________________
૨૩૪]
શ્રી આનંદઘન-વીશી અનુપયોગી ગનિરુદ્ધાવસ્થા એ સ્વરૂપ સિદ્ધપણે સકલ કર્મમલ નાશે, કેવલેપમેગી તે ભણી ઉપયેગી. ૩ (૫)
વિવેચન–હવે આ ગાથામાં બીજી પાંચ ત્રિભંગીઓ બતાવે છે. પ્રથમ દૃષ્ટિએ એ પણ મુશ્કેલ બાબત છે, અને છતાં એને વિરોધાભાસ સમજીએ ત્યારે પ્રભુમાં તે એકસાથે એકીવખતે હોવાનું આપણે એમના ચરિત્ર ઉપરથી જોઈ શકીએ છીએ. પ્રભુના પ્રમાણમાં આનંદઘન તે સામાન્ય છમસ્થ હતા, તેઓ પણ મંત્રાલરમાં વદે કે “તેરે પતિ વશ હોવે ઉસમેં આનંદઘન
ક્યા? ઔર તેરે પતિ વશ ન હવે ઉસમેં આનંદઘનકું ક્યા ?” આવી વૃત્તિ કેળવી શકે તે પ્રભુ ઉદાસીનતાની વૃત્તિ અભ્યાસથી જરૂર કેળવી શકે છે.
આપણે એક બીજી ત્રિભંગી જોઈએ. ભગવાનમાં શક્તિ છે; અનંત વીર્યના ધણી પ્રભુ પિતાનું અનંત વીર્ય બતાવી શકે છે. તેઓને મેરુ ઉપાડવો હોય તે તેને પણ ઉપાડી શકે અને સમુદ્રને પણ કરી શકે. પોતાના સ્વગુણ-પર્યાયને ગ્રહણ કરવાનું સામર્થ્ય તે પ્રભુની અજબ શક્તિ છે; એ પ્રભુને આત્મિક ગુણ છે. આવા અનંત શક્તિવાળા પ્રભુમાં શક્તિ છે, એ તે એમના ચરિત્ર ઉપરથી જણાઈ આવે છે. એક પગ ચાંપવાથી આખો મેરુ પર્વત જે અચળ કહેવાય છે, કંપી ઊઠડ્યો અને મોટો ઘડઘડાટ અને હાહાકાર સમસ્ત પૃથ્વી ઉપર થઈ ગયે, જાણે મોટો ધરતીકંપ થઈ ગયે, એવી અજબ શક્તિ ભગવાનમાં છે. અને આવી અજબ શક્તિવાળા પ્રભુમાં વૈયક્તિક ભાવ હોય છે પિતાની જાતને વ્યકત કરવી, પિતાપણું બતાવવું, તે વૈયક્તિત્વ છે. પ્રભુ જ્યાં હોય ત્યાં તેઓ છાના રહેતા નથી. તેમને યોગ્ય સમવસરણ દેવો ઠામ ઠામ રચે છે. આ રીતે એમનું વ્યક્તિત્વ પ્રસિદ્ધ થાય, વ્યક્ત થાય છે. આની સાથે જ ન વ્યક્તિ ન શક્તિ. એટલે આત્મામાં જે ગુણો હતા તે જ પ્રગટયા અને વ્યક્તિત્વ જેવું હતું તેવું જ પડયું, બીજુ ન પડવું, એ ત્રીજી ત્રિભંગી ન શક્તિ ન વ્યક્તિ. પ્રભુએ કાંઈ શક્તિત્વ કે વ્યક્તિત્વ ઇરાદાપૂર્વક બતાવવા પ્રયત્ન કર્યો નથી. આવી રીતે શક્તિ, વ્યક્તિત્વ અને ન શક્તિ અને ન વ્યક્તિત્વ એ ત્રણ ગુણે-ત્રિભંગીએ એકી સાથે પ્રભુમાં રહેલી છે અને તેથી તેઓ આદર્શ સ્થાનને યેગ્ય છે, એમ આપણને સહજ જણાય છે. આ રીતે બીજી અજાયબીથી ભરપૂર પણ જુદા જુદા પ્રસંગે દેખાતી આ લલિત ત્રિભંગી પ્રભુને આદર્શરૂપે ગ્રહણ કરવા આપણને પ્રેરણા કરે છે.
આવી જ રીતે એક વધારે આશ્ચર્યકારક ઘટના આપણે બીજી ત્રિભંગીમાં વિચારીએ. પ્રભુ ત્રિભુવનના પ્રભુ છે. તેઓના ત્રીશ અતિશયે કે આઠ મહાપ્રાતિહાર્યોને વિચાર કરતાં ત્રણે ભુવનની ઠકુરાઈ જાણે તેમનામાં ઓતપ્રેત થઈ ગઈ હોય અને તેની મોટાઈને તેઓ યોગ્ય હોય. એમ આપણને લાગે છે. તેઓ ખરેખર ત્રણ ભુવનને પૂજ્ય છે અને તેઓ મહાકલ્યાણના કરનારા છે. આ ત્રિભુવનની પ્રભુતાને એક ગુણ થયે. અને આ ત્રિભુવનપ્રભુતાને ગુણ હોવા સાથે જ પિતે નિગ્રંથ છે; એટલે પ્રભુમાં નિગ્રથતા છે, બાહ્ય અને આત્યંતર ગાંઠને જે છેદી નાખે, જેને દુનિયા સાથે કઈ પ્રકારની લેવા દેવા નથી, જેમને કઈ વસ્તુ ઇષ્ટ નથી કે