________________
૨૨ : શ્રી નેમિનાથ જિન સ્તવન
[૪૩૩ વાસક્ષેપ લઉં અને પ્રાણનાથ જે માગે ગયા છે તે માર્ગે જાઉં. પ્રાણનાથે તે વીતરાગને આદરે જોઈએ તે જ માર્ગ લીધો છે અને મારે તેમના માર્ગે જ જવું જોઈએ. રાજીમતીને આ સારે વિચાર તે જીવનમાં કોઈ વાર આવતે મોટો ફેરફાર છે. તે એમ વિચાર નથી કરતી કે મારું માત્ર વેવિશાળ થયેલ છે, માટે હવે તેમનાથને મૂકીને બીજાને વરું. તે તે આ જીવ એકલે આવ્યો છે અને એકલે જવાનું છે એ જાતને વિચાર કરી પ્રભુદત્ત વાસક્ષેપ પિતાના માથા પર ધરવા નિર્ણય કરે છે. આ નિર્ણયમાં સહજ સરળતા અને કૃતનિશ્ચયપણું છે અને તેમાં પિતાને વાગ્દત્તા તરીકે શું કરવું જોઈએ તેને નિશ્ચય છે. નિશ્ચય તે જે લેવો હોય તે લેવાય અને રાજમતીએ અન્યને પરણવા નિશ્ચય કર્યો હોત તે હજુ તે માત્ર વાગ્દત્તા જ હોવાથી એના નિશ્ચયમાં વ્યવહારદષ્ટિએ કાંઈ વાંધો લઈ ન શકાત. પણ અદ્ભુત ચારિત્રશીલ રાજમતી તે એક વાર પતિ ધાર્યા તે હમેશને માટે ધાર્યા, એમ તાત્વિક વિચારણું ઉપર ઊતરી જાય છે અને શું નિર્ણય લે છે તે આવતી ગાથામાં લેશું. પણ રાજીમતીએ દિશા બદલી નાખી, નેમનાથને રથ ફેરવવાની વિનતિ કરવાને બદલે પિતે જ નેમનાથને માર્ગ આદરી રાજકુમારી હોવા છતાં સર્વત્યાગના માગે ઊતરી ગઈ, એ એના નિર્ણયની ભવ્યતા છે.
તત્ત્વવિચારણામાં એ ગૌતમસ્વામી પેઠે એકત્વભાવના ઉપર ઊતરી જાય છે. આ જીવ એકલે આવે છે અને એકલે અહીંથી જવાનું છે તે વખતે કઈ તેનું સગું થતું નથી અને ભગવાને જે માર્ગ લીધે છે તે વીતરાગને છાજે તેવે માર્ગ છે. પિતાને તે અનુકરણ
ગ્ય છે. આ આત્મિક વિચાર એ જ તત્ત્વવિચાર છે અને બહુ સુંદર છાપ પાડે તેવે છે. આપે જે માર્ગ લીધે છે તે ચેકસ વીતરાગને માર્ગ જ છે અને એ જ માર્ગ સમજુને ઘટે તેવે છે. તે હવે મારું કર્તવ્ય શું છે તે હું આવતી ગાથામાં કહું છું. (૧૪)
સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ; મન, આશય સાથે ચાલીએ રે, એહી જ રૂડું કામ. મન, ૧૫
અથ–આપની સેવક (હું), તેને જે એવી વીતરાગતા સ્વીકૃત થાય તે સેવકની આબરૂ રહે. આ આશય પ્રમાણે વર્તીએ એ જ સારું કામ છે. (૧૫)
ટો–સેવક પણ તે દશા જે આદરે–અંગીકાર કરે તે જ સેવકની મામ-મહત્વ રહેલું
પાઠાંતર—આશય” સ્થાને પ્રતમાં “ આસએ” પાઠ છે. “ચાલીએ ' સ્થાને પ્રતમાં “ચાલિઈ” પાઠ લખેલ છે; કોઈ પુસ્તકમાં “ચાલિયે' પાઠ છે. “રૂડું' સ્થાને પ્રતમાં “ રૂડા’ શબ્દ લખે છે; ભીમશી માણેક
રૂટૂ' છાપે છે. (૧૫) | શબ્દાર્થ–સેવક = અનુસરવાવાળા, હું અથવા કોઈ પણ અનુયાયી. પણ તે = આપે સ્વીકારેલ વિગતરાગતાને પણ, તેને જરૂર. આદરે = સ્વીકારે, લે. તે = તે સંબંધમાં. રહે = જળવાય. સેવક = અનુયાયીની, મારી અથવા જે સેવક થયા હોય તેની. મામ = આબરૂ, મમત, ટેક. આશય = ધારણા, હેતુ, ઈરાદ. ચાલિયે = વતીએ, પ્રવૃત્તિ કરીએ. એહી જ = એ જ. રૂડું = સારું, બરાબર, યોગ્ય. કામ = કાર્ય. (૧૫)
પપ