________________
૧૩ : શ્રી શ્રેયાંસનાથ જિત સ્તરન
[ ૨૪૩
તેને અધ્યાત્મ ન કહેવાય. એટલે અધ્યાત્મ ખરેખરું પ્રાપ્ત થયું હોય તે આત્મિક ગુણામાં રમણતા જોઇએ. અને ચારમાંથી કોઇ પણ એક ગતિમાં જવાપણું જ્યારે ન રહે ત્યારે જ સાચા અધ્યાત્મ સાથે સબંધ થાય. અધ્યાત્મની આ વ્યાખ્યા બહુ સમજવા લાયક છે; એમાં જરાયે વાંધા નથી. આત્મિક ગુણામાં રમણતા તે અધ્યાત્મ, અને ચાર પૈકી કોઇ પણ ગતિ સાથે તેને અધ્યાત્મ ન કહેવામાં જ અધ્યાત્મની ખરી સિદ્ધિ છે, એમ જાણી જે યતિએ આત્મિક ગુણુમાં રમણુ કરનારા હાય તેને જ ખરો આશ્રય લેવાય તે તમારા હિતની નજરે ઇચ્છવા યાગ્ય છે. જ્યાં પોતાના સ્વરૂપને સાધવાની ક્રિયાએ ચાલતી હોય ત્યાં ખરા અધ્યાત્મને વાસા છે અને ચાર ગતિને સાધનારી જેની ક્રિયા હોય ત્યાં અધ્યાત્મની ગંધ પણ સમજવી નહિ. એવા માણસા ગમે તેટલા મોટા દાવા કરે, પણ તે જરા પણ અધ્યાત્મી નથી, એમ સમજવું. અહીં જે નિજસ્વરૂપસાધનાના માર્ગ બતાવ્યા છે તે માના જે અર્થીએ છે, તે સાચા અધ્યાત્મી છે અને આદર્શ સ્થાનને યાગ્ય છે. પ્રભુને એ માગે` સ'ચાર છે એ આપણે તેના ચરિત્ર પરથી જાણીએ છીએ. અને તેટલા માટે તેઓ આપણા આદર્શીને યોગ્ય છે એમ સમજવું. આમાં બાહ્ય ઉપલક ક્રિયા કરનાર સાધુ-યતિનું શું સ્થાન છે તે સમજી લેવું અને આત્મિક ક્રિયાના આદર કરવા એવા ઉપદેશ છે તે બહુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરવા યાગ્ય છે. આ વાતની વધારે ચાખવટ કરવા માટે હજુ અધ્યાત્મના નામાદિ ચતુષ્ટયને વિચારી તેના વિભાગેા પાડવામાં આવશે તે સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારવા યોગ્ય છે. (૩)
નામ અધ્યાતમ ઠવણુ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છડા રે;
ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તે તેહશું રઢ મડો રે. શ્રી શ્રેયાંસ૦ ૪
અ અધ્યાત્મ પૈકી જે માત્ર અધ્યાત્મ શબ્દોચ્ચાર છે તેનું નામ નામ અધ્યાત્મ. અધ્યાત્મની સ્થાપના કરવી તે સ્થાપના અધ્યાત્મ. બાહ્ય દેખાવ માત્ર તે દ્રવ્ય અધ્યાત્મ. આ ત્રણે અધ્યાત્મો ત્યાગ કરવા યાગ્ય છે. ચેાથુ` ભાવ અધ્યાત્મ છે, તે પોતાના ગુણને પ્રાપ્ત કરે છે, તે તેની સાથે રટના માંડો, તેને લાગી જાઓ અને તેના મય થઈ જાઓ. (૪)
૦૮
પાઠાંતર— નામ અધ્યાતમ ’ સ્થાને પ્રતમાં ‘ અરથ અધ્યાતમ ' પાડે છે; અથ` તે જ રહે છે. ‘ તો તેહશું ’ સ્થાને ‘તે તેહશું' એવા પાડે એક પ્રતમાં છે. ‘ ર’ સ્થાને એક પ્રતમાં ‘ર’િ એવા પાઠ આપ્યા છે. (૪) શબ્દા —નામ = માત્ર નામનુ જ, કહેવામાત્ર અધ્યાતમ = અધ્યાત્મ, આત્મા સંબધી, અધ્યાત્મ એવું નામ તે વણ = સ્થાપના, થાપેલ, સ્થાપેલ, આરોપણ કરેલ. અધ્યાતમ = સ્થાપના કરેલ અધ્યાત્મ, એટલે સ્થાપેલ અધ્યાત્મ. દ્રવ્ય = દેખાવમાત્ર, ખરેખરું નહિ તેવા પ્રકારનુ અધ્યાત્મ, એમાં આત્મા ખોવાઈ જાય, ગાત્યા જડે નહિ. અધ્યાતમ = આત્મા નામના જ માત્ર, દેખાવમાં છડા મૂકી દો, છેડી દો. ભાવ અધ્યાતમ = ખરેખરું', ભાવથી, હૃદ પૂર્ણાંકનું અધ્યાત્મ. નિજ ગુણ = પોતાના ગુણ, આત્મિક ગુણ સાધે = મેળવે, પ્રાપ્ત કરે. તે = તે ખાતર, તેટલા માટે. તેહશું = ભાવ અધ્યાત્મમાં. ર = પ્રેમ, સ્નેહ, વારંવાર કહેવુ તે. મડો – માંડા, શરૂ કરો. (૪)
=