________________
૪૩૦]
શ્રી આનંદઘન-ચોવીશી દ્રવ્ય દૃષ્ટિએ એ નિત્ય છે. અને પર્યાયની દૃષ્ટિએ એ અનિત્ય છે. આવી દષ્ટિને અનેકાંતદષ્ટિ કહે છે. એને જાણવી એ આપનું કાર્ય છે. આપ કોઈ વસ્તુને એકાંતે પકડતા નથી. આ પ્રમાણે જ હોવું જોઈએ એવી બુદ્ધિ આપે વિકસાવી નથી; પણ “અમુક દષ્ટિએ બીજું પણ હોય,' એમ આપ માને છે. આ અનેકાંતબુદ્ધિને રીલિંગનું રૂપ આપી, રાજીમતી કહે છે કે આપ કહેવામાં છે તે બ્રહ્મચારી અને પિતે તો ગતરોગ છે, આપને કેઈ રેગ થતું નથી અને આપ અનેકાંતબુદ્ધિને ભેગવે છે, તેમાં રામાચો છે. બ્રહ્મચારીએ સ્ત્રીસંગ ન કરવો જોઈએ, છતાં આપ અનેકાંતબુદ્ધિને ભેગે છે, આપને કોઈ વ્યાધિ થતો નથી અને આપ અનેકાંતબુદ્ધિ સ્ત્રી સાથે આનંદ ભોગવે છે. તે વાતને આપ ગુપ્ત તરીકે માનતા હશો, પણ બધા લેકને તેની ખબર પડેલી છે અને એને ગુપ્ત રાખવામાં આપ ફતેહમંદ થયા નથી.
આ વાણીવિલાસ છે. બુદ્ધિને રસ્ત્રીનું રૂપક આપીને પોતાનો અભિપ્રાય બતાવવો, તેના ઉપર ભાર છે અને રથ પાઇ વાળવાની જે વિજ્ઞપ્તિ રાજીમતી કરે છે તેને અનુરૂપ ખોટો ધડાકે છે.
અમુક અભિપ્રાય હજુ તો તેમનાથે જણાવ્યા પણ નથી, પણ તે બે વર્ષ પછી સમવસરણમાં બેસી જણાવવાના છે તેને સ્ત્રીનું રૂપક આપી તેને ભેગવો છે અને તે કામ બ્રહ્મચારીને ઘટતું નથી એવો આક્ષેપ કરવો એ એક મેણું મારવાની પદ્ધતિ છે, રથ પાછો ફેરવવાની વાતની પુષ્ટિમાં એ માંગણી છે અને આલંકારિક ભાષામાં સંસારી-દુન્યવી રાજમતીના મુખમાં જ શોભે છે.
પ્રભુને રોગ થતો નથી તે વાતને બ્રહ્મચર્ય સાથે શું સંબંધ છે તે બરાબર મને સમજાયું નથી. વાતને સાર એ છે કે તમે રથને પાછો ફેરો અને આ બુદ્ધિસુંદરી સાથે પ્રેમમાં પડીને ધાંધલ કરે છે તે છોડી દો અને મારા પિયરના રથાને પધારી મને આપની સ્ત્રી તરીકે સ્વીકારો.
આ ગાથાની દલીલ વધારે પાતળી પડે છે. તેમનાથ જે બુદ્ધિ આપવાના છે તેને ભવિષ્ય કાળને વર્તમાનમાં આપ છે અને ગતરોગ સાચી વાત છે, પણ તેની પ્રસ્તુતતા અત્ર જણાતી નથી. સ્ત્રીને ભેળવવાથી અનેક રોગો થાય છે, અને આપ તે બુદ્ધિસુંદરીની સાથે ભેગા ભગવે છે, તે પણ આપની વાત છાની રહી નથી. સર્વ લોક જાણે તે ખાનગી કહેવાય નહી. આપ આ બધી ભાંજગડ છોડી દો અને રથ પાછો ફેર: આ કોઈ ખુલાસો કરે છે, તે મને બરાબર લાગતો નથી. (૧૨)
જિણ જેણી તુમને જોઉં રે; તિણ જેણી જુવો રાજ; મન
એક વાર મુજને જુવે રે, તો સીજે મુજ કાજ. મન. ૧૩ પાઠાંતર– ણી” સ્થાને પ્રનમાં “ચોગે ” પાઠ છે. “જુવો’ સ્થાને ભીમશી માણેમાં “જેવો” પાઠ છે. “મુજને” સ્થાને “મુજ તે પાઠ પ્રતમાં છે; પ્રતને પાઠ મુજ તે જોઉં રે” એમ છે. “સી” સ્થાને પ્રતમાં “સિજે” પાઠ છે. (૧૩)