________________
૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન
[૩૨૫ તું વિચાર કર કે આ તારા પ્રયત્નની સાથે તારે તે બે કે ચાર જેટલી જ જોઈએ અને તેને બદલે તું ધનના ઢગલા કરે છે, ને આખરે તે તારાં કર્મોનું ફળ તારે જ ભેગવવું પડશે; અને તે વખતે જેને તું તારા માની રહેલ છે તે કઈ જરાય મદદ કરવા ઊભા રહેનાર નથી, માટે તારે પિતાને વિચાર કર અને ખરી શાંતિ કેને અને ક્યારે મળે છે તેને પાકે અભ્યાસ કર. આવા આનંદઘન (લાભાનંદ) જેવા કહે છે તે વિચારી ને અને ન્યાયથી તને તે વાત બેસતી હોય તો તારા પિતાના હિતને માગ પકડી લે અને અત્યારની વાતને વીસરી જા, અને સાચી વાતને સમજ. આ તે ત્રીજથી અગિયારમી ગાથામાં બહુ ટૂંકાણમાં મુદ્દામ વાત કરી છે તેની પાછળ તારું હિત જ માત્ર હેતુભૂત છે, તેને તું વીસરીશ તે આ ભવ માત્ર એક ફેરા સમાન થઈ જશે.
અને ઘણાખરા આપણે આંખ બંધ રાખીને જ ચાલીએ છીએ, નહિ તે આપણા ડિતની આવી ઉઘાડી વાતમાં વિચાર કરવાનું હોય જ નહિ. પણ કમનસીબે પ્રાણી વિચાર જ કરતે નથી અને છતાં “ફુરસદ મળતી નથી” એવી ફરિયાદ કરે છે, અને આ સર્વ કુરસદ મળતી નથી એટલાં કામ એ કોને માટે અને તેના લાભની ખાતર કરે છે તે જ્યારે તે વિચારે ત્યારે તક ગુમાવવા માટે એને પશ્ચાત્તાપ થાય છે, પણ આ પશ્ચાત્તાપ નકામો છે. એ તે જ્યારે આ પરિસ્થિતિનો અંત લાવશે અને પિતાને માટે નિરંતરનું હિત શેધી તે માટે પ્રયત્ન કરશે ત્યારે એની આખી દશા જ ફરી જશે. અને ખરી રીતે તે દશા ફેરવવાની જ આ વાત છે. એક વાર સ્વહિત દેખાય તે પછી સાચો રસ્તે સમજવામાં આવી જાય છે અને પરિણામે જીવન ઉદ્ધાર થાય છે. માટે આ સ્તવનનું વારંવાર મનન કરવું અને તે પિતાને માટે ઉપકારી પુર લખ્યું છે એમ સમજી તેને યથાર્થ સ્વરૂપે ભજવું.
એને રસ્તે જ અત્યારે જુદે છે. પણ સાચો રસ્તો જડે તો તેને શોધવો જોઈએ અને પિતાનું એકાંત હિત શેમાં છે, તે નજરે વાત કરવી જોઈએ, બાકી બધાં ફાંફાં છે. ઊઠ, વિચાર કર અને જાગૃત થા ! તને કેટલીક અગત્યની વાત આ સ્તવનની વિચારણામાંથી જરૂર મળશે. (૧૬) માર્ચ : ૧૯૫૦ ]