________________
૩૧૮]
શ્રી આનંદઘન–વીશી કેઈએ મેઢે પણ અડાડ્યું નહિ. તેની પોતાની પત્નીને થયું કે હું તે જીવની જઈશ અને એ રહેશે તે બીજીને પરણશે. તેમ ભાઈ, બહેન, મા, બાપ, કાકા, વગેરે કઈ એ વ્યાધિનું પાણી પીવા ન આવ્યાં. આ તે એ મેળે મળે છે; સૌ પોતપોતાના સ્વાર્થનાં સગાં છે અને જેની ખાતર તું આ બધું કરી રહ્યો છે તેને મન તે કોઈ ચીજ નથી. સ્વાર્થ પૂરે થયે કઈ તારું સગું નથી અને કોઈ ઊભું રહેવાનું નથી. પણ તારી આત્મિક શક્તિ છે તે તારી પિતાની છે અને તારી સાથે આવનારી છે. આ રીતે બરાબર આત્માને અને આકસ્મિક સગાને ઓળખી લે અને તારા પિતાને માટે તેને યોગ્ય લાગે તે કર. આ ચૈતન્યશક્તિને બરાબર ઓળખી લેવી એ શાંતિવાછકનું લક્ષણ છે. અને ઓળખ્યા પછી તદનુસાર પિતાનું જીવન બહુલાવવું એ આ આત્માનું કર્તવ્ય છે. આ ચૈતન્યસ્વરૂપ સમજીને તું ખરી શાંતિને ધારક થા અને નકામો આ દિવસ વગર આરામે ફર્યા કરે છે એ સર્વ નકામું છે એમ હું સમજી લે. તારા પરિવાર તરીકે તારા પોતાના આત્માને જ તું જાણું, કારણ કે એ પર્વ મિત્ર તને કઈ કઈ કાળે જ મળે છે, પણ તે તારે ખરો મિત્ર છે અને તે નિત્ય તારી સાથે રહેનાર છેઆવી ચોખવટપૂર્વક જે આત્માને ઓળખે તે ખરે શાંતિવાંચ્છું છે અને તે તું થા એમ શાંતિનાથ ભગવાન ઇચ્છે છે. (૧૧)
પ્રભુમુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તાહરે દરિસર્ણ નિરતર્યો, મુજ સિધાં સવિ કામ રે. શાંતિ. ૧૨
અથ_ભગવાનના પિતાના મુખે એ સર્વ વાત સૂણીને મારો ચેતન કહે છે કે આપના (તારા) દેખાવ થકી હું તે તરી ગયે, પાર પામી ગયું અને મારાં બધાં કામ ફળવાળાં થયાં, સફળ થયાં. (૧૨)
બે—એવા શ્રી શાંતિનાથ પ્રભુના મુખથી એમ ભાવ ષટ્ પદાર્થ સાંભળીને હર્ષ પામે આત્મા એમ કહે છેપ્રભુ ! હું તારે દશન–સમકિત તથા શાંતિમુદ્રા દેખતે કરી સંસાર પાર પાપે-નિસ્તર્યો, મારાં સર્વ કામ-કાર્ય સિદ્ધ થયાં. (૧૨)
વિવેચન—ઉપર પ્રમાણે ત્રીજી ગાથાથી માંડીને અગિયારમી એમ કુલ નવ ગાથાથી
પાઠાંતર–સાંભળી” સ્થાને એક પ્રતમાં ‘સંભળી” પાઠ છે. “સવિ” સ્થાને “સ ' પાઠ પ્રતમાં છે. “એમ” સ્થાને “ઇમ’ પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. “કહે” સ્થાને એક પ્રતમાં “કહું ' પાઠ છે. “તારે' સ્થાને એક પ્રતમાં “તહર” પાઠ છે, એ જૂની ગુજરાતી છે. “દરિસ ” સ્થાને પ્રતમાં “દરિસર્ણ ” પાઠ છે. તે પ્રાચીન ગુજરાતી છે. “નિસ્તર્યો’ સ્થાને “ નિસતર્યો ” પાઠ છે, અર્થ ફરતો નથી. (૧૨)
શબ્દાર્થ–પ્રભુ = તીર્થ પતિના, તીર્થ કરના, શ્રી શાંતિનાથ ભગવાનના. મુખથી = મોંએથી. એમ = એ પ્રમાણે, ઉપર પ્રમાણે, સાંભળી = સૂણી, નિસૂણી, સમજીને. કહે – વદે, બોલે. આતમરામ = આત્મા, ચેતન. તાહ = તારા, આપના. દરિસર્ણ = દર્શને, જોઈને, દેખીને. નિસ્ત = પાર પામ્યો, ઓળંગી ગયો. મુજ = મારાં. સિદ્ધાં = સિધ્યાં, ફળીભૂત થયાં, સફળ થયાં. સવિ = સર્વ, બધાં. કાજ = કાય, કામ, હોંસ. (૧૨)