________________
૧૫૦ ]
શ્રી આનંઘન-ચાવીશી
આપણે હવે સમપ ણુના સિદ્ધાંત અને આત્મવિકાસને રસ્તે પડતા ચેતનના ત્રણ ભેદો વગેરે અગત્યની બાબત વિચારવા પાંચમા સ્તવન તરફ પ્રયાણ કરીએ. એ વિચારણા પણ દર્શનની તરશને વધારે ઉઘાડશે; એ દનની તૃષાને વધારી મૂકશે અને એની ખાતર આખા આત્માનું સમણુ થઇ જશે એવી ભવ્ય ભાવનાની પોષણાના આશાવચન સાથે આ આનંદઘનના અદ્ભુત કવન પરના વિવેચનને અત્ર અત્યંત પ્રેરણા, આંતરિક આનંદ અને પ્રભુકૃપાની અપેક્ષાની સૂચનાના ઉત્સાહ સાથે વિરમાવીએ.૧ (૪)
મે : ૧૯૪૯ ]
૧. શ્રી મેાતીચંદભાઇ એ આ ચોથા સ્તવનના વિવેચનને અંતે ઉપાધ્યાય શ્રી યોવિજયજીકૃત સમક્તિના સડસઠ ઓલની આખી સજ્ઝાય પરિશિષ્ટરૂપે આપી છે. પણ આ સઝાય અનેક પુસ્તકોમાં છપાઈ ગયેલી હાવાથી આ ગ્રંથમાં એ ફરી નથી છાપી. જિજ્ઞાસુઓએ એ પુસ્તકમાંથી જોઈ લેવી.
—સંપાદક