________________
૧૯: શ્રી મહિલનાથ જિન સ્તવન
[૩૬૫ આવી અનેક પ્રકારની મિથ્યાત્વની બુદ્ધિ હોય છે તેને આપે ત્યાગ કર્યો છે અને શમ, સંવેગ આદિ આખા પરિવાર સહિત સમકિત-શુદ્ધ દેવ-ગુરુ-ધમ પર શુદ્ધ શ્રદ્ધા આપે આપનામાં જમાવી છે. સમક્તિના પ્રકારે અગાઉ વર્ણવી ગયા છીએ. મિથ્યાત્વને અનેક પ્રકારે વર્ણવેલ છે. મતલબ, આપે સમકિત સાથે, એના પરિવાર સહિત, ગાઢ સંબંધ કર્યો અને પાંચમા દોષ મિથ્યાતને ઘરથી બહાર કાઢી મૂકવાને અને તેની સાથે સંબંધ ન કરવાને નિશ્ચય કર્યો. (૪)
હાસ્ય અરતિ રતિ શોક દુર્ગછા, ભય પામર કરસાલી; નોકષાય શ્રેણિ ગજ ચઢતાં, થાન તણી ગતિ ઝાલી. હો મલિ૦ ૫
અર્થ-હાસ્ય, અરતિ, રતિ, શાક, દુર્ગછા અને પેલી ત્રણ સાંધાવાળી દંતાળીને જ્યારે આપ નેકષાયરૂપ હાથી ને શ્રેણીની ઉપર ચઢયા તે વખતે એની બાપડીની કૂતરા જેવી ગતિ પકડાવી દીધી. (૫)
ટ —હાસ્ય ૧, રતિ ૨, અરતિ ૩, શેક ૪, દુગંછા પ, ભય ૬, ઈત્યાદિક પામર-નીચા લેક ધુરસાલી–રસાલી ભુ (?) છ નેકષાયાદિક એ ધાનની ગતિ–દશા લાધી; જેમ ગજ વાટે–રાજમાર્ગો જાય તે વારે શેરીમાં કૂતરા ભસે, પણ હાથી સ્વગતિ ન ભાજે, તેની સામે પણ ન થાય. (૫)
વિવેચન—આ ગાથામાં અઢાર દૂષણે પૈકી બીજા છ દૂષણ કહેવામાં આવશે. એને જૈન પરિભાષામાં નવ નેકષાય કહેવામાં આવે છે. નેકષાય એટલે કષાયના ઉત્તેજક, કષાયને ઉત્પન્ન કરનાર.
આપણે પ્રથમ છટ્ઠા દૂષણ અને કષાયને ઉત્પન્ન કરનાર પ્રથમ નોકષાયરૂપ દૂષણને વિચારીએ. હાસ્ય એટલે હસવું તે. હસવામાંથી ખસવું થઈ જાય છે અને માણસ હસે છે ત્યારે સામાને શું લાગશે તેને તેને વિચાર રહેતો નથી. હસી હસીને માણસ એટલું હસી નાખે છે કે તેની હદ થઈ જાય છે. મારા એક મિત્ર એક વાર હસવા માંડે તે અંતે રૂએ ત્યાં સુધી હસ્યા જ કરે. અને મશ્કરી કે હાંસીમાં બોલેલા વચનને તો પ્રાણી કદી ભૂલી શકતો
પાઠાંતર–“અરતિ રતિ ' સ્થાને પ્રતવાળો ‘રતિ અરતિ” લખે છે; બીજી પ્રતમાં “રતી અરતી ” પાઠ છે. “કરસાલી ” સ્થાને બન્ને પ્રતમાં “ધુરસાલી” શબ્દ પ્રતકાર લખે છે; અર્થ માટે વિવેચન જુઓ (૫)
શબ્દાર્થ –હાસ્ય = મશ્કરી, ઠઠ્ઠા, હસવું તે અરતિ = અપ્રેમ, મનમાં ધીરજ નહિ તે, ચિત્તવ્યાકુળતા. રતિ = પ્રેમ, પ્રીતલડી શોક = ખેદ, માનસિક ઉગ, દિલગીરી. દુગછો = નાક મચકોડવું તે, નાકમાં પીડા થવી. ય = ભે, બીક. પામર = તુચ્છ, સાધારણ, હલકી. કરસાલી = દંતાળી, ત્રણ દાંતાવાળી (સ્ત્રી-પુરુષનપુંસકવેદ ). નોકષાય = નવ નોકષાય, હાસ્યાદિ નવ ગજ = હાથી, હસ્તી. શ્રેણિ = પંક્તિ, પદ્ધતિ. ચઢતાં = આગળ વધતાં. શ્વાન = કૂતરું. તણી = ની, તેની. ગતિ = ચાલ, ગત, રીત. ઝાલી = પકડી, લીધી, આદરી, સ્વીકારી (૫)