________________
૪૨૮]
શ્રી આનંદઘન–વીશી રાગીશું રાગી સહુ રે, વિરાગી શો રાગ; મન રાગ વિના કિમ દાખવે રે, મુગતિ સુંદરી માગ. મન૦ ૧૧
અર્થ આ દુનિયામાં જે રાગ–પ્રેમ કરનાર છે તેના સંબંધમાં સર્વ પ્રેમ ધરાવે છે અને જે વેરાગી રામ જેવા નીરાગી હોય તેની સાથે પ્રેમ કેમ થઈ શકે? તે કરવાને અર્થ શો? પણ વગર પ્રેમે આપ પોતે જ મુક્તિસુંદરીને માર્ગ બતાવી કેમ તેના તરફને રાગ ધરતા જણાઓ છો? (૧૧)
ટબો–રાગી સાથે સહ રાગ દાખવે, પણ વિરાગીને શે રાગ? અને રાગ તે વારે વૈરાગ શે? અને રાગ વિના મુગતિસ્ત્રી સાથે રાગને માર્ગ કેમ દાખવે છે? (૧૧)
વિવેચનરાજીમતી એ જ પદ્ધતિએ વિનંતિના રૂપમાં રથ પાછો ફેરવવાની માગણી કરે છે. તે નીચે પ્રમાણે બોલે છે –
આ દુનિયાને એ નિયમ છે કે સૌ પ્રાણી રાગી પુરુષ ઉપર રાગ કરે છે, પણ જે વૈરાગી હોય, જે રાગ વગરના હોય, તેના ઉપર રાગ શું કરો ? કારણ કે વિરાગી ઉપર કદાચ રાગ કરવામાં આવે તે તેને જવાબ રાગમાં આપવાને જ નથી. પણ એ વાતમાં મારી ભૂલ થાય છે. આપનામાં રાગ ન હોય એમ હું માનતી નથી; જે એમ હોય તે આપ સર્વને મુક્તિસંદરીને માર્ગ કેમ બતાવે છે ? એથી જણાય છે કે આપને મુક્તિમુંદરી ઉપર તે રાગ છે અને તેથી આપ વૈરાગી ન કહેવાઓ. દુનિયામાં એવો નિયમ છે કે જે રાગ દેખાડશે તેના તરફ બચ્ચે પણ પોતાની રાગદશા બતાવશે. આ તે ઉઘાડો નિયમ છે કે રાગ બતાવે તેના તરફ રાગ કરે. પણ આપ તે વૈરાગી થયા એટલે આપ રાગને જવાબ રાગથી ન જ આપો. એટલે આપની સાથે મારે શા માટે રાગ કરે ? પણ એ પણ મારી વાત ખોટી છે; જે આપ રાગ વગરના હો તે મુક્તિ નામની સુંદરીને માર્ગ આપ સર્વને બતાવે છે તેથી આપનો સુંદરી ઉપર રાગ તે છે જ, તેથી આપ રાગ વગરના છે એમ કહેવું પણ યોગ્ય નથી. મુક્તિ મોક્ષ, જેમાં સર્વ કર્મથી મુક્ત થયેલા જ રહે છે, તે શબ્દ સ્ત્રી જાતિને છે. તેને સ્ત્રી ગણીને આ બધી વાત કરી છે. પણ સ્ત્રી પ્રેમ એ તે એક પ્રકારનું મેહનીય કર્મ છે. તેને સ્ત્રીનું ઉપનામ આપીને રાજીમતીએ આ સર્વ ગોટાળે કર્યો છે આપ મુક્તિસુંદરીને માર્ગ સર્વને બતાવવાના છે, તે હું શું ખોટી છું? માટે મારી વિજ્ઞપ્તિ સાંભળો અને ફેરવેલા રથને મારા પિયરના ઘર તરફ પાછે ફેરવો. - પાઠાંતર–શો” સ્થાને ભીમશી માણેક “” છાપે છે. “સુંદરી” સ્થાને પ્રતમાં “સંદરિ ? લખે છે. (૧૧)
શબ્દાર્થરાગી = રાગ-પ્રેમ-હેત કરનાર. રાગીશું = રાગ કરનાર–પ્રેમીના સંબંધમાં રાગી = પ્રેમઆકર્ષણ કરનાર સહુ = સવ, બધા, દરેક વ્યકિત. વૈરાગી = વેરાગી, રાગ-પ્રેમ વગરના. શ = શા અને ? કેવો? રાગ = પ્રેમ, આકર્ષણ, ખેંચાણ. વિના = વગર, સિવાય. કિમ = કેમ, શા માટે. દાખવો = જણાવો, બતાવો. મુગતિસુંદરી = મુક્તિસુંદરી, મોક્ષરૂપ સ્ત્રી, સુંદર સ્ત્રી. માગ = માર્ગ, રસ્તો. (૧૧)