________________
૩૮૪].
શ્રી આનંદઘન-વીશી નથી. એમાં જે દૂષણો આવે છે તે આ રહ્યાં -
આ જીવનમાં પ્રાણીને સુખદુઃખ થાય છે. સારે કે કડવો અનુભવ થાય છે. સ્વરૂપમાં લીન હોય તે આત્મા કરણી–ક્રિયા કાંઈ કરી શકતું નથી, છતાં આત્મા તે સારા-માઠાં પરિણામો ભગવે છે, તે તે આપણે દરરોજ જોઈએ છીએ. આપણે સારી સખાવત કરનારને જોઈએ છીએ, તપ-જપ-અનુષ્ઠાન કરનારને જોઈએ છીએ. આત્મદર્શનમાં લીન આત્મા તે ભક્તા થઈ શકતે નથી, છતાં આપણે રાજા અને રંકન તથા ધનવાન અને ગરીબના તફાવતે તો દેખીએ છીએ. ત્યારે નિત્ય આત્માને નહિ કરેલા કર્મનું ફળ મળે અને કરેલાં કર્મોને નાશ થાય. આવી રીતે કૃતનાશ અને અકૃત અભ્યાગમના દોષ આવે એ તે તર્કમાં પ્રવીણ માણસોને તુરત સમજાઈ જાય તેવું છે. નિત્ય આત્માને આ રીતના બેવડા દૂષણમાંથી બચવાને કઈ ઉપાય નથી, તે બુદ્ધિ વગરને માણસ જોઈ શકતા નથી, પણ પિતાના મતે તેને નિત્ય માનવાનું ચાલુ રાખે છે.
આ કરેલાને નાશ અને નહિ કરેલાની પ્રાપ્તિ એ દૂષણ બરાબર સમજવા યોગ્ય છે. માણસના સંગમાં તફાવત જરૂર પડે છે. કેટલાક પાણી માગે ત્યાં દૂધ હાજર થાય છે અને બીજા કેટલાક આ બે દિવસ માગે તે છ આના પણ મેળવી શકતા નથી. આ તફાવત આત્માને નિત્ય માનનારની નજરમાં કેમ આવી શકે તે તેઓ કહી શકતા નથી. અને માણસ માણસ વચ્ચે તફાવત તે આ યુગમાં વધેલા છે, તેને આ આત્માને નિત્ય માનનાર ખુલાસો કરી શકતા નથી. આત્મા જે નિત્ય હોય તે તે કદી ભોક્તા થઈ શક્તો નથી અને કરેલી સર્વ ક્રિયાનો નાશ થાય છે, ન કરેલ ક્રિયાનું ફળ મળે છે. એ વાત અનુભવ અને આજુબાજુની સ્થિતિ જોતાં અક્કલમાં ઊતરતી નથી. આપ તેને મારી નજરમાં ઊતરે તે ખુલાસો જરૂર કરે; મને ખરું આત્મસ્વરૂપ જણાવે. મને આ વાતમાં કોઈ દમ લાગતું નથી. હું આપની પાસેથી વિરોધ વગરનું સત્ય આત્મતત્વ જાણવા ઈચ્છું છું. (૪)
સીંગતમતરાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો; બંધ–મેક્ષ સુખ–દુ:ખ નવિ ઘટે, એહ વિચાર મન આણો. મુનિ ૫ પાઠાંતર—સૌગત” સ્થાને પ્રતમાં “સુગત” પાડ છે; ભીમશી માણેક “સુગતિ પાઠ છાપે છે. “ક્ષણિક સ્થાને ભીમશી માણેક “ક્ષિણક’ છાપે છે. “આતમ ને બદલે પ્રતમાં “આતમા” પાઠ છે. “નવિ ઘટે સ્થાને તે ન ઘટે” એ પાઠ છે. ‘મન’ સ્થાને પ્રતાવાળા “મનિ” લખે છે. (૫)
શબ્દાર્થ-સૌગત = બુદ્ધ મત = પંથ, રસ્ત, ધર્મ, રાગી = તેના તરફ પ્રેમ કરનાર, તેને અનુયાયી કહે = જણાવે, સમજાવે. વાદી = વાદવિવાદ કરનાર, પૂર્વપક્ષ કરનાર. ક્ષણિક = દરેક પળે ઉત્પન્ન થાય, નવ, તાજે. આતમ = આત્મા. જાણે = જાણ, સમજ, અવધારો. બંધ = કમને બંધ (જુઓ, બીજો કમ. ગ્રંથ), બંધાવું લપટાવું તે. મોક્ષ = સર્વ કર્મોથી મુક્તિ, મુકાઈ જવું તે. સુખ = શતાને અનુભવ દુઃખ = અશાતાને અનુભવ. નવિ =ન, નહિ (નકારાત્મક ). ઘટે = શેભે, ભળે, હોઈ શકે. એહ = એ જ, એ. વિચાર = નિર્ણય, તર્ક. મન = ચિત્તમાં. આણે = લાવો, (૫)