________________
૨૦ : શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
[ ૩૮૧
વેદાંતીએ આત્માને નિર્ગુણુ માને છે. નિશ્ચયનયે આત્મા જ્ઞાન-દર્શન-ચારિત્રમય જ છે, પણ વ્યવહારનયે કર્મના કરનાર પણ છે. અને ભગવાનને મતે તે સ` નય ઉપયાગી હાવાથી એ એને વ્યવહારથી ક`ના કર્તા માને, પણ વેદાંતી તે આત્માને અખધ માને છે, ત્યારે તે ક્રિયા–તપ, જપ, અનુષ્ઠાન-કાને માટે કરતા હશે? આત્માના અને ક્રિયાના સબધશે ? અને એ ક્રિયાનું ફળ કાણુ ભગવે ?–આવે સવાલ પૂછીએ ત્યારે તે સામેા રીસે ભરાય છે અથવા મારા (સવાલ કરનારના) ચિત્તમાં રીસ ભરાય છે; અને એ સવાલ કરે છે કે આ વેદાંતીની સર્વ ક્રિયાનું ફળ કોણુ ભગવશે ? આત્મા તે કર્મ માંધતા કે છોડતા નથી, છતાં તમારી ક્રિયા ચાલુ રહે છે ઃ એવી પરસ્પર મેળ ન ખાનારી વાત કેમ કરે છે ? આવી રીતે આત્માને અંગે વેદાંત અને સાંખ્ય દર્શનની વાતમાં દેખીતે પરસ્પર વિરોધ છે.
એમ માનવામાં ફળ ભેગવનાર કાણુ ?–આ સવાલ સામે વાદી પોતાના મનમાં રીસ લાવીને કરે છે એવા અથ થાય. જ્ઞાનવિમળસૂરિ એ પદ્મના આવા વાદીના સવાલ સાંભળીને સાંભળનાર રીસે ભરાય એવેા અથ કરે છે તે પણ વિચારવા જોગ છે. ‘રીસે’ના કર્તા કોણ છે તે સ્તવનકર્તાએ અધ્યાહાર રાખ્યું છે. આ જ્ઞાનવિમળસૂરિના અર્થ પણ સારા અથ આપે છે. આ રીતે સાંખ્ય અને વેદાંત દનને આત્માના મત તક દૃષ્ટિએ બરાબર લાગતા નથી તેથી આત્માનું સ્વરૂપ સવાલ કરનાર પ્રભુ પાસેથી ખરાખર જાણવા માગે છે. (૨)
જડ-ચેતન એ આતમ એક જ, સ્થાવર-જંગમ સિરખા;
સુખ-દુ:ખ-સંકર દૂષણુ આવે, ચિત્ત વિચાર જો પિરખા. મુનિ॰ ૩
અપૌદ્ગલિક જડ પદાર્થો અને હાલતાચાલતા એ એક જ, આત્મા જ છે; હાલતાચાલતા અને સ્થિર રહેતા બંને પદાર્થો એ એકસરખા જ છે, એમ કોઈ માને છે, પણ એમાં શાતાના અનુભવ અને અશાતાના અનુભવ એની ગૂંચવણ થાય છે અને એ રીતે ન્યાયમાં સંકર
પાઠાંતર આતમ એક જ ' સ્થાને એક પ્રતમાં ‘આતમ એ જ તત ' એવા પાડે છે; બીજી પ્રતમાં ‘આતમ તત માને' પાડે છે. ‘સરખો ' શબ્દને ‘ સરિ’ લખે છે, તે પ્રાચીન ગુજરાતી છે, (બંને પ્રતમાં) ‘ સુખ-દુઃખ ’ સ્થાને એક પ્રતમાં ‘દુઃખ-પ’ પાડે છે, ‘સ’કર' સ્થાને એક પ્રત લખનાર ‘સંકે' શબ્દ લખે છે. ‘ આવે' ને બદલે એક પ્રતમાં આવે. પાર્ટ છે, તે જૂની ગુજરાતી છે. ‘ પરિખા ’ સ્થાને તે પ્રતમાં પરિષો ' લખે છે. (૩)
=
શબ્દા—જડ = હાલેચાલે નહિ તેા પુદ્ગલ. ચેતન = હાલે, સમજે તેવું. આતમ = આત્મા. એક જ = એકના એક આત્મા, માત્ર સ્થાવર = સ્થિર રહેલ કે રહેવાને પદાથ", હાલેચાલે નહિ તેવા. જંગમ = ચાલતા હરતાફરતા પદાં સરિખા = સરખા, એના જેવા, એકના એક. સુખ = સારો અનુભવ. દુઃખ = કડવા અનુભવ, અપ્રિય દશા, અસુખ. સ ંકર = એક પ્રકારનો દોષ, એકમેકમાં ભળી જવું તે. દૂષણ = દોષ, ગોટાળા. આવે = લાગે, થાય, આવી પડે. ચિત્ત = મનમાં, વિચારણામાં, દિલમાં. વિચાર = વિચારીને, સમજીને. પરિખા = પરીક્ષા કરો,સમજીને તેનું પૃથક્કરણ કરા તા. (આ ગાથામાં અદ્વૈત મત જણાવ્યા.) (૩)