________________
શ્રી આનંદઘનચોવીશી હજુ સુધી મુગતિને એ નકામી–બિચારી–બાપડી ગણે છે અને અમને કહપતરુ ગણે છે. એ જ આખરે ફરી જાય છે અને જેણે હાથ પકડ્યો તેની પાસે સંયમ લઈ માથા ઉપર હાથ મુકાવવાનું માન લે છે. અત્યાર સુધી રાજેમની દુન્યવી સંસ્કારવાળી સામાન્ય રાજપુત્રી છે, તે અંતે ફરી જશે, પણ એ સ્થિતિ આવતાં હજુ વખત લાગશે. અત્યારે તે એ સાંસારિક પ્રેમને -દુન્યવી પ્રેમને-કલ્પવૃક્ષ ગણે છે અને જગને ધતૂર ગણે છે. આ વાતને કર્તાએ મોટું સ્થાન આપ્યું છે. તે ૨૧ સ્તવનમાં દાખલ કરેલા તત્વજ્ઞાનથી તદ્દન જુદી જ પદ્ધતિ છે. (૫)
મારું તો એમાં કહીં નહિ રે, આપ વિચારો રાજ, મન રાજસભામાં બેસતાં રે, કિસહી વધસી લાજ. મન ૬
અર્થ—અને હે રાજપુત્ર ! મારું પિતાનું એમાં કાંઈ નથી, મારી કાંઈ આબરૂ જવાની નથી, આપ મોટા રાજકુમાર છે તેથી આપ જ તે ધારીને જુઓ. જ્યારે આપ રાજસભામાં રાજકુમાર તરીકે બેસશો ત્યારે તમારી શેભા કેમ વધશે? કેવા પ્રકારની થશે?—તેને જરા વિચાર તે કરે. (૬)
ટો–મારું તે એમાં કોઈ નથી, પિતે પિતાનું વિચારી જુઓ. વડા-વડા રાજવિયામાં બેસતાં કેવી શોભા વધશે? (૬)
વિવેચન–રાજીમતી તે આજે મર્યાદામાં રહીને મેણું ઉપર મેણાં દેવા માંડી છે. તે હજુ પણ નેમનાથને કહે છે અને મેણું આપે છે. તેના મનમાં જેવું આવ્યું તેવું બોલી બતાવે છે. તે કહે છે કે અત્યારે તમે રણે ચઢીને તેણે આવ્યા છે અને લગભગ તેરણ પાસે આવીને રથ પાછો ફેરવી પાછા વળી ગયા છો, એમાં મને કોઈ પ્રકારનું લાંછન લાગે તેમ નથી. આપ તે તરત રાજસભામાં રાજપુરુષ પાસે બેસશે, ત્યાં આપની આબરૂ કેવી વધશે? ત્યાં કોઈ પૂછશે કે રાજમતીને (મને) આપે કેમ તજી દીધી ત્યારે આપ તેને શું ખુલાસો આપી શકશે? આપની લાજ-આબરૂ એ જવાબથી કેટલી વધશે? અને આપ જ્યાં સુધી સતષકારક જવાબ નહિ આપે ત્યાં સુધી આપની આબરૂ કેમ રહેશે કે કેમ વધશે? આ દુનિયામાં પ્રાણી જ્યારે લગભગ સરખેસરખાની મંડળીમાં બેઠા હોય ત્યારે પિતાના પ્રત્યેક વર્તન માટે ખુલાસે આપવો પડે છે. માણસ પોતાના સરીખડા માણસો પાસે ખુલાસો જરૂર આપે છે. આપ શું
પાઠાંતર–કહી’ સ્થાને ભીમશી માણેક “કર્યું હી” છાપે છે; પ્રતમાં કયું નહિ પાઠ છે. “વિચાર” સ્થાને ભીમશી માણેક ‘વિચારે છાપે છે. “કિસહી' સ્થાને” પ્રતમાં “ક્સિડી” પાઠ છે. “લાજ' સ્થાને પ્રતમાં “લાજ” લખ્યું છે. (૬)
શબ્દાર્થ –મારું = મમ, રામતીનું. એમાં = તમે પાછા ફરો તેમાં. કહીં = કંઈ કઈ પણ ચીજ. આપ = તમે, નેમનાથ. વિચાર = ધારે, કલ્પ. રાજ = રાજન, મહારાજા. રાજસભા = રાજાઓની સભા, મેળાપ થવાની જગા. કિસહી = કિસકી, કેની અથવા કેટલી, વધસી = વધસ્ય, કહેવાશે. લાજ = આબરૂ. (૬)