________________
૩૩૪]
શ્રી આનંદઘન-વીશી ટબો—જે જે કહીએ તે કાનમાં ધરે જ નહિ, એટલે તેમાં પરિણમે નહિ, જેમ કાલે ને ઘેલે આપ મતે ચાલે, કેઈને કહ્યું પ્રવતે નહિ, દેવ વા મનુષ્ય પંડિતજન સર્વ મળી એ મનને સમજાવે, પ્રાર્થે, પણ મારે સાળે સમજે નહિ. અથવા મારી સાથે તે ઘણી રીસઈષ્યવંત તે સમજે નહિ. અથવા સાથે તે દેશ વિશેષે ધણિયાણીના ભાઈને કહે છે ત્યાં અશુદ્ધ ચેતના ધણિયાણુને ભાઈ, અશુદ્ધ સંકલ્પી મન કહો એ છે તથા કોઈ દેશ વિશેષમાં ભાંડભવાયાને સાળ કહે છે. (૬)
વિવેચન–હું જે કાંઈ કહું છું અને તે કાને જ ધારતું નથી; એક કાને કહું તે બીજે કાને ફેકી દે છે અને મારી સર્વ શિખામણ બહેરા આગળ કહેવા જેવું થાય છે. બધિર માણસ પાસે વાત કરવી એ જેમ નકામું છે, તેમ હું કહું તે મન તે કાને જ પૂરતું નથી અને મારે ગળાને શેષ તદ્દન નકામે થાય છે, તેની પાસે હજારે વાત કરું તે પણ તે તે પિતાના મતમાં કાલે એટલે મલિન થઈને રહે છે. અથવા કાલે એટલે બાળકના જેવી ભાંગીતૂટી કે તેતડી ભાષા બોલનાર. એને અર્થ મસ્ત પણ થાય. તે તે પોતાના અભિપ્રાય પ્રમાણે ચાલનાર અને તેમાં મસ્ત રહ્યા કરે છે. એ તે પિતાનું ધાર્યું જ કરે છે, એને (મનને) મારા અભિપ્રાયની જરાય દરકાર નથી. એને સમજાવવું એ તે કાંઈ બચ્ચાના ખેલ નથી. એ તે પિતાને મતે ચાલે છે અને પિતાને ફાવે ત્યાં જાય આવે છે.
અને એને મોટા મોટા દેવતાઓ સમજાવે, કે માણસો સમજાવે, એને અનેક ડાહ્યા વિદ્વાન મોટા માણસ સમજાવે, એને ઠેકાણે લઈ આવવા પ્રયાસ કરે, પણ એ તે કોઈનું કહેવું સાંભળતું જ નથી. એ તે મારું સાજું સમજતું જ નથી. અહીં મનને સાળું કહેવામાં આવ્યું છે. વાક્યમાં વપરાતાં સટતા ને મમતામાં એ શબ્દ વપરાય છે—એમ ગુજરાતી શબ્દકોષ કહે છે. લેકે “મને સાળાને આ શું સૂઝયું.” અમ પણ બોલે છે. એટલે સાળાને અર્થ પિતાની વહુને ભાઈ એમ જ કરે એવી ચક્કસ વાત નથી. નહિ તે લોક પિતાને સાથે કેમ કહે? ઉપરના વાક્યથી તે પ્રોગ થઈ શકે છે એમ જણાય છે. સાળાને અર્થ વહુનો ભાઈ તેમ કરે હોય તે અત્ર અશુદ્ધ ચેતનાને ભાઈ થાય છે. મારા સમજવા પ્રમાણે એ શબ્દ વહાલ અથવા તિરસ્કાર સૂચક છે અને સાળે શબ્દ વાપરી હિંદી ભાષામાં નપુંસકલિંગમાં કેઈ શબ્દ આવતું નથી તે બતાવ્યું છે. જોકે આવતી ગાથામાં એને સ્તવનના લેખક નપુંસકલિગે કહે છે છતાં તેને માટે અહીં “સાલે' શબ્દ વાપરવાથી તે નરજાતિ થાય છે. સ્તવનકર્તાની દેશભાષા ઉપર આ પ્રકાશ પાડે છે. હિંદીમાં નપુંસકલિંગ-નાન્યતરજાતિ નથી તેથી તેને અહીં નરજાતિમાં વાપરેલ છે. એ તિરસકારને જ શબ્દ છે એમ મને સંબંધ ઉપરથી સમજાય છે. મોટા મોટા પંડિતે કે દેવ આવીને સમજાવે, પણ એ મારું સાલું તે સમજતું જ નથી એની પાસે પંડિત માણસે અનેક સમજાવટ કરે છે, પણ મારું એ મન તે કોઈને ગણતું નથી, નાના મોટાને તફાવત રાખતું નથી અને બધી સમજાવટ ઉપર પાણી ફેરવે છે !
કવિ (આનંદઘન)ને ખબર છે કે એ અસલ નાન્યતરજાતિને શબ્દ છે, છતાં તે એને અહીં