________________
૧૯ : શ્રી મલ્લિનાથ જિન સ્તવન
[ ૩૬૧
જ્ઞાનનુરૂપ અનાદી તુમારું, તે લીધું તમે તાણી;
જુઆ અજ્ઞાન દશા રીસાવી, ાતાં કાણુ ન આણી. હા મલ્લિ૦ ૨
અ—આપ તો અનાદિકાળથી જ્ઞાનસ્વરૂપી હતા. તે આપનું અસલ સ્વરૂપ આપ ખે'ર્ચને લઇ આવ્યા. જુએ, અજ્ઞાનપણામાં જે દશા હતી તેને આપે એટલી બધી રિસાવી દીધી, ખસિયાણી કરી કે એ અંતે રિસાઈને ચાલી ગઈ, દૂર ભાગી ગઈ. ત્યારે એને જતી જોઈને આપે એને માટે કાણ પણ ન માંડી, કાંઇ આપે તેની વાર્તા કે કથાયે ન કરી! (૨)
ટા—હે નાથ ! તમારું અનાદિ જ્ઞાન સ્વરૂપ-નિરુપાધિક જ્ઞાન તે તમારું' તમે તાણી લીધું, નિરાવરણી થઈ સંગ્રહ્યું; તે દેખી અજ્ઞાનદશા અનાદ્ધિની હતી તે રિસાઇ ગઇ, તે જતી દેખીને કાંઈ મનમાં શકા કાલિ ન આણી, મનાવી પશુ નહિ. (ર)
વિવેચન—આપનું જ્ઞાનરૂપ તે આપે ખેચી લીધુ, આપનું પોતાનું જ્ઞાનસ્વરૂપ હતું તેને આપે ઝૂંટવી લીધું અને આપની કેટલાક કાળથી અજ્ઞાનદશા હતી તે તો આપનાથી રિસાઈ ગઇ; તે એટલી બધી રિસાણી કે આપની પાસેથી તે ચાલી ગઇ, પણ આપે તેને જતી જાણીને કાણુ પણ માંડી નહિ ! આર્યાવર્ત માં એવા નિયમ છે કે પરગામ કોઇ મરણ થયું હોય તો સગાંસંબંધી તેના લેાર્કિકે આવે તેને કાણુ કહેવામાં આવે છે. આવા અર્થાંમાં ‘કાણુ’ શબ્દ વપરાયે છે એમ મને લાગે છે. જ્ઞાનવિમળસૂરિ અને જ્ઞાનસાર અને કાણુના અથ ‘કથા' કરે છે. તેના કરતાં હું જે અર્થ ઉપર સૂચવું છું તે વધારે બંધબેસતો જણાય છે. પણ ‘કાણુ આણી’ એવે શબ્દોપયોગ થતો નથી. કાણુ માંડી' એમ કહેવાય છે. તેથી મૂળ લેખકના શે। આશય હશે તે જાણવું મુશ્કેલ પડે છે.
આ ગાથામાં કહેલ અજ્ઞાનદોષ અનાદિના છે. તેથી આત્મા શું ચીજ છે, શરીર શુ' ચીજ છે, સુખ-દુઃખ શાથી આવે છે, તેનું યથાર્થ જ્ઞાન થતું નથી. પ્રાણી શરીરના દુઃખે દુખિયા
પાઠાંતર—— સુરૂપ’ સ્થાને પ્રતમાં ‘સરૂપ' પાડે લીધા છે. ‘અનાદિ' સ્થાને પ્રતમાં ‘અનાદિતા' પાડે છે. ‘તમારુ’' સ્થાને એક પ્રતમાં ‘માહરૂ' પાડે છે. લીધું' સ્થાને પ્રતવાળા ‘લીધા' લખે છે. એક પ્રતમાં ‘લિધુ’ પાઠ છે. ‘તમે' સ્થાને પ્રતવાળે ‘તુમે' લખે છે. ‘જીઆ' સ્થાને એક પ્રતમાં ‘જોઉ’ પાડે છે. રીસાવી' સ્થાને પ્રતમાં ‘વીજાતાં’ ઊઠે લખેલ છે. ‘કાણ' સ્થાને પ્રતમાં ‘કાંણિ’ શબ્દ મૂકયો છે; અથ' માટે વિવેચન જુએ. (૨) શબ્દા—જ્ઞાનસુરૂપ ! = જ્ઞાનસ્વરૂપ, ખીજી વસ્તુને જાણવાના સ્વભાવ. અનાદિ આદિ વગરના કાળથી; એટલે તમારુ સ્વભાવિક અનાદિ કાળથી પોતાનું સ્વરૂપ, નિરૂપ, તમારે સ્વાભાવિક અનાદિ ભાવ. તેહ = તેને, તે અનાદિ સ્વભાવને. લીધું તાણી = આકર્ષી લીધું, ખેંચીને લઈ આવ્યા, જોર કરીને પોતાનું બનાવ્યું. તમે = આપે, પોતે. જુએ = અને લોકો ! નજર કરો, દેખો. અજ્ઞાન દશા = અજાણપણું, નહિ જાણવાપણુ, અણુજાણપણું. રીસાવી = ક્રેધથી નારાજ થઈ, દૂર જઈ રિસાઈ બેઠી. કાણુ = મરણ પાછળ રોવું, ફૂટવું, ન આણી = ન કરી, ન સ્વીકારી, ન માંડી. (૨)
૪૬
=