________________
૧૯ : શ્રી મલ્લિનાથ જિન સ્તવન
[ ૩૭૫
આવા મનના વિશ્રામી પ્રભુને શોધવા, અને શેાધીને સ્વીકારવા, અને પરિણામે થતા લાભને મેળવવેા; પણ ઘણા માણસા એને સ્વીકારે છે માટે તેને સ્વીકારવા એમ વાત નથી. પેાતે જાતે પરીક્ષા કરીને સ્વીકાર કરવા.
પ્રભુની મહેરનજર—કૃપાદૃષ્ટિ એટલે કાળની પરિપક્વતા, વખત થતાં પ્રાણી માક્ષસ્થાનને મેળવે : આ આપણા આદર્શો હાવા જોઇએ. પાંચ સમવાયી કારણમાં કાળની ગણના ઘણી અગત્યની ચીજ છે. એ પર ઉલ્લેખ અન્યત્ર થઇ ગયા છે. અત્ર તેનું પુનરાવર્તન ન કરતાં તેને માત્ર ગણાવવામાં જ આવે છે. બાકી, પ્રભુ કોઈને માક્ષ દેતા નથી અને કોઇની ઉપર નજર કરતા નથી. તેએ તે નિરજન નિરાકાર છે. આપણે આ રીતે સાચા આદર્શોને જમાવીને આપણા પાતાના પ્રયત્નથી મેાક્ષસ્થાન મેળવવું એ અત્ર ભાવ છે. (૧૧)
ઉપસ હાર
આવી રીતે આ એગણીસમું સ્તવન પૂર્ણ થયું. એ સ્તવનમાં પ્રભુ અઢાર દોષોના નિવારક છે એ બતાવી આપ્યું. એ અઢાર દોષોને કેમ ગણવા તે અગત્યના સવાલ નથી. અઢારને આંક શાસ્ત્રમાં બાંધેલ છે અને તે સ્વીકારી આનંદઘન ચાલે છે. કર્તાએ આ સ્તવનમાં ઘણી અગત્યની ખાખત કહી નાખી છે, અઢાર દૂષણેાનું નિવારણ કરવું એ કાંઈ જેવી તેવી વાત નથી. એ દૂષણ્ણાના ત્યાગ કરનાર–તેને નિવારનાર-પ્રભુ છે તે સમજવું. દોષ ઉપર નજર કેમ નાખી ? આદશ સ્વીકારવામાં તે ગુણુ ઉપર નજર નાખવી જોઇએ. એના જવાબ એ છે કે દોષ ગયા પછી જ ગુણના આવિર્ભાવ થાય છે. દોષોને દૂર કરવા, તેનું નિવારણ કરવું, એટલે સ્વાભાવિક રીતે, તે દોષનું નિવારણ કરવા જતાં, સામેના ગુણેા આવે જ છે. અને દોષો એટલી આકરી વસ્તુ છે કે તે હાય ત્યાં સુધી ગુણ આવી શકતા નથી. દોષના ત્યાગ કે નિવારણ એટલે જ ગુણનું ગ્રહણ, એમ સમજવું. તમે કોઈ પણ દોષ જોશે તો તેની સામેના ગુણ ગ્રહણ એ દોષના નિવારણમાં જ છે. આટલા માટે દોષને દૂર કરી ગુણ ગ્રહણુ કરવા એ ખાસ જરૂરી બાબત છે.
મલ્લિનાથ ભગવાન સ્રીતીર્થંકર હતા. જ્યારે તેએ ગર્ભમાં આવ્યા ત્યારે માતાને એક ઋતુમાં સર્વાંઋતુનાં સુરભિ ફૂલની શય્યા ઉપર સૂવાના દોહલા ઉત્પન્ન થયા. તે દેહલાને દેવતાએ પૂરો કર્યા, અને તેમણે પરિષહરૂપ મલ્લને જીત્યા તે માટે માતા-પિતાએ તેમનુ મલ્લિનાથ નામ પાડ્યું'. તેમની મિથિલા નગરી. તેમના પિતાનું નામ કુંભ રાજા. તેમની માતાનું નામ પ્રભાવતી રાણી. તેઓએ રાજકુમારોને બેધ આપવા માટે પોતાના જેવડી જ સુવર્ણ પ્રતિમા બનાવી, અને તેમાં દરરોજ એક એક કોળિયા અનાજ નાખી એના માથા પર રહેલું ઢાંકણું ઉઘાડી નાખી સંત્ર દુર્ગંધ બતાવી, અને આવી એક કોળિયા સગ્રહનારમાં આટલી દુર્ગંધ છે. તા અનેક કોળિયા ખાનાર પેાતાના શરીરમાં કેટલી દુર્ગંધ હશે તે દ્વારા અનેક રાજકુમારોને મેધ આપ્યા. તેમનું ચરિત્ર વાંચીને વિચારવા યાગ્ય છે. બાકી, પરીક્ષા કરીને પ્રભુના આદશ તરીકે