________________
૨૯૬ ]
શ્રી આનંદઘન-ચાવીશી
સેવા કરવી, તેમની ભક્તિ કરવી, એ મારા જીવનના હેતુ છે અને તે ગુણની પ્રશંસા હું પૂરેપૂરા શબ્દોમાં તે કરી શકતા નથી. આપ પ્રભુની દાનશક્તિ તે સ્થૂળરૂપે પણ પારાવાર છે અને આપે જે ત્રિપદીદાન આપ્યું તેના જોટો આ દુનિયામાં મળવા મુશ્કેલ છે. આપની નિખાલસતા અને નિભતા, નિલેભતા અને નીરાગતા વગેરે આપના અનેક ગુણામાંથી હું કેટલા ગુણા ગણાવું ? હું તે વિચારમાં આભા જ બની જાઉં છું અને આપના અનેક ગુણેા મને સેવા કરવાની પ્રેરણા કરે છે. મને આપ પ્રત્યે ભક્તિપરાયણ બનાવે છે. આપના આદશ પ્રમાણે પ્રાણી અંતે તન્મય થઇ જાય છે. મારે આપના જેવા થવું છે, માટે હું આપના અનેક ગુણ જાણી આશ્ચય પામુ છું.
માનસરોવરને કાંઠે જેમ હુડસ મેાતીના ચારો ચરે તેવા મૌન ધારણ કરનાર મુનિ નિર્મળ વિચારો કરે છે અને તેને અમલમાં મૂકે છે. મારાથી પણ આપ ગુણના રાણાચળને દેખતાં અને મુનિ જેવા આપના મનને અવલેાકતાં ઉગારરૂપે ખેલાઈ જવાય છે જ્યારે પ્રભુ જન્મ્યા તે વખતને, તે નગરીને ધન્ય છે, એમનાં માબાપને અને જે કુળ વંશને એમણે અલંકૃત કર્યા. તેમને પણ ધન્ય છે, તે ખરાં નસીબદાર હતાં. જરા વિચારીએ, પ્રભુ જ્યાં જાય ત્યાં ઇતિ, ઉપદ્રવ, દુકાળ ન થાય, તે ખાલે, ત્યારે બધાં પ્રાણીઓ અને તિય ચા પણ પોતપોતાની ભાષામાં સમજે. જે નગરીમાં પ્રભુ હરેફરે ત્યાં મજા હાય; તે નગર પણુ નસીબદાર ગણાય અને જે કુળમાં તેનો જન્મ થાય તે પણ ભાગ્યશાળી ગણાય. આવા ઉદ્ગારો સાહજિક છે, મારા મનમાં એમ આવે છે કે જે વખતે પ્રભુ આ ભારતભૂમિને અલંકૃત કરતા હતા અને તે વખતે જે સમય વંતો હતા તે પણ નસીબદાર છે. જેમ આપણે ગૌરવ લઈએ છીએ કે મહાત્મા ગાંધીના સમયમાં જ આપણે જીવ્યા, તેથી આપણે ખરા નસીબદાર છીએ; આપણે દુનિયાની બંને લડાઇ પણ જોઈ અને મહાત્મા જેવા શાંતિના સ ંદેશકને પણ જોયા : આવા આપણે ભાગ્યશાળી છીએ. પણ પ્રભુ જે સમયમાં પૃથ્વીને પાવન કરતા તે સમય તો ભારે નસીબદાર અને યાદગાર હતો. ધનાથ પ્રભુ ગર્ભામાં આવ્યાથી પ્રભુનાં માતપિતા રૂડી રીતે દાનાદિ ધ પરાયણ થયાં એવે ગના મહિમા જાણીને તેમણે પ્રભુનું અનુભવસિદ્ધ ‘ધર્મનાથ’ નામ પાડ્યું. એમનું રત્નપુર નગર, ભાનુ રાજા પિતા, સુત્રતા રાણી માતા. એ માતપિતાને ખરેખર ધન્ય માનું છું. જેમને આવા સુંદર જગવિખ્યાત પુત્ર થયા. આવા ધમતીના પ્રવર્તાવનાર પુત્રના પિતા કે માતા થવું તે પણ માટી વાત છે. (૭)
મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ, જિનેશ્વર; ધનનામી ‘ આનંદધન ' સાંભળેા, એ સેવક અરદાસ, જિનેશ્વર. ધ ૦૮
પાઠાંતર——— કહે ' સ્થાને પ્રતમાં ‘કહે` ' પાઠ છે, તે જૂની ગુજરાતી છે. ‘ નિકટ ' સ્થાને એક પ્રતકાર ‘ ની કટ’ શબ્દ લખે છે, તે અશુદ્ધ જણાય છે. · નામી ' સ્થાને પ્રતકાર ‘નામિ’ લખે છે. ‘સાંભળેા ’ સ્થાને પ્રત લખનાર ‘સાંભલા ’ લખે છે, તે બાલાવબોધ લિપિફેર છે. (૮)