________________
૨૦ : શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
[ ૩૮૫
અ—બૌદ્ધ મત ઉપર પ્રેમ ધરનાર વાદવિવાદ કરનાર એ આત્માને ક્ષણવારમાં ઉત્પન્ન થનાર અને નાશ પામનાર કહે છે, એ તમે જાણા, પણ એ વિચાર પ્રમાણે તે આત્માને અંધ-માક્ષના કે સુખ-દુઃખના અનુભવ શેાલે નહિ, એવા તમે વિચાર તમારા દિલમાં કરે. (૫) ટા—સુગત કહેતાં ઔદ્ધાદિક મતરાગી, તે ક્ષણિકધર્મી આત્મા માને છે, એક સમયે ઉપન્યા, અન્ય સમયે નાશે. તેને મતિ બધ, મેક્ષ, સુખ અને દુઃખ ઇત્યાદિ તનુ-શરીરાર્દિકે ઉપજવું ઘટતું યુક્ત નથી—એ વિચાર મનમાં આણુતાં આગમતત્ત્વ ઠરતું નથી. (૫)
વિવેચન—ૌદ્ધમતાનુયાયી આત્માને ક્ષણિક માને છે, એટલે એક સમયે આત્મા વિચાર કરે તે આત્મા જુદો અને બીજે સમયે ખાજો વિચાર કરે છે તે આત્મા જુદો. આમ ક્ષણે ક્ષણે પલટાતા આત્મા જુદા જુદા વિચારસ્વરૂપને ધારણ કરે છે. તેમના મત પ્રમાણે આત્મા નિત્ય નથી, એકના એક નથી, આપણને જે જુદા જુદા વિચાર આવે છે તે કરનાર દરેક ક્ષણે આત્મા બદલાય છે. વિજ્ઞાનસ્ક ધને તેઓ આત્મા કહે છે. એનાથી જ્ઞાન થાય છે, એટલે · અહુ−હું ' એવું જેનાથી જ્ઞાન થાય છે તે કંધ અને બીજા સ્કા ક્ષણે ક્ષણે બદલાય છે, કારણ કે જ્ઞાન તો દરેક ક્ષણે બદલાતું જ રહે છે. તેમના મતે આત્મા ક્ષણિક છે. આટલી ક્ષણવારમાં સુખદુઃખના અનુભવ કેમ થાય ? તેમ જ કર્મના અધ અને કમની મુક્તિ પણ સંભવતી નથી. છતાં બૌદ્ધો ચાર મહાસત્યને માને અને તેને આ સત્ય કહે છે. એમ તો પ્રાણી અનેક સારાં કે ખરાબ કામેા કરે છે, તે ત્યાર પછી અનેક ભવ ગયા પછી ઉયમાં આવે છે. એ ક્ષણિક આત્માને કેમ સભવે ? અને એ ભાગવનાર તો કોઈ બીજો જ આત્મા હોય એ વાતમાં સત્ય કે ન્યાય કેમ જણાય ? અને બુદ્ધદેવે ઓગણપચાસ દિવસ સુધી સમાધિનું સુખ ભોગવ્યું' એમ તેમના માન્ય પુસ્તકમાં કહ્યું છે તે ક્ષણિક આત્મા માનનાર માટે કેમ સભવે ? ઓગણપચાસ દિવસોમાં તો હુજારો આત્મા બદલાઈ જાય. માટે આત્માને ક્ષણિક માનવા એ મને ઉચિત લાગતું નથી.
બાકી, આત્માના અનેક પર્યાયે ક્રે છે તે નજરે આ વાત બેસી જાય છે, પણ આત્માને ક્ષણિક માનવેા, તેની સાથે આ વાત અધબેસતી થઈ શકતી નથી. તેથી સૌગત મતવાદી આત્માને ક્ષણિક કહે છે અને છતાં આત્માના બંધ અને મેાક્ષને માને છે તે વાત પરસ્પર ઘાટ ન બેસે તેવી છે. આ ગાથામાં કરેલ પૂર્વ પક્ષને અથ એ છે કે સૌગત મતવાદીએ આત્માને ક્ષણિક એટલે એક સમયે વિચાર કરનારો અને ખીજે સમયે નાશ પામનારા માને છે, તેમને તા બધ અને મેક્ષ એ વાત સ ́ભવતી જ નથી, પરસ્પરવિરુદ્ધ છે. આ વિચાર કરવા જેવી ખાખત છે. પછી સખાવત કેતપ કરવાને પણ હેતુ રહેતા નથી અને આ સ'સારના પટનથી મુકાવાના અથ જ રહેતા નથી, કારણ કે અધ (કમ ના) કરનાર આત્મા પણ જુદો અને મુક્તિ પામનાર આત્મા પણ જુદો. આ વાતની ઘડ બેસતી નથી, માટે આત્મતત્ત્વમાં સત્ય શું છે તે સમજાવે : આવી પ્રભુ પ્રત્યે પ્રાથના કરે છે. હજુ પૂર્વ પક્ષ ચાલુ જ છે અને શિષ્યની સત્ય જાણવાની તીવ્ર ઇચ્છા જણાઇ આવે છે. (૫)
૪