________________
ર૩–૧ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[૪૫૧ આજના સમયમાં મળતા નથી. તે ગમે તેમ હોય પણ સત્યનિષ્ઠા અને પ્રામાણિકપણું તથા અંગ મહેનત પાસે ધૂળમાંથી પણ સુવર્ણ મળી શકે છે એ રીતે એને બચાવ થાય છે. પણ પારસનાથે આવા પારસમણિને ઉપયોગ તે કોઈ વખત કર્યો હોય એવું જાણવામાં નથી. આ રીતે વાતને મૂકી દેવામાં કઈ જાતને વાંધો નથી. યંગ પાસે કઈ પણ સિદ્ધિ અશક્ય નથી, પણ સુજ્ઞ પ્રાણી તેને ઉપયોગ કરતા નથી, કરે તે મરણ ગણાય છે. મંદિષેણ જેવા સાધુઓ ભલે તેને ઉપયોગ કરે, પણ તે માર્ગ નથી, મુનિને કર્તવ્ય નથી, આવું આ સ્તવનનું રહસ્ય છે, તે અગાઉની પદ્ધતિ પ્રમાણે લખવામાં આવ્યું છે.
બીજા અનેકે આ તેવીશમા પ્રભુનાં સ્તવન બનાવ્યાં છે, તે પણ આપણે જોઈ જશું, પણ તે આનંદઘનજીની કૃતિ તરીકે તે નહિ જ ગણવામાં આવે, માત્ર વીશીની સંખ્યા પૂરી કરવા તે અત્ર દાખલ કર્યા છે તેમ સમજવું. (૨૩-૧).
મે : ૧૯૫૦ ]