________________
૧૮ : શ્રી અનાથ જિન સ્તવન
[ ૩૫૭
આ પર્યાયષ્ટિ ન છૂટે ત્યાં સુધી એક ખાડામાંથી બીજામાં પડવાનું અને સસારના પરિભ્રમણમાં ભમવાનું જ છે, અને સારા કે ખરાબ જે પ્રકારના આકાર મળે તેને ભોગવવાનું જ છે. એ ભાગવટે થાડા કે વધારે સમય માટે થાય તે પર્યાયદૃષ્ટિ; અને તેને ત્યાગ કરી આત્માને અનંત નિત્ય અવ્યાબાધ રૂપે આળખવા તે આત્મિક દૃષ્ટિ. આ બીજા પ્રકારની દૃષ્ટિને જમાવવાના અને તેને બરાબર ઓળખી કાઢવે તે માટેના આ સર્વ પ્રયાસ છે. તમે નિર'તરના સુખમાં રહેા એવી ભાવના આનંદઘન કરાવે છે. આત્માને બરાબર એળખવા તે, આ કારણે, આપણી ફરજ થઇ પડે છે. આપને સર્વાંને એ સાચુ આત્મજ્ઞાન પ્રાપ્ત થાઓ એવું ઇચ્છી અત્ર વિરમીએ છીએ. આ આત્માનુભવ અને પર્યાયપલટનના પ્રધાન સુરનિત્ય સ્મરણમાં રાખવા યાગ્ય છે. (૧૮) માર્ચ : ૧૯૫૦ ]