________________
૪૦૦]
શ્રી આનંદઘન-વીશી એ સિદ્ધાંતથી એ આત્માને સર્વગત અને નિત્ય માને છે. જેના નિશ્ચયનયાનુસાર આ વાત બરાબર છે : આમા બંધાતો નથી અને મુકાતો પણ નથી, પણ તેમાં અંશસત્ય છે. એ અંશસત્યને સર્વસત્ય ન માનવું, પણ તેની ટીકા ન કરવી. એમાં મતદાઈ છે.
એક બીજી રીતે જોઈએ : બ્રહ્મરંધ્રની નીચેનો ભાગ તે લેક અને ઉપરનો ભાગ તે અલેક. આવી રીતે લેક-અલેકની કલ્પના કરી સાલંબન-નિરાલંબન ધ્યાન કરવા આ વેદાંતમાં બતાવેલ છે. આમાં જ્યાં સમજ ન પડે ત્યાં ગુરુગમથી તેને જાણી લેવું, પણ પૂરું સમજ્યા વગર ટીકા-ચર્ચા ન કરવી. u gવ દિ મૂતામાં તે મૂતે વ્યવસ્થિત એ જળમાં રહેલા ચંદ્રમાની પેઠે અલગ અલગ દેખાય છે એવો અભિપ્રાય આપી અભેદને આગળ કરે છે. તે પણ સમયપુરુષને જમણે હાથ છે અને તે તરીકે તેની આરાધના કરવી યુક્ત છે.
સાલંબન ધ્યાન રેચક, પૂરક, કુંભક નાડીઓથી થાય છે અને નિરાલંબન ધ્યાનમાં તો આલંબન કે કશાની જરૂર પડતી નથી. ચંદ્રનું દષ્ટાંત સમજવા યોગ્ય છે.
અહીં આ પ્રસંગે જણાવવું યોગ્ય છે કે જેને પ્રમાણસત્ય ધ્યાનમાં લઈ બધા સત્યાંશને સ્વીકારી આત્માને ભેદભેદરૂપે માને છે, એટલે દ્રવ્યાર્થિક નયે આત્માને અભેદ અને તે સાથે જ પર્યાયાર્થિક નયે આત્માને ભેદ માની ભેદભેદભાવ સ્વીકારે છે. આ રીતે બૌદ્ધ અને મીમાંસકે વચ્ચે બીજે જ માર્ગ કાઢી જૈનદર્શન પિતાની સર્વનયાશ્રિતતા સાબિત કરે છે.
આવી રીતે બૌદ્ધમતને ક્ષણિકવાદ અને વેદાંતને શુદ્ધ અદ્વૈતવાદ પતાવ્યો. આ સંબંધી જાણવા લાયક હકીકત અને તેની ન્યાયદષ્ટિએ ચર્ચા “સર્વદર્શનસંગ્રહ અને હરિભદ્રસૂરિકૃત ‘ષદર્શનસમુચ્ચય'માં મળશે. ડ્રદર્શનસમુચ્ચય'નું ગુજરાતી ભાષાંતર સ્વ. મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કર્યું છે, અને પં. બેચરદાસે પણ સદર ગ્રંથનું ભાષાંતર કર્યું છે, તેને સહેતુક અત્ર ઉલલેખ કરવામાં આવ્યું છે. (૪)
લોકાયતિક કૂખ જિનવરની, અંશવિચાર જે કીજે રે; તત્ત્વવિચાર સુધારસધારા, ગુરૂગમ વિણ કિમ પીજે રે? ષ૦ ૪
પાઠાંતર–ખ સ્થાને એક પ્રતમાં ‘કુષિ શબ્દ લખે છે; બીજી પ્રતમાં “કૃષી' છે. “જિનવરની” સ્થાને “ જિનવરના” એક પ્રતમાં છે; બીજી પ્રતમાં “છનવરની” છે. “ અંશ’ સ્થાને એક પ્રતમાં “અંસ” છે, બીજી પ્રતમાં “અંજસા” છે. “ વિચાર ને પ્રતમાં “વિચાર” તરીકે લખેલ છે. “કીજે ” સ્થાને પ્રતમાં કીજૈ ' મૂકેલ છે. “ગમ” સ્થાને એક પ્રતમાં “ગુણ” લખેલ છે. “કિમ’ સ્થાને પ્રનમાં “કિં' લખ્યું છે. પી” સ્થાને પ્રતમાં “પીજે ” લખે છે. (૪)
શબ્દાથ–લોકાયતિક = નાસ્તિક, એ બૃહસ્પતિના અનુયાયી છે (વર્ણન માટે વિવેચન જુઓ. કૃખ = કુક્ષી, બગલ, હાથને છેડે. જિનવરની = જિન તીર્થકર ભગવાને બનાવેલ જૈનદર્શનની. અંશ = વિભાગ, તે મતનો એક ભાગ, તેને વિચાર = કલ્પના, ધારણા, જેવું તે. કીજે = કરીએ, કરવામાં આવે. તત્ત્વ = રહસ્ય, તેને બરાબર ખ્યાલ કરી રહસ્ય-સાર કાઢવામાં આવે છે. સુધારસ = અમૃતરસ, સારભૂત રહસ્ય. ગુરુગમ = એને ઉદ્દેશ સમજાવનાર ગુરુ તરફથી મળેલ જ્ઞાન, ગુરુએ સમજાવેલ જ્ઞાન, વિણ = વગર, સિવાય. કિમ = કેમ (જૂના વખતની વપરાશ). પીજે = પિવાય, ગળે ઉતારાય, (૪)