________________
[ ર૭પ
૧૪: શ્રી અનંતનાથ જિન સ્તવન આપીએ, બાકી એક ગતિમાંથી બીજીમાં, અને બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં ભમાવે, અને જરા સુખ આપે તેને સુખ કહેવું તે સુખની ખાટી વ્યાખ્યા છે. ઘણી વખત તે એવું પૌગલિક સુખ પણ કિયાના ફળ તરીકે મળતું નથી, કારણ કે ફળ તે અનેકાંત છે; એ મળી જાય પણ ખરું અને ન પણ મળે. આવા અનેકાંત ફળને ફળ કહેવું કે સુખ કહેવું, તે અજ્ઞાન છે અને તે ખાતર માત્ર સમજ્યા વગર કિયા કરવી. એને ખરેખરું ફળ કહેવાય જ નહિ. આ તે ચાર ગતિમાં જવાને એક રતે છે, તે સુજ્ઞને નકામે છે અને સંસાર વધારનાર હોઈ અગ્રાહ્ય છે. આવી રીતે કેટલાક કિયાવાદીઓ, જેઓ માત્ર સમજ્યા વગર કિયા કરે છે, તેઓ સેવાને એક પ્રકારની ક્રિયા સમજી તેને અર્થ સમજવાને પ્રયત્ન કર્યા વગર, પિતાને લાભ થશે એમ માને છે, તેઓ ખરેખર સંસારને વધારે છે અને એક ગતિમાંથી બીજી ગતિમાં જઈ એક ખાડામાંથી બીજા ખાડામાં પડે છે. અને પ્રથમ કહેલ (થા વા ાિચા સા સા ઢગતી) ને ખુલાસો થાય છે. ફળ મળે પણ સંસાર વધારનાર ફળ મળે છે તે કાંઈ તાત્વિક દૃષ્ટિએ ફળ નથી. થોડું સુખ મળે, કે ન મળે, પણ એમાં આપણું સાધ્ય જરા પણ જળવાતું નથી અને પ્રાપ્તવ્ય જરાય મળતું નથી, માટે કિયાવાદીની સૂચના આપણને અગ્રાહ્ય છે એમ જાણવું જોઈએ. આ સંસાર વધારનારને ફળ કહેવું, કે તે ખાતર ક્રિયા કરવી, અથવા તેવી ગણતરીએ ક્રિયા કરવી તે પરિણામે લાભ કરનાર નથી અને તે ખાતર આપણે પ્રયાસ પણ નથી. એ તે રખડપાટો જ છે. સંસાર વધે તેવા ફળને તાત્વિક દષ્ટિએ ફળ જ કહી શકાય નહિ. (૨)
ગચ્છના ભેદ બહુ યણ નિહાલતાં, તરવની વાત કરતાં ન લાજે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં મેહ નડિયા કલિકાલ રાજે. ધાર૦ ૩
અર્થ–ગચ્છના પ્રકારે, સંપ્રદાયભેદે અનેક પ્રકારના હોય છે, તે નજરે જોતાં તેઓ મુખેથી તત્ત્વની વાત કરે છે, તેમાં તેઓને શરમ આવતી નથી, તેઓ લાજતા નથી, પણ
પાઠાંતર-નયણ” સ્થાને એક પ્રતમાં “નયણિ” પાઠ છે, તે જૂની ગુજરાતી જણાય છે. “થક સ્થાને ત્રીજા પાદમાં ‘થિકા પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “રાજે સ્થાને એક પ્રતમાં “રાજૈ” પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “કરતાં થકાં” સ્થાને એક પ્રતમાં “કારતાથી ” એવો પાઠ છે તે અશુદ્ધ જણાય છે. “કલિ” સ્થાને ચોથા પાદમાં એક પ્રતમાં “કલુ” પાઠ છે, તે અશુદ્ધ લાગે છે. “કલિકાળ” સ્થાને પ્રતમાં “કલિકાલ” પાઠ છે, છાપનારે છાપ્યો છે પણ તે જ પાઠ. નિહાલતા સ્થાને ભીમશી માણેક “નિહાલતાં છાપે છે. “કરતાં થક સ્થાને ભીમશી માણેકને છાપેલ પાઠ કરતા થકા છે. (૩)
શબ્દાર્થ –ગચ્છના = વિભાગના, પટાભેદના. ભેદ = પ્રકાર, ભેદો, પેટભેદ. બહુ = ઘણાં, એકથી વધારે. નયણ = આંખે નિહાલતાં = જોતાં, દેખતાં. તત્ત્વની = નવતત્ત્વ સંબંધી, આત્મિક, વાત = વાર્તા, સંબંધી વાત કરવી તે કરતાં = કહેતાં, વદતાં. ન લાજે = શરમાય નહિ, ભાંઠા પડતા નથી. ઉદરભરણ = પિતાના પેટને ભરવું તે, પેટે હાથ પંપાળવો. આદિ = વગેરે. નિજ = સ્વીય, પિતાનું. કાજ = કાય, કામ, કરતાં = અમલમાં મૂકતાં. થક = કરતાં હતાં. મોહ = મોહ રાજા, મૂંઝવનાર રાજા. બળવાન કમ. નડિયા = હેવાન કરાયેલા. કલિકાલ = કળિને સમય. રાજે = રાજ્યમાં, અત્યારે વર્તતા કળિકાળના વખતમાં. (૩)