________________
૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન
[ ૩૨૩ मणमरणेदियमरणं, इदियमरणे म ति कम्माइ।
कम्ममरणेण मोक्खो, तम्हा य मणं वसीकरणं ॥ એ ન્યાય છે તે ઉપર મન જીતવાને શ્રી કુંથુનાથની સ્તુતિ કરે છે.
વિવેચન—આ પ્રમાણે આ સ્તવનમાં કહેલ શાંતિનું સ્વરૂપ એ આખા સ્તવનનું હાર્દ છે. એને પ્રણિધાનપૂર્વક વિચારપથમાં લેવું જોઈએ. જેઓ એને એક નવલકથા કે એવા આકારમાં વાંચી જાય તેને બહુ લાભ નહિ થાય, પણ જે સમજી-વિચારીને એને ભાવશે તે પ્રાણીને શું શું લાભ થશે તે સ્તવનરચયિતા પિતે જ કહે છે. આમાં “ભાવશે' શબ્દ પર ભાર છે. ભાવશે એટલે સમજીને તેને અમલ કરશે, અથવી જીવી જાણશે. આ કાંઈ મુખમાં મૂકીને ચાવીને ફંગોળી નાખવા જેવી વાત નથી, પણ પચાવવા જેવી હકીકત છે. જે તમારામાં રસ હું (આનંદઘન) કાંઈ પણ કરી શક્યો હોઉં, તમને શાંતિના સ્વરૂપને પ્રાપ્તવ્ય ગણનામાં રાખવા સમજાવી શક્યો હોઉં, તે તમે એને આગમગ્રંથી અભ્યાસ કરશે અને શાંતિને બરાબર સમજશો અને તેને ભાવીને એકાગ્રતાપૂર્વક એની સહણ કરો અને તેને જીવી જજે. એ તમને ખૂબ લાભ કરાવનાર વસ્તુ છે.
પ્રાણી નકામી વાતમાં વખત કાઢે તેમાં કાંઈ માલ નથી અને દુનિયાદારીનાં અનેક પાપસ્થાનકે આચરે તે અંતે સંસાર વધારનાર છે, પણ આ શાંતિનું સ્વરૂપ એ અનોખી જ વસ્તુ છે. તેનાથી તમને શું લાભ થશે તે સ્તવનકર્તા પિતે જ કહે છે જે પ્રાણી એ રીતે શાંતિ સ્વરૂપ જાણી તેને એકાગ્રતાપૂર્વક વિચારશે તે આનંદના સમૂહનું પદ પામશે. નિરંતરનો આનંદ તે મોક્ષમાં જ લભ્ય છે. પછી ત્યાંથી એક ગર્ભમાં આવી બીજામાં જવાનું નથી અને જન્મમરણના આંટામાં અટવાઈ જવાતું નથી. આવી મુક્તિ પામવી તે તમારો વ્યવસાય છે અને આનંદઘન પ્રયત્ન છે. અહીં સ્તવનકર્તાએ આડકતરી રીતે પોતાનું નામ પણ જણાવી દીધું. આ સંપ્રદાય સારે છે, અનુકરણ યોગ્ય છે. આ તે અહીંથી ગયા પછીની વાત થઈ. અહી તેને શું થશે તે કહે છે. તે આવતા ભવમાં તે મોક્ષ પામશે, પણ આ ભવમાં પણ ઘણું માનસન્માન પ્રાપ્ત કરશે. તેને અનેક પ્રકારે ધન્યવાદ મળશે. જોકે તે માન લેવા શાંતિ કરતું નથી, પણ દુનિયા જેમ પોતાના કામમાં લાગી જાય છે તેમ સારા માણસને માન આપવું તે પણ મહત્વની વાત છે, તે તે બજાવે છે. અને આપણા વર્તુળનું સન્માન કેને નથી ગમતું? લેકે તે આરીસે . તે જેવું દેખે તેવું બોલે.
શાંતિવાને પરભવમાં મોક્ષ અપાવનાર અને આ ભવમાં અનેક માનેને અપાવનાર આ શાંતિને સમજવા યોગ્ય અને આદરવા યોગ્ય છે. શાંતિનું ફળ આ ભવ અને પરભવમાં બહુ સરસ હોવાથી તેને વરવાની તમન્ના તમારામાં ઉત્પન્ન કરે એ આ સ્તવનકર્તાને ઉદ્દેશ સમજી તેને અનુસરવા ઉદ્યમ કરે. (૧૫)