________________
૪૫૬ ]
શ્રી આનંદઘન–વીશી અન્વય હેતુ વ્યતિરેકથી, અંતરો તુઝ મુઝ રૂપ રે; અંતર મેટવા કારણે, આત્મસ્વરૂપ અનૂપ રે પાસા ૪
અથ—અન્વયને કારણે અને વ્યતિરેકને (વિવેચન જુઓ) કારણે મારી અને તમારી વચ્ચે આ છેટાપણું પડી ગયું છે, તમે લેકને છેડે ગયા છે અને હું અહીં રહી ગયું છું. અને તેથી તમે અને હું જુદા જુદા રૂપે થઈ ગયા છીએ. એ છેટાપણું અળસાવવા માટે આત્માનું સ્વરૂપ જે અનુપમેય છે, કોઈની સાથે સરખાવી શકાય તેવું નથી, તે જાણવું ઘટે. (૪)
વિવેચન–-સવાલને સીધે જવાબ આપતાં ભગવાન કહે છે કે મારે અને તારો જે આંતરે પડ્યો છે, જે છેટાપણું દેખાય છે, તે મારા સ્વરૂપને કારણે છે. હવે એ આંતર દૂર કરવા માટે આત્માનું સ્વરૂપ જે અનુપમ છે, જેને બીજા સાથે સરખાવી ન શકાય તેવું છે, તેને તે પ્રાપ્ત કર. ન્યાયમાં બે પ્રકારની વ્યાપ્તિ હોય છે અન્વયવ્યાપ્તિ અને વ્યતિરેકવ્યાપ્તિ. ચત્ર ચત્ર ધૂમઃ તત્ર તત્ર વાઢિ –એટલે જ્યાં ધૂમાડે હોય ત્યાં અગ્નિ જરૂર હોય, ધૂમાડાના સદુભાવે અગ્નિને સદ્ભાવ સમજી જ લે. આવી હકારાત્મક સ્થાપનાને, જ્યાં એક હોય ત્યાં બીજાની હાજરી હોય જ એવી સાર્વત્રિક હાજરીને, અન્વયવ્યાપ્તિ કહેવામાં આવે છે. અને ચત્ર વચમાવઃ તત્ર ધૂમ માવ એટલે જ્યાં અગ્નિ ન હોય ત્યાં ધૂમાડાને અભાવ હોય છે એ વ્યતિરેકવ્યાપ્તિ. અન્વયવ્યાપ્તિ હકારાત્મક હોય છે અને વ્યતિરેકવ્યાપ્તિ નકારાત્મક હોય છે.
અહીં પ્રભુ કહે છે કે મારા અને તારામાં આંતરે પડવાનું કારણ અન્વય અને વ્યતિરેકવ્યાપ્તિ છે. એમાં અન્વયવ્યાપ્તિ એ છે કે ચત્ર ચત્ર સ્વરૂપ તત્ર તત્ર પરમાતમમાઃ –જ્યાં સ્વરૂપ હોય ત્યાં પરમાત્મભાવ હોય અને વ્યતિરેકવ્યાપ્તિ એ કે જ્યાં સ્વરૂપને અભાવ હોય ત્યાં પરમાત્મભાવને અભાવ હોય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં રમણ કરવું એ સ્વરૂપ છે, નિજરૂપ છે, આત્માનું રૂપ છે. આ તારામાં ન હોવાથી તારામાં પરમાત્મભાવને અભાવ છે. આંતરે પડવાનું આ કારણ છે.
આ આંતર દૂર કરવા માટે સ્વરૂપની પ્રાપ્તિ કરવી તે અનુપમ ઉપાય છે, કોઈની સાથે સરખામણી કરી ન શકાય તે તે ઉપાય છે. એટલે ઉપર જે વાત સત્તાગને તારામાં હતી તે તારે આવિર્ભાવ રૂપે પ્રાપ્ત કરવી એ જ આત્મસ્વરૂપ પામવાને ઉપાય છે. એટલે સત્તાગતે રહેલા તારા મૂળ રૂપને તું યોગ્ય પ્રયત્ન આવિર્ભાવ પમાડે એ માર્ગ છે. ઉપરની વાત ન્યાયની પરિભાષામાં ભગવંતે જણાવી એ આ ગાથાને ભાવ છે. આ સવાલનો વધારે વિગતવાર જવાબ આવતી ગાથામાં સ્તવન કર્તા આપે છે, તે હવે આપણે જોઈએ. (૪) | શબ્દાર્થ-અન્વય = જ્યાં એક વસ્તુ હોય ત્યાં બીજી વસ્તુ હોય. હેતુ = કારણ, તેને લઈને. વ્યતિરેક = જ્યાં એક વસ્તુ ન હોય ત્યાં બીજી વસ્તુ પણ ન હોય ( તે તથા અન્વયે તકના શબ્દો છે.) અંતર = આંતર, છેટાપણું. તુઝ = તું, પૂછનાર. મુઝ = મારી. રૂ૫ રે= જુદા જુદા દેખાય છે. અંતર = છેટાપણું. દરપણું. મેટવા = અળસાવવા, બંધ કરવા. કારણે = કારણથી, આત્મ = આમાનું, આત્મિક સ્વરૂપ = રૂપ, તેની સિદ્ધતા. અનૂપ = જેને કોઈની ઉપમા આપી ન શકાય તેવું, નિરુપમ. (૪)