતી વખત ગમે તેવું બોલી નાખે છે. પણ તેને લક્ષ નથી કે વર્તમાન સર્વ દમદમાટ કે ધમધમાટ લાંબો વખત ટકવાનું નથી. અને જે