________________
૨૫૮ ]
શ્રી આન ઘન-ચાવીશી
માને, પણ જ્યારે શરીર જવા બેસે છે, ત્યારે કોઈ વસ્તુ કે કોઇ સગાંસંબંધી સાથ આપતાં નથી. અને આ જીવ એકલા આવ્યા છે અને એકલા જવાના છે એના પૂર્ણ વિચાર કરી આત્માને બરાબર આળખવે અને અત્યારના ખાટા વિચારોના ત્યાગ કરવા. પ્રાણી જો એક વખત આત્માને ઓળખે અને તે પુદ્ગલથી અલગ છે એમ જાણે, ચેતનને જીવ જાણે, અને પુદ્ગલને અજીવ જાણે, તે એનું કામ થાય તેમ છે અને તેની સર્વ ઉપાધિ મટી જાય તેમ છે. અત્યારે તે અમુકને પોતાનાં ગણે છે, અને બીજાને પારકાં ગણે છે, તે સ` પૌલિક ભાવ છે. તેને જેમ જલદી મુકાય તેમ આત્માનું શ્રેય છે. પછી અત્યારનું જે હરીફાઈનું વાતાવરણ છે, જે પરનિંદા કરવાની ટેવ છે, જે ચાડી ખાવાની ટેવ છે, વાતવાતમાં ક્રોધ, માન, માયા થઈ જાય છે, વિષયા તરફ પ્રેમ થાય છે, રાગદ્વેષ કરાય છે, કોઇ સાથે કજિયા થાય છે, એ સ` પૌલિક ભાવ છે, તેને છેડયે જ છૂટકો છે. અને તે ભાવ છેડીને અંતે ખરા આત્મિક ભાવને ઓળખી લેવાની અત્યારે તક છે. અને અત્યારે એ કરવા જેવું કામ છે. આવેા અવસર વારવાર મળતા નથી, તેથી અત્યારની તકના પૂરતો લાભ લેવા એ આપણું કર્તવ્ય છે. સમજુનું કર્તવ્ય છે કે આત્માને બરાબર ઓળખી, આ પુદ્ગલેનો સંબંધ અસ્થાયી છે, ટ્રૅક વખત માટે છે, તે છેડી દઈ અનંત જ્ઞાન, દર્શીન, ચારિત્રમાં નિરંતરને માટે આનંદ માનવેા. તેના રસ્તા હવે બતાવે છે અને તે સ્વીકારવા આગ્રહ કરે છે. એને માટે આગળ તેરમુ સ્તવન જુએ અને એમાં મતાવેલા આદશે પહોંચવા પ્રયત્ન કરો. (૧૨)
જાન્યુઆરી : ૧૯૫૦ ]