________________
ર૩-૧ : શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
[૪૪૧ પડે એમ નથી. આ સ્યાદ્વાદના ખુલાસા ઉપર–આ અનેકાંતવાદ ઉપર-નયને આ સિદ્ધાંત રચાયેલું છે. આ વિભાગ અથવા આ સ્તવનને કઈ પણ ભાગ ન સમજાય તે ગુરુ મહારાજ પાસે તે સમજવામાં અને ખુલાસા પૂછવામાં જરા પણ શરમાવું નહિ. ઘણી વખત ખુલાસા પૂછવામાં એક જાતનો ભય રહે છે અને તે કારણે પ્રાણી મનમાં મૂંઝાય છે. આ મૂંઝવણ દૂર કરી શંકા થાય ત્યારે ચોખવટ કરવા માટે ખુલાસા પૂછવા; એમાં જરા પણ શરમાવા જેવું નથી. એને બદલે મનમાં શંકા રાખવી એ વધારે ખરાબ છે. સંસ્કૃતમાં એક નિયમ છે કે વંરાચHI વિનરચત્તિ-જે પોતાના મનમાં શંકા રાખે છે તેને અંતે વિનાશ થાય છે. આ વિનાશથી બચવા માટે ખુલાસા સારું સાધન પૂરું પાડે છે. મનમાં હવાવું અને ગૂંચમાં સબડ્યા કરવું એ ડહાપણની વાત નથી.
આ સ્તવનને અર્થ લખવામાં મને અનેક વાર ગૂંચવણ થઈ છે અને કઈ કઈ ગૂંચ તે મેં તદ્યોગ્ય સ્થાને રજૂ પણ કરી છે. એવી જાતની શંકા બતાવવાથી આપણામાં રહેલ અજ્ઞાનતા પ્રકટ થાય છે તે બીવાની વાત નથી, પણ મનમાં શંકા રાખવી તે તે બેવડો સડો છે અને તે નિરાદરણીય છે. આટલી પ્રસ્તાવના સાથે આપણે આ સ્તવનને સમજવા યત્ન કરીએ.
સ્તવન
( રાગ સારંગ, રસિયાની દેશી) ધ્રુવપદ રામી હો સ્વામી હમારા, નિકામી ગુણરાય, સુગ્યાની; નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી હો થાય. સુ ધ્રુવ ૧
અથ–હે નિશ્ચળ–શાશ્વત પદ રમણ કરી રહેલા ! અને તે અમારા સ્વામી ! આપ તે કઈ જાતની કામના રાખનારા નથી. અને અનેક ગુણેમાં રાચનારા છે, અનેક ગુણોના સ્વામી છે. અને આપે તે સુંદર જ્ઞાન–કૈવલ્ય મેળવ્યું છે–પ્રાપ્ત કર્યું છે. આપ તે આત્મિક ગુણોના ઇચ્છુક છે, આપને પિતાના શેઠ તરીકે જે મેળવે તે હમેશને માટે આરામમાં–નિજાનંદમાં મોજ કરનારે થાય. (૧)
પાઠાંતર–“રામી’ સ્થાને પ્રતમાં “રામિ” લખેલ છે. સ્વામી’ને બદલે પ્રતમાં “સ્વામિ” લખેલ છે; ભીમશી માણેક પણ એમ જ છાપે છે. “નિકામી” સ્થાને પ્રતમાં નિષ્કામી લખ્યું છે. “કામી ” સ્થાને પ્રતવાળાએ “કામિ' લખેલ છે, “પામી’ સ્થાને પ્રતમાં “પામિ' લખેલ છે. “આરામી” સ્થાને પ્રતમાં “આરામિ લખેલ છે. છેલ્લા પાદમાં ભીમશી માણેક “સુ” કે “સુગ્યાની” છાપતા નથી. (૧)
શબ્દાથ–ધ્રુવપદ = હમેશ છે છે ને છે એવું નિશ્ચયી, અચળ સ્થાન. રામી = રમણ કરનાર, આરામ કરનાર, સ્વામી = શેઠ, ઉપરી, માલેક, હમારા = અમારા, આપણા. નિઃકામી = નિષ્કામી, ઈચ્છા વગરના. ગુણરાય = ગુણોના રાજા, ગુણોના ઉપરી. સુગ્યાની = સારા જ્ઞાનવાન, કેવળજ્ઞાન યુક્ત, કેવલી. નિજગુણ = પિતાના આત્માના મૂળ ગુણ, કામી = ઈચ્છનારા, ભજનારા. શોધનારા. પામી = મેળવી. તું ધણી = આપ જેવા શેઠને. ધ્રુવ = હમેશના, શાશ્વત, સ્થાયી, આરામી = આરામ મેળવનાર, શાંતિ પ્રાપ્ત કરનાર, હો = જરૂર. થાય = નીપજે, બને. (૧)
૫૬