________________
૨૮૪]
શ્રી આનંદઘન-વીશી સાચી હોઈ શકે છે એની શક્યતા જે ધ્યાનમાં લે, તે સાચે વહેવારુ જૈન કહેવાય. આ નયવાદ માટે ઘણું કહેવાનું છે અને આયુષ્ય હશે તે તે પર એક લેખ લખવાને મારો વિચાર છે. જૈનશાસનમાં આ નયવાદ અને સ્વાદ્વાદ બહુ અગત્યના સિદ્ધાંત છે અને તે સમજીને પચાવવા યોગ્ય છે, એટલું તે અહીં ખાસ કહેવું જોઈએ.
અને જે બોલવું તે સૂત્ર-મૂળ-સૂત્ર-ને અનુસરીને બેલવું અને સૂત્ર-સિદ્ધાંતને વિરોધ કરે તેવી વાત કદાપિ પણ બલવી નહિ અને તેને આશય કે ઉદ્દેશ સમજવા પૂરતે પ્રયત્ન કરો. કોઈ કોઈ વાત ન સમજાય, ત્યારે પૂર્વકાળના લેખકોએ જાહેર રીતે લખ્યું કે–આ મત સિદ્ધાંતકારનો છે અને આ મત કર્મગ્રંથકારને છે, તત્ત્વ કેવળી જાણે. એટલે એમણે બેમતે હોય ત્યાં તત્ત્વ શું છે, ખરી વાત કઈ છે, તે જણાવવાને સ્થાને “તત્ત્વ કેવળી જાણે” એટલું જ કહ્યું છે. આવા ઘણુ મતફેરેને પુરસ્કાર શ્રીમદ્ યશવિજ્યજીએ કર્યો છે. અહીં કહેવાની વાત એ છે કે સૂત્ર-સિદ્ધાંતના મતે વિરુદ્ધ વાત બેસતી હોય ત્યાં પણ સરળતા રાખવી અને પિતાને મત આપતી વખતે યાદ રાખવું, કે આ કાળમાં, આ ક્ષેત્રમાં તે બુદ્ધિની મર્યાદા છે. આવી સરળતાપૂર્વક બોલવાની ના નથી, પણ આખરે આપણી બુદ્ધિને પણ મર્યાદા છે. અને તેની હદમાં રહી શોભે તેવું બોલવું અને સૂત્ર સિદ્ધાંત વિરુદ્ધ તે ન જ બોલવું. આ હિતોપદેશ છે. તે હિતેપદેશ ધ્યાનમાં રાખી શુદ્ધ-ગુરુ-ધર્મને ઓળખી જે ક્રિયા કરશે તે પરમપદને પામશે અને આ ભવજળને અંત લાવી મુક્તિ સુંદરીને સહેજે વરશે. આ વાત પર ધ્યાન રહે. (૧૪) ફેબ્રુઆરી : ૧૯૫૦ ]