________________
૩૮૮]
શ્રી આનંદઘન-વીશી આપને પૂછું છું. આપના વગર એમાં સાચું તત્ત્વ શું છે તે અન્ય કોઈ પણ કહે તેમ નથી, તેથી આપને આ સવાલ કરું છું (૭)
ટબો–ઈતિ આતમ તત્વ જાણ્યા વિના એમ અનેક પ્રકારે એકાંતવાદીઓના મત કદાગ્રહ તેના વિશેષ ભ્રમરૂપ સંકટમાં પડયું, તે આતમતત્ત્વ ન પામે. આતમતત્ત્વ પામ્યા વિના ચિત્ત સમાધિ ન પામે. તે ભણી હે પ્રભે! તમને એ પૂછું છું, જે માટે તમારા સિવાય તત્ત્વકથક બીજે કઈ નથી. (૭)
વિવેચન આવી રીતે અનેક વાદીઓના મત સાંભળી હું તે ગૂંચવણમાં પડી ગયું છું અને એવા સંકટમાં પડી ગયું છું કે મારા મનની સ્થિરતા અને એકતાને પણ બેઈ બેઠે છું. આપના સિવાય કઈ ખરું તત્વ મને સમજાવશે કે કહેશે નહિ એ બાબત ખાતરી હેવાથી આપને પૂછું છું કે આત્માનું ખરું તત્વ આપ જ જણા અને મારા ચિત્તની કાંઈક સમાધિ થાય એવું કરી આપો. માણસને જ્યારે અનેકની વાત સાંભળવી પડે છે ત્યારે તેને સ્વાભાવિક રીતે ગૂંચવણ–ગડબડ થાય છે; આ સાચું હશે કે પેલું તે વાતને નિશ્ચય કરી શકો નથી અને દિલમાં અસ્તવ્યસ્તતા થઈ જાય છે. અસ્તવ્યસ્તતા કે શંકા એ ગડબડનું એક રૂપ જ છે અને માણસ તે સારે છે, તેથી પિતાની સમાધિ-ચિત્તશાંતિ માટે ભગવાનને કહે છે કે આપ આમાં ખટી-ખરી વાત શું છે તે સમજાવે. આપના તરફથી જે વાત આવશે તે નિઃસ્પૃહ હોવાથી મારી ચિત્તશાંતિ જરૂર લાવશે અને મને થયેલી ગડબડને એ અટકાવશે. તે મારા ઉપર કૃપા કરીને મને ખરું આત્મતત્ત્વ સમજાવે.
આ જાતના પ્રશ્ન દ્વારા જૈનદર્શન આત્માને કે માને છે તે વાતને પ્રાસંગિક બનાવી છે. હવે જૈન ધર્મના મત મુજબ આત્મતત્ત્વ કેવું છે તે આગળ ઉપર આવતી ગાથામાં ખુદ તીર્થકરદેવ શ્રી મુનિસુવ્રત ભગવાન કહેશે, તે ખૂબ અગત્યનું હોઈ બરાબર સમજવું અને સહવું. આવી રીતે જૈનદર્શનાનુસાર આત્મતત્વ કેવું છે તે વાતને પ્રાસંગિક બનાવવામાં આવી છે. આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. (૭)
વળતું જગગુરુ ઈણિ પરે ભાખે, પક્ષપાત સબ ઇંડી; રાગ દ્વેષ મોહ પખ વર્જિત, આતમરું રઢ મંડી. મુનિ ૮
પાઠાંતર–વળતું ” સ્થાને પ્રતમાં “વલતું” પાઠ છે. “ઈણિ” સ્થાને પ્રતવાળે “અણ” પાઠ લખે છે. “ભાખે” લખવાની રીત પ્રતવાળાની “ભાષે ” છે તે પ્રાચીન છે. “સબ” સ્થાને પ્રતમાં “સવિર્ય પાઠ છે. “પખ” શબ્દને “પણ” એ રીતે લખે છે. “રઢ” સ્થાને “રતિ” પાઠ પ્રતમાં છે. (૮)
શબ્દાર્થ–વળતું = સામું, સવાલના જવાબમાં. જગગુરુ = જગદ્ગુરુ, તીર્થકર દેવ. ઈણિ પરે = એ રીતે. ભાખે = વદે, સમજાવે. પક્ષપાત = એક બાજુએ ઢળવાપણું. સબ = સેવ, કુલ. ઈડી = ત્યાગી, છોડી દઈ તજી દઈ. રાગ = પિતાના મતનું આકર્ષણ–પ્રેમ. ઠેષ = કઈ પણ મતનો વિરોધ, મોહ = મૂંઝવે તે, પદગલિક પ્રેમ, પંખ = પક્ષ, એક બાજુ લેવી. વજિત = છોડી દઈને, તજી દઈને. આતમરું = આત્મામાં. રઢ = આકર્ષણ, ખેંચાણ. મંડી = માંડીને. (૮)