________________
૩૫૬]
શ્રી આનંદઘન–વીશી
ઉપસંહાર આવી રીતે આ અગત્યનું સ્તવન પૂર્ણ થયું. એમાં નયવાદની અગત્યની વાત કરી છે. આત્માનુભવ એ એક વસ્તુ છે, એ જ આત્માના અનંત પર્યાય છે, પણ અંતે આત્મા તે એક જ છે. જે સહભાવી (સાથે રહેનાર) ધર્મો હોય તેને ગુણ કહેવામાં આવે છે અને જે કમભાવી ધર્મો હોય, જે એક પછી એક થયા કરે, તે પર્યાય કહેવાય છે. પર્યાય એટલે રૂપે અથવા આવિર્ભાવ, દાખલા તરીકે પ્રાણી તિર્યંચ, નારક, દેવ કે મનુષ્ય થાય તે તેના પર્યાય કહેવાય છે, તેમાં પણ લે, લંગડે, એકેદ્રિય વગેરે સર્વ પર્યાય કહેવાય છે. પર્યાય તો ફરતા જ જાય છે. તે સર્વ કમભાવી ધર્મો છે અને એક પછી એક થયા કરે છે. એ અનેક પર્યાને મટાડવા આદર્શ સ્થાને રાખેલ છે.
પર્યાય કેવું કેવું રૂપ લે છે તે ખાસ લક્ષ્યમાં રાખવા જેવી હકીકત છે. આગળ જણાવ્યું તેમ તે પ્રાણીને ચાર ગતિમાં રખડાવી દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારક બનાવે. તેમાં તિય". ચેની અંદર એકે દ્રિય, દ્વિદ્રિય, તેઈ દ્રિય, ચઉરિદ્રિય અને પચંદ્રિયને સમાવેશ ગણવામાં આવ્યો છે. ૫ એપ્રિયમાં એ જળચર, ભૂચર, ખેચર, ઉરપરિ સર્ષ અને ભુજપરિસર્પ ગમે તે થાય. તેમાં પાછું સારું સુંદર શરીર, મળવું, શરીરે સ્વાચ્ય રહેવું, સર્વ અંગોપાંગ બરાબર તેને સ્થાને થવાં અને કદરૂપાપણું, વાંકાચૂંકા ચાલવું તેમ પણ થાય છે. તેમાં સારા-ખરાબ કુળમાં જન્મ થાય છે, સ્વર ગંભીર અને લોકપ્રિય થવો તે વધારાની વાત છે, જેમાં પ્રિયતા મેળવવી કે યશકીતિ થવી એ અથવા ન થવાં એવાં અનેક રૂપે થાય છે. ચાલે ત્યારે પૃથ્વી ધણધણે, અને કઈ વાર તે માંદો અને મરવાને વાંકે જીવતે જણાય. શરીર રોગરહિત પ્રાપ્ત કરવું કે રોગિષ્ઠ શરીર થવું તે બીજા પર્યાયે છે. ટૂંકા આયુષ્યમાં આ દુનિયા છોડવી પડે અથવા શરીર ન ચાલતું હોય અને વખત પસાર થતું ન હોય તેમ ઘસડીને જીવન પૂર્ણ કરવું એવાં પણ રૂપ આ પ્રાણીનાં થાય છે. ધર્મને અભ્યાસ કરે અને કાંઈ યાદ ન રહે અથવા એક આઠ વસ્તુ પર એકીવખતે ધ્યાન આપી શકે, એ થાય, અને દુનિયાને ચકિત કરે તેવા પ્રયોગો કરે આવા અનેક પર્યાયે પ્રાણીએ કર્યા છે અને કરતો જાય છે. આ જુદાં જુદાં રૂપ ધારણ કરવાં તે પર્યાયદષ્ટિ છે. તે નજરે જોતાં અનેક રૂપ થાય છે, પણ આત્મા એક છે, એક જ્ઞાન-દર્શન -ચારિત્રનું સ્વરૂપ છે, અનંત ગુણથી ભરેલ, અક્ષય, અજર, અમર છે અને તે નિત્ય છે, એમ વિચારવું તે આત્માનુભવ છે.
આવી રીતે પર્યાયદષ્ટિએ અનેક રૂપ ધારણ કરવા છતાં આત્મા તે એક જ છે અને નિત્ય છે એ રીતે વિચાર કરવા અને નિજ સ્વરૂપ સાબિત કરવાને આ સર્વ પ્રયાસ છે. આ આત્માને દ્રવ્યની દૃષ્ટિએ એક અને નિત્ય તરીકે ઓળખવાને આ સર્વ પ્રયત્ન છે. તેને બરાબર ઓળખ અને એની પર્યાયષ્ટિ મૂકી દેવી એ આપણને કર્તવ્યરૂપે પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી