________________
૯ : શ્રી સુવિધિનાથ જિન સ્તવન
[૨૨૫ પણ મહત્તા છે. માટે ભાવપૂજા તે સારી રીતે કરવી અને તેમાં મન-વચન-કાયાની એકતા લાવવી. પૂજા કરતી વખતે મને ગમે ત્યાં દોડે, તે પાલવે નહિ. પણ આ સંબંધમાં આગળ ઉપર વિચાર કરવાનું છે તે વાત તે વખત માટે મુલતવી રાખી, હાલ તે એટલું જ જણાવવાનું કે મન-વચન-કાયાની એકતા કરવી અને એકાગ્ર ધ્યાને પ્રભુની સેવા કરવી. ભાવપૂજાની બલિ હારી છે અને તે જેને મન-વચન-કાયાની એકત્વતાએ મળે તેનાં અહેભાગ્ય છે. આવાં અહોભાગ્ય પ્રાપ્ત કરવાને આપણે પ્રયાસ છે અને તેમાં સફળતા મેળવવી એ આપણું કર્તવ્ય છે.
બાકી, ખાલી દ્રવ્યપૂજા કરવી અને ભાવપૂજા ઉપરોક્ત પ્રકારે કાંઈ ન કરવી તેમાં તે દ્રવ્યપૂજાને ઉદ્દેશ આખો માર્યો જાય છે. તમે અષ્ટોત્તરી સ્નાત્ર જેવી ઉત્તમ દ્રવ્યકિયા કર્યા પછી, ભાવપૂજા ન કરે તે તમને ખરેખર લાભ ન થાય—એવું વિચારી દ્રવ્યપૂજાને હેતુ બરાબર સમજી ભાવપૂજા અંતઃકરણથી કરવી. તે કરતી વખતે તમને જે આનંદ થશે તે પારાવાર છે, અકથ્ય છે અને સર્વને અંત્યત લાભકારી છે. એમાં પૂજા કરનારની વર્તમાન સ્થિતિ ન જેવી, પણ એ ભવિષ્ય માટે કે સારો સંચય કરે છે તે પર લક્ષ્ય રાખવું અને આ રીતે મંગલિકમાળા વિસ્તારી, આ જીવન મળ્યાને પૂરતો લાભ ઊઠાવે. આ અવસર ફરી ફરીને મળ નથી. આનંદ એ બજારુ ચીજ નથી, એથી અંદરથી પ્રેમ જાગે અને આનંદનું આખું વાતાવરણ ઊભું થાય, તેમ કામ લેવું જોઈએ. એ પ્રમાણે જે કરશે તે આ મનખાદેહને સફળ કરી આત્મિક શ્રેયને માર્ગે ચઢશે.
એ પૂજા પુણ્ય કરાવનારી છે, એ ખ્યાલથી કરવાની નથી, પણ તે કર્મની નિર્જરા કરનાર છે, એ દુઃખ અને દુર્ભાગ્યને ઓછા કરનારી છે એમ સમજીને કરવાની છે. પુણ્ય તે, અગાઉ જણાવ્યું તેમ, સેનાની બેડી છે, અને ભલે તે સેનાની બેડી હોય પણ અંતે તે બેડી છે, એ નજરે પૂજા કરવી અને દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા ઉપર વધારે ધ્યાન આપવું.
હવે પ્રભુ સંબંધી વધારે વિચાર કરતાં તે કેવા છે, કોણ છે, તે સમજવાનું છે. આપણા આદર્શને આપણે સારી રીતે જાણતા હોઈએ તે તે પછી તેને આદર્શ તરીકે સ્વીકારવાનું મન થાય છે. એટલા માટે પ્રભુમાં રહેલી ત્રિભંગીઓ સ્તવનમાં વર્ણવે છે. (૯) જાન્યુઆરી : ૧૯૫૦ ].