________________
ઉપર]
શ્રી આનંદઘન-ચાવીશી કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયે રે;
એક અનેક રૂપ નયવાદે, નિયતે નર અનુસરીએ રે. વાસુપૂજ્ય. ૩ અથ–તેઓ કર્તાય છે અને પરિણામ ભાવને પામીને પરિણમે પણ છે. આ પૈકી જે
કરે તેને “કમ કહેવાય. એ રીતે આત્મા (તેમને) એક રીતે એક છે, અને બીજી રીતે અનેક છે. આ સર્વ જુદા જુદા નયનાં દષ્ટિબિંદુએ છે. આ જુદા જુદા નાએ તેમને અનુસરવું જોઈએ. (૩)
ટબેન્કર્તા છે. શુદ્ધનયે નિજ સ્વભાવના, અશુદ્ધનયે કર્માદિક, પણ તે માટે પરિણામી. જે પરિણામે જીવે કરીએ તે કર્મ, એટલે પરિણામને પરિણામી, તે માટે શુદ્ધ નિશ્ચયન એક નયવાદી અનેક રૂપ છે. નિયતિ-નિશ્ચય થકી તેને જ અનુસરીએ, અવલંબીએ (૩)
વિવેચન—આ આત્મા કર્તા પણ છે. વ્યવહારથી એને કમને કર્તા કહેવામાં જરા પણ વાંધો નથી. એ વ્યવહારથી કર્તા છે તેનું કારણ એ છે કે એને સ્વભાવ પરિણમનશીલ છે. અને એ પરિણામને લાવનાર છે. આવી રીતે વ્યવસ્કારથી એ કર્તા હોવાને કારણે અને તન્મય થઈ જતા હોવાથી તે પરિણમનશીલ છે અને પરિણામ બતાવે છે. એટલી જ પ્રથમ પાદમાં વાત કરી. અને જીવ જે કર્મ કરે તેને કર્મ કહેવાય. આપણે અગાઉ ભગવાનને ભેગકર્મના કામી કહ્યા, તે કર્મ એ જીવ વડે કરાય છે. દારૂ ની હેરું સત્તાવન બંધહેતએ જીવ વડે જે કરાય તેને કર્મ કહેવાય છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગના સત્તાવન પ્રકાર થાય છે. તેની વિગત મારા કર્મ સંબંધી લેખમાં આપી છે. તે પ્રાણી વડે આ બંધહેતુને લઈને જે કરવામાં આવે તે કર્મ કહેવાય છે. આ કમને યોગે પરિકમના શુભઅશુભ યોગ વડે પ્રાણી સારા-નરસા પરિણમનભાવને પામે છે અને તપ થઈ જાય છે, પ્રાણી સંસારમાં મોટા દીવાન કે ભીખારીરૂપ થઈ જાય છે અને તે વખતે તે તન્મય થઈ જાય છે તે એને પરિણમન રવભાવ છે. આ ચેતન જુદા જુદા નયના દષ્ટિબિન્દુએ જોતાં એક પણ લાગે છે અને અનેક પણ
પાઠાંતર–“છ” સ્થાને પ્રતમાં “” પાઠ છે, તે જૂની ગુજરાતીને લઈને લાગે છે. બીજા પાદમાં “કમ જે જીવે કરિયા” એવો પાડે છે. “કરિયે રે સ્થાને એક પ્રતમાં કરીઈ” એવો પાઠ છે, તે જૂની ગુજરાતી છે. “નયતિ તે અનુસરીઈ રે’ એ પ્રમાણે ચોથું પાદ એક પ્રતમાં છે, જૂની ગુજરાતી છે.
અનુસરીએ ” સ્થાને છાપેલ પુસ્તકમાં “અનુસરિયે ' પાઠ છે, તે અત્યારના ગુજરાતીના નિયમે પણ અશુદ્ધ છે; પુસ્તકમાં આપેલ પાઠ જ શુદ્ધ લાગે છે. “અનુસરીએ ” સ્થાને પ્રતમાં “અનુસરઈ' પાઠ છે, તે પ્રાચીન ગુજરાતી છે. (૩)
શબ્દાર્થ –કર્તા = કરનાર. પરિણામી = પરિણમન થાય તેવું, પરિણામી ભાવ પામે તેવી વસ્તુ. પરિણામો = પરિણમન, તન્મય થઈ જવું. કમ = ક્રિયા, અગાઉ કરેલ કમ. જે = તે, જેને કરવામાં આવે છે. કરીએ = કરવામાં આવે છે, જે ક્રિયા છવ કરે તે. એક = માત્ર, એક, એક. અનેક = એકથી વધારે, ઘણા. રૂપ = અનેકરૂપી, નાયવાદ = દષ્ટિબિંદુએ. નિયતે = નક્કીપણે, નિશ્રયે. નર = આત્માને અનુસરીએ = સમજીએ. જણીએ, અનુસરીએ. (૩)