________________
૧૭ : શ્રી કુંથુનાથ જિન સ્તવન
[૩૩૭ સેવે કે કાયકલેશ સહન કરે અથવા તપસ્યા કે જાપ કરે, પણ જે મનને કાબૂમાં લે તો સર્વ સાધના એની સફળ થાય છે. એકલા કાયાના કલેશની કોઈ કિંમત નથી; એમ તે દ્રવ્યક્રિયા કરવામાં ઢગલા થાય તેટલાં ઘા-મુપત્તિ કર્યા પણ મન સાધ્યા વગર, મનને વશ કર્યા વગર તે કષ્ટકિયા તદ્દન નકામી ગઈ અને કાંઈ ફળ મળ્યું નહિ. આ વાત ખોટી નથી; એ સાચેસાચી વાત છે અને તેથી મનને વશ કરવાની વાત વધારે ચક્કસ થાય છે. જે પ્રાણીઓ મનને કાબૂમાં લઈ વશ કર્યું તેની સર્વ કિયા સફળ થાય છે, એ વાતમાં સત્ય છે, પણ મનને વશ રાખવું અને એના ઉપર કાબૂ ચલાવ તે ઘણી મુશ્કેલ વાત છે. પણ મનને કાબૂ વગરનું રાખવું અને કાયકિયાના ફળની અપેક્ષા રાખવી એ બે વાત બને તેમ નથી, કારણ કે તે પરસ્પર વિરેધવાળી વાત છે. હું કબૂલ કરું છું કે જેનું મન કબજે થયું તેણે સર્વ વાતને સિદ્ધ કરી લીધી. પણ કોઈ માણસ કહે કે “પિતે પિતાના મનને કાબૂમાં આપ્યું ” તો તે વાત હું સ્વીકારતો નથી. મને એમ લાગે છે કે એ દાવો ન ચાલે છે અને ખોટો છે. એનું કારણ એ છે કે મનને સાધવું એ કાંઈક મેટી વાત છે અને મોટી વાતને જેને તેને દાવો સ્વીકારવા હું તૈયાર નથી. મોટી વાત તે મોટા માણસને જ શોભે, નાના મોઢાને ન શોભે. આવી રીતે અનેક દાવાઓને પતાવી દઈ હવે એ પિતાને અંગે પ્રભુને વિનતિ કરે છે, તે ખાસ વિચારવા લાયક છે. (૮)
મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ ! મારું આણો, તે સાચું કરી જાણે હો. કેયુર ૯
અર્થ–આવા પ્રકારે દુઃખે કરીને કાબૂમાં લાવી શકાય એવા મનને તમે વશ કર્યું છે એ મૂળ સૂત્રથી હું સ્વીકારું છું, પણ હે આનંદના સમૂહ ! જે મારું મન કાબૂમાં લાવે તે જ હું એ વાતને સત્ય તરીકે સ્વીકારું. (૯)
ટબો–મન તે દુરારાધ્ય–દુઃસાધ્ય છે-વશ આણવાને તે પણ અગમથી મતિ આણું.
પાઠાંતર—દુરારાધ્ય” સ્થાને પ્રતમાં “દુરાસદ' પાઠ છે. “તે સ્થાને “તે ' પાઠ પ્રતમાં છે. “વશ” સ્થાને પ્રથમ પાદમાં “વસિ ' પાઠ છે, “ આપ્યું ' સ્થાને પ્રતમાં પ્રથમ પાદમાં ‘ આણું' પાઠ છે. “માહ' સ્થાને પ્રતવાળા “માહર” લખે છે; બીજી પ્રતમાં પણ એ જ પાઠ છે. “તો ” સ્થાને છેલ્લા પાદમાં “તે” પાઠ છે. “સાચું ' સ્થાને પ્રતમાં “સાચી ' લખે છે. “કરી ' સ્થાને પ્રતમાં “કરિ’ પાઠ છે. “જાણું ' સ્થાને પ્રતમાં ‘જાણું” પાઠ લખે છે. (૯) | શબ્દાર્થ–મનડું = ચિત્ત, દિલ. દુરારાધ્ય = પ્રયત્ન જીતી શકાય તેવું. તે = આપે, આપશ્રીએ, તમે. વશ = કાબૂમાં લીધેલ છે, તાબે કરેલ. આણ્ય = કર્યું, તાબે કર્યું. આગમથી = ધમસિદ્ધાંતથી, તમે બતાવેલ શાસ્ત્રગ્રંથોથી. મતિ = બુદ્ધિ, નિર્ણય, કલ્પના. આણું = લાવું, સ્વીકારું. આનંદધન = આનંદના સમૂહ, પ્રભુ. માહરું = મારું, મમ (મન). આણો = લાવો, કરો. તે = તે વિષયમાં, તે બાબતમાં, સાચું = ખરું, બરાબર, કરી = બનાવી, સમજી. જાણું = માનું, સ્વીકારું. (૯).
૪૩