________________
૧૩
શ્રી વિમળ જિન સ્તવન
સંબધ અહીથી સ્તવનાના ઝોક ફરી જાય છે. અત્યાર સુધી જે અધ્યાત્મ સાથે એકતાની વાત હતી, તેને બદલે આનંદઘનજી શુદ્ધ ભક્તિમાં ઊતરે છે. શુદ્ધ ભક્તિ એકતા આણે છે અને આપણને તન્મય કરી દે છે. એના ઝોક તે આદસ્થાને પ્રભુને રાખવાના જ છે, અને અટ્ઠી' તેનાં કારણેા બતાવી એક નવા પ્રકારનું જેમ આપણામાં ઉત્પન્ન કરે છે. ભક્તિયુગની મહત્તા એ જ છે કે ભક્તને એ પોતામય બનાવી મૂકે છે. અને તન્મય થયેલેા ભક્ત આખરે તેની ભક્તિ વડે તદ્રુપ થઇ જાય છે. આ તદાકાર કરવાની જે શક્તિ ભક્તિમાં છે તે અન્યત્ર પ્રાપ્ત થઈ શકતી નથી; અને આદ્યસ્થાને ભગવાનને રાખવાની આપણી માગણીને વધારે મજબૂત બનાવે છે, તેથી આપણે આ ભક્તિનો આદશ સ્વીકારી તન્મય થવા પ્રયત્ન કરીએ. એક સામાન્ય કીડા હોય તે ભમરાને વિચારતાં વિચારતાં છેવટે પેતે જ ભ્રમરરૂપ થઈ જાય છે, તેમ ભક્તિના બળે પ્રભુને ધ્યાવતાં આખરે આ પ્રાણી તદ્રુપ થઇ જાય છે, પાતે જ ભગવાન બની જાય છે. અને તેમ થાય ત્યારે એની સંસારની રખડપાટી દૂર થાય છે અને ભવના ફેરા મટે છે. આ કાંઈ જેવી તેવી વાત નથી. અનંત કાળથી આ પ્રાણી ભટકયા જ કરે છે અને એક ખાડામાંથી ખીજામાં પડે છે અને એમ ઉત્તરોત્તર ચાલ્યા જ કરે છે. એના છેડે આવતા જ નથી. આ ભવના આંટાનો કોઇ પણ રીતે અંત લાવવા જ જોઇએ. આ પ્રાણી અક્ષય સ્થિતિએ ટકી જાય, તેા જ એના ભવના ફેરા અટકે અને તેને અનંત આનંદ થાય છે. આ સ્થિતિ સેવા ભક્તિ આણે છે. માટે આ સ્તવનમાં ભક્તિ-ભાવને મહાન સ્થાન મળે છે અને એ આદર્શો સ્થાન અપાવનાર હોવાથી આપણી બધી ઇચ્છાઓનું અંતિમ ધ્યેય છે. જોકે આગળ જતાં તે એવી સ્થિતિ ઇચ્છવાની પણ ના કહેશે, પણ આ તેા વ્યવઙારની વાત છે અને પ્રાથમિક નજરે રસ્તે ચઢાવનાર છે તેથી આદરણીય અને ઇચ્છવા જોગ છે.
સેવા-ભક્તિમાં જે તન્મયતા આવે છે, તે અસાધારણ છે. માણસ જ્યારે સેવા-ભક્તિમાં લીન થયેલ હાય, ત્યારે તે દુનિયાની સર્વ આળપંપાળ ભૂલી જાય છે અને પ્રભુ સાથે એકતા કેળવે છે અને અ ંતે તે પ્રભુમય થઇ જાય છે. આવો સેવાભાવનાને સુંદર મહિમા છે અને તે અનંત આનંદ આપનાર સ્થિતિ હોવાથી સર્વ પ્રકારે આદરણીય છે.
ભક્ત જયારે ભક્તિરસમાં પડેલા હાય ત્યારે તે પોતાના કામને પણ વિસારી મૂકે છે, અને સર્વાંમાં પ્રભુને જ જુએ છે. આવી અદ્ભુત શક્તિ સેવા-ભક્તિમાં છે. રાવણુ અષ્ટાપદ પર્યંત ઉપર ચઢવો, ત્યાં સેવામાં પ્રભુ સાથે તન્મય થતાં જે ભાગ ભજવે છે તેને માટે લેખકને કહેવું પડયું કે બનંત તિવાો-ગીતવાજિંત્રથી અનંતગણુ ફળ થાય છે એ તન્મયતા