________________
[ રપ
રર : શ્રી નેમિનાથ જિન સ્તવન કન્યાને વર અથવા વરપક્ષના છોડી દે છે તેમાં કન્યાને સારું ઘર કે સારે વર ન મળે એવું મોટું નુકસાનહાનિ થઈ બેસે છે. અને દીકરીની નજરે તે એ ઘણું જ મોટું નુકસાન છે, અને તે નુકસાનને બદલે પણ વળતે નથી.
“ જાણુ” એટલે જાણી જોઈને, એવી રીતે ઓલામાંથી ચુલામાં પડત જ નહિ. જે આપની ઈચ્છા પહેલેથી જ મારે ત્યાગ કરવાની હતી અને છેલ્લી ઘડીએ મને છોડી દેવાની હતી તે જાણી જોઈને હું વિવાહ સંબંધ કરત જ નહિ, કારણ કે એવી રીતે વેવિશાળ કરવું એમાં તે કન્યાને નુકસાન થવાને ઘણો સંભવ રહે છે. અને જાણકાર ! આ તે આઠ આઠ ભવને સંબંધ ધ્યાનમાં ન લઈ તમે રથ પાછો ફેરવ્યું અને મારા આટલા સંબંધ ઉપર પાણી ફેરવ્યું તે તે ભારે નવાઈની વાત કરી છે. એમાં કન્યાને કેટલું નુકસાન થવાને ભય છે તેને આપે વિચાર કર્યો નથી. તે મારી આપને વિજ્ઞપ્તિ છે કે આપ આપના રથને પાછો ફેર અને મારા પિયર તરફ એને વાળે.
“નિસપતિ’ એને માટે સંસ્કૃતમાં નિષ્પત્તિ, એનો અર્થ “સમાપ્તિ' અથવા “સિદ્ધિ’ એમ કેશમાં કર્યો છે. અહીં સંબંધ ઉપરથી વેવિશાળ અર્થ કર્યો છે તે ઠીક જણાય છે. મેળ મળતું એને એ અર્થ લે તે ઘણા ટીકા–અર્થ કરનારાઓને બેસતે લાગ્યું. આ સમજાવટની નેમનાથ ઉપર અસર ન થતાં રાજીમતી બીજી રીતે સમજાવટ કરે છે. (સામ નીતિને અનુસરે છે. (૮)
દેતાં દાન સંવત્સરી રે, સહુ લહે વંછિત પોષ, મન સેવક વંછિત નવિ લહે રે, તે સેવકનો દોષ. મન, ૯
અર્થ-આપ વરસીદાન આપે છે તે વખતે સર્વ માણસે પોતપોતાની ઇચ્છા પ્રમાણે પિષણ-સંતેષ મેળવે છે; પણ આ સેવક પોતાની ઈચ્છામાં આવે તે મેળવે નહિ તેમાં ગુને
સેવકને જ હોવો જોઈએ એમ મને લાગે છે, એટલે વરસીદાનમાં પણ આ સેવકને ઇચ્છિત ન મળ્યું તે તેને વાંક હોવો જોઈએ. (૯)
ટબો–સંવત્સરી દાન દેતાં યાવત્ સર્વ પ્રાણી વંછિત પોષ-પુષ્ટ થયા, પણ મુજ સરીખે એ સેવકે વંછિત ન પામ્યું તે સેવકને કર્મ દોષ. (૯)
પાઠાંતર–“સંવત્સરી ' સ્થાને પ્રતમાં “સંવત્સરિ ” લખે છે. “સહુ’ સ્થાને પ્રતમાં “સદ્દ ” લખેલ છે. સેવકને દોષ સ્થાને પ્રતમાં “સેવકરો દેય દોષ” પાઠ છે (બે પ્રતમાં). (૯)
શબ્દાર્થ–દેતાં = આપતાં, અર્પણ કરતાં. દાન = આપવું તે, માગનારને આપવું તે. સંવત્સરી = વાર્ષિક, વરસી, આપ એક વર્ષ દાન આપવાના છે. સહુ = સવ, બધા. લહે = લે, મેળવે. વંછિત = મનમાં ઈચ્છે છે, પિતાની માગણી હોય છે. પોષ = પિતાના સંતેષ પ્રમાણે સેવક = આ નોકરડી, આ સેવા ઉઠાવનાર. વંછિત = મનમાં ઈચ્છલ, ધારેલ, ઈ.િત. નવિ = (negative). લહે = લે, પામે, મેળવે. સેવકનો = દાસન, નોકરને. દેષ = ગુને, વાંક. (૯)
પરું