________________
૮ : શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન
[ ૧૯૭
સ્તવન
( રાગ કેદારા તથા ગાડી; કુમારી રાવે, આક્રંદ કરે, મુને કોઈ મુકાવે—એ દેશી )
દેખણ દે રે, સખી ! મુને દેખણુ દે, ચંદ્રપ્રભુ મુખચંદ; સખી ઉપશમરસના કંદ, સખી ગત કલિ-મલ-દુ:ખદ દ.
સખી ૧
અ—હે સખી ! હું બહેન! મને ચંદ્રપ્રભુ ભગવાનના મુખચંદ્રને જોવા દે, જોઈ લેવા દે, કારણ કે, તે શાંત રસનો કાંદો છે, એ ઉપશમ રસનું મૂળ છે અને એનાં કચરા અને દુઃખનાં દ્રુ નાશ પામી ગયેલાં છે. (૧)
ટા——(એહવા પ્રભુનું દન, કુણ ગતિ તેની દુલભતા, કુણ ગતિ સુલભતા તે કહુવાને શ્રી ચંદ્રપ્રભ સ્વામીને... સ્તવે છે; હવે' શુદ્ધ ચેતનાતે અશુદ્ધ ચેતના કહે છે.) અરે સખી, અનાદિ અશુદ્ધ ચેતના આત્માઇ ઉપાધિભાવે આદર્યા માટે શ્રી ચંદ્રપ્રભ સ્વામીના સુખરૂપ ચંદ્ર પ્રતે જોવાને દિઈ મુઝને. એ પ્રભુ ઉપશમરસના સમતારસના કદક-કાંદો છે. અનેક સુર અને નર તેનાઈ પ્રતે સેવે છે. જેનઈં.વલી જેહથી કલિ-કિલેસ મલદુખના દંદસમુદાય સ ગયા છે જેહથી એહુવાને જોવા દઈં. (૧)
વિવેચન—અહીં તે પ્રભુના મુખચંદ્રને દેખવાની વાત છે. એ મુખરૂપ ચંદ્રમા એવા સુંદર છે કે પોતાની સખીને હૃદયની વાત કરે છે, કે હું પ્રિય સખી ! મને એ મુખરૂપ ચાંદાનાં દર્શીન જરૂર કરી લેવા દે; મારા જીવને તેથી નિરાંત થશે અને મને આનંદ આવશે. આ સ્તવનમાં તે હજુ પ્રભુની પ્રથમ ઓળખાણ થાય છે, માટે માત્ર દન કરવાની જ વાત તે
પાઠાંતર—એક પ્રતમાં · ચંદ્રપ્રભુ મુખચંદ, સખિ મેનૈ દેખણ દે' એમ આ સ્તવનની શરૂઆત કરી છે. બીજી પ્રતમાં ચંદ્રપ્રભુ મુખચંદ સખી મે દેખણ દે' એ પ્રમાણે શરૂઆત કરી છે. ‘ કલિ ' સ્થાને એક પ્રતમાં ‘ લી ' શબ્દ વપરાયા છે. ‘ ઉપશમરસને કંદ ’એ પાઠ બરાબર છે, પણ એની પાળ ‘ સેવે સુરનરદ ’ એવા પાઠ મૂકે છે, અને તે રીતે ગાથા પૂરી કરે છે. (૧)
શબ્દા—દેખણ દે = જોવા દે, અવલાકવા દે. બીજી વાર તે શબ્દના એ જ અથ' છે. મુને = મને. મુખચંદ = મુખરૂપ ચંદ્રમા, મુખચંદ્ર. ચંદ્રપ્રભુ = આડમા તી કર શ્રી ચંદ્રપ્રભુ. ઉપશમરસના = શાંત રસના, શાંતિના, ચિર ઠંડાપણાને. કદ = એ કાંદો છે, એ એનું મૂળ છે. શાંત રસના એ કાંદો છે. ગત = ગયું છે એવું જેવું, ગયેલ છે એટલે નાશ પામેલ છે. લિ = કાદવ, ગાડાના પૈડામાં થતા મેલ. દુઃખ = પીડા, ઉપાધિ. દદ = એટલે એનું જોડલું, જેમને મેલ તથા દુ:ખ બંને નાશ પામી ગયાં છે એવા. (૧)
=
૧. આ સ્તવનના ટખામાં વિવેચનકર્તાની સરતચૂકથી કેટલાક ભાગ નવમા શ્રી સુવિધિનાથ ભગવાનના સ્તવનના ટખાતે નોંધાયા હતા, અને બાકીનો ભાગ પણ અધૂરા હતા તેથી આ આખા સ્તવનના ટ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામ ંદિરની ન. ૩૭૪૧ ની પ્રતને આધારે ઉતારીને અહીં આપ્યા. શ્રી મેાતીચંદભાઈ એ ટખાનો ભાવ માટે ભાગે અત્યારની ભાષામાં ઉતાર્યાં છે, પણ અહીં એમ ન કરતાં ટમે જેમને તેમ જ આપ્યા છે. સ‘પાદક