________________
૩૬૮]
શ્રી આનંદઘન-વીશી દ્વેષ એટલે ધિક્કાર અને વ્રત ન લેવાં તે અવિરતિ પરિણતિ. રાગકેસરી, શ્રેષગજેન્દ્ર અને મેહુરાજાને અવિરતિભાવ એ સેવે મેહરાજાના સેનાનીઓ છે, લડયા છે, અને ચારિત્રમેહનીય અને સમ્યકતવમેહનીય તરીકે રહી મેહરાજાના સૈનિક તરીકે કામ કરનારા છે. પણ આપ ભગવાનની વીતરાગવૃત્તિનો પ્રસાર થતાં એ લડવૈયા સુભટો તો ક્યાંના ક્યાં નાસી ગયા; તેઓ પિતાનું મુખ પણ બતાવતા નથી અને મૂર્ખ બનીને નાસી છૂટયા છે. એમને થયું કે જે તેઓ સામે લડવા જશે તો વીતરાગપરિણતિ પાસે હાર પામશે. આવો આપને મહિમા છે. આપે જે ત્યાગ કર્યો છે તે અવર્ણનીય છે.
આ ગાથામાં અગિયારમા રાગ અને બારમા દ્વષ દૂષણનો આપે સર્વથા ત્યાગ કર્યો છે તેનું વર્ણન છે. આ રાગત્યાગ અને દ્વેષત્યાગ એ બહુ મોટા ગુણ છે. આ ગાથામાં બતાવ્યું એ રાગદ્વેષને પ્રભુએ ત્યાગ કર્યો છે અને તેરમો અવિરતિ પરિણતિને દોષ, જે કર્મબંધ કરાવે છે, તેને પણ પ્રભુએ ત્યાગ કર્યો છે. (૬)
વેદોદય કામા પરિણમા, કામ્યક રસ સહુ ત્યાગી નિ:કામી કરુણારસસાગર, અનંત ચતુષ્ક પદ પાગી. હો મલિ૦ ૭
અથ–વેદના ઉદયથી થતા કામના જે પરિણામ થાય છે, એ આખા કામરસને આપે તજી દીધું અને આપ તો કામના રહિત-ઇચ્છા વગરના થઈ જે આપનામાં ચાર અનંત છે તેને પગલે પગલે આપે ચાલવા માંડયું. (૭)
ટબો–વેદ ત્રણને ઉદય, કામ એવું અપર નામ છે, કામ્ય વિષયાદિક અને કર્મ જે નિપજાવીએ તે સર્વને ત્યાગી, સર્વથા નિકામી-નિરભિલાષી અને કરુણારસને સાગર, અનંત ચતુષ્ક-તે અનંતજ્ઞાન ૧, દર્શન ૨, સમકિત ૩, વીર્ય ૪, તેના પદને પ્રાપક. (૭)
વિવેચન—આ ગ્રંથમાં ચૌદમું દૂષણ કામને ત્યાગ અથવા કામ્યક રસનો ત્યાગ કરી આપે એ દેષનું પણ નિવારણ કરેલ છે તેનું વર્ણન છે. વેદ એ કષાય છે. કષાયને ઉત્પન્ન કરનાર પુરુષની સ્ત્રી સાથે ભેગ ભેગવવાની ઇચ્છા થાય તે ખડના તાપ તુલ્ય પુરુષવેદ, સ્ત્રીને
પાઠાંતર–વેદોદય’ સ્થાને બંને પ્રતમાં વેદ ઉલ્ય લખ્યું છે. “કામ” ને સ્થાને પ્રતમાં “ કાયા” પાઠ લખ્યો છે. પરિણામ” સ્થાને બંને પ્રતમાં “પરનામા” પાઠ છે. “રસ ” સ્થાને બંને પ્રતમાં “કરમ” પાઠ છે. “નિઃકામી’ સ્થાને પ્રતમાં “નીકાની ' પાઠ છે. “ચતુષ્ક” સ્થાને પ્રતમાં “ચતુષ્ક ” પાઠ લખે છે. (૭)
શબ્દાર્થ–વેદોય = પુરુષ, સ્ત્રી, નપુંસકને ભોગવવાની ઈચ્છા. કામા = કામભોગની ઈચ્છા, સ્ત્રીને પુરુષની, પુરુષને સ્ત્રીની તથા નપુંસકને બંનેની, પરિણામ = ભોગવવાની ઈચ્છા, મરજી. કામ્યક = પિતાને પસંદ આવે તેવા. રસ = તેને ભોગવવામાં રસોત્પત્તિ. સહુ = સવ; કુલ, બધો. ત્યાગી = તજી દઈ, છોડી દઈને. નિકામી = ઈચ્છા વગરના, હોંસ વગરના. કરુણું = દયા, સર્વવ્યાપી પ્રેમ, રસ = તત્ત્વ. સાગર = દરિયે. અનંત = અપરંપાર, પાર વગરની. ચતુષ્ક = ૧. જ્ઞાન, ૨. દશન, ૩. ચારિત્ર, ૪. વીયએ ચારેનો સમૂહ. પદ – ઠેકાણું, પદડામ. પાગી = ગેતનારા, શોધનારા. (૭)