________________
૨૦: શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
[૩૭૯ અર્થ–હે મુનિસુવ્રત નામના તીર્થકર ! મારી એક વિજ્ઞપ્તિ આપ ધ્યાન રાખીને સાંભળે. હે જગતના ગુરુ ! આપે આત્માને કેવી રીતે જાણે છે ઓળખે છે, એ વિચાર મને કહી બતાવે. મારા સવાલનું કારણ એ છે કે ખેચેનું આત્મતત્ત્વ જાણ્યા વગર હું મારા મનની સમાધિ, સ્થિરતા, એકતા, ધીરજ લઈ શકતું નથી. - ટબો–આ વીશમાં સ્તવનને અંગે જ્ઞાનવિમળસૂરિ (થોડા ફેરફારો સાથે લખે છે કે હવે આગલા સ્તવનમાં મત કહેશે, તે તે બહુ છે, પણ લગારેક સ્વરૂપ-આતમતત્વ કેમ કરી જાણીએ એ વિચાર મારા પ્રતિ કહો. કારણ કે આતમતત્ત્વ જાણ્યા વિના, સ્વસ્વરૂપ લહ્યા વગર, નિર્મળ વિશુધે નિરુપાધિક ચિત્તસમાધિ-મનઃસ્વાથ્ય કેમ પામીએ, એટલે ન પામીએ જ. (૧)
વિવેચન–હે મુનિસુવ્રત તીર્થકર દેવ! મારી એક નમ્ર વિજ્ઞપ્તિ આપ જરૂર સાંભળે. મહારાજ ! આત્માને તમે કેવી રીતે જાણે એ બાબતને નિરધાર આપ મને જણાવો.
સત્ય હકીક્ત સમજવા માટે સવાલ જરૂર પૂછવું જોઈએ. આગમની પદ્ધતિ એ જાણીતી છે. એકલા ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામીએ છત્રીસ હજાર સવાલે કર્યા છે. એ દ્વારા સારું તત્વજ્ઞાન અને ક્રિયાજ્ઞાન મેળવી શકાય છે. ભગવાન પિતાને અભિપ્રાય, જે તેમણે જાતે અનુભલે હોય છે, તે શિષ્ય-પ્રશિષ્યના લાભ અને જાણ માટે પિતાના જવાબ દ્વારા જણાવે છે અને તે રીતે લેકેને તત્વજ્ઞાન જણાવે છે. અને એ રીતે તત્ત્વજ્ઞાનને સારો ફેલાવે થાય છે. તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની આ પદ્ધતિ આનંદઘનજીએ સ્વીકારી તે લેકેને ખૂબ લાભ કરનાર છે. આ સવાલ-જવાબ પૂર્વ પક્ષ અને ઉત્તરપક્ષપદ્ધતિ હોઈ આખી વાત ઘણી આકર્ષક પદ્ધતિએ રજૂ થાય છે. તેને આપણે લાભ લઈએ. સવાલ-જવાબની પદ્ધતિ ખ્રિસ્તી પંથમાં ખૂબ જાણીતી છે. | હે મુનિસુવ્રત પ્રભુ! આપે આત્માને કેવા પ્રકાર છે એમ જાણ્યું છે-માન્યું છે, એ સવાલ હું આપની સમક્ષ પૂછું છું. તે સવાલ પૂછવા ખાતર જણાવતા નથી, પણ મારે તે સવાલ પૂછવાનું કારણ છે તે નીચે જણાવું છું, તે આપ તે સવાલને જવાબ આપો. આપે આત્માને કેવી રીતે જાણે છે તેને મને જવાબ જણાવો. તેનું કારણ એ છે કે આત્મતત્વને જાણ્યા વગર નિર્મળ ચિત્તની શાંતિ મને થતી નથી. એટલા માટે, મારા દિલની શાંતિ માટે, આપના જાણવા પ્રમાણે આત્મા કે છે તે મને જણાવે. કેટલાક માણસો મુવમરતીતિ વચં–માં છે માટે કાંઈ બેલિવું જોઈએ અને પોતાની હયાતી અને હાજરી જણાવવી જોઈએ તે ખાતર પણ બોલે છે. હું તે માટે બેલ નથી, પણ મારા મનની નિર્મળ શાંતિ મેળવવા માટે આ તત્વજ્ઞાનનો સવાલ આપની પાસે પૂછું છું. આને માટે જુદાં જુદાં મંતવ્ય શાં શાં છે અને કેવી રીતે તે મતભેદ પડેલા છે તેની સાથે પ્રભુનું મંતવ્ય આ સવાલ-જવાબમાં આવી જશે. આવી રીતે તત્વજ્ઞાનને એક મૂળ સિદ્ધાંત (Fundamental Point) જિજ્ઞાસુએ ઉપસ્થિત કર્યો તેના અનુસંધાનમાં હવે અન્ય મતનાં મંતવ્ય તે જણાવે છે, તે આપણે આવતી ગાથામાં જોઈશું. (૧)