________________
૧૧ : શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન
[ ૨૪૭
ઉપસંહાર
આવી રીતે અધ્યાત્મને આપણે જુદા જુદા અર્થમાં અહીં સમજ્યા. એ અથ આપણા જીવન સાથે એટલા બધા અતલગના (છેક નજીકના ) સબંધ ધરાવે છે કે એના પર જેટલું વિવેચન કરવામાં આવે, તે અલ્પ ગણાય; પણ એની વિચારણામાં સર્વથી વિશેષ મહત્ત્વની વાત ચાર નિક્ષેપે અધ્યાત્મને એળખવાની બાબત છે. એક નામ માત્ર અધ્યાત્મ હાય, પણ આત્માના એક અક્ષર જાણે કે સહે નહિં, તે માત્ર નામ અધ્યાત્મી કહેવાય. પછી અધ્યાત્મની સ્થાપના કરે તે સ્થાપના અધ્યાત્મ કહેવાય. દ્રવ્ય અઘ્યાત્મીઓ પ્રાણાયામાદિક કરે છે, સાધુના સર્વ આચાર પાળે છે, પણ આ ત્રણે નિક્ષેપા તજવા યાગ્ય છે. આદર તા ભાવ અધ્યાત્મના જ કરવા યાગ્ય છે. જેનામાં વિષય-કષાયની મંદતા હાય, જે ખરા સાધુ-યતિ નામને દીપાવનાર હાય, તેને આદર કરવા અને બીજા—બાકીના ઉપર કહ્યા તે સર્વ નિક્ષેપાને લેભાગુ વમાં મૂકવા અને તેમને આશ્રય ન કરવા, એ આખા સ્તવનનું રહસ્ય છે. જો ગુરુસ્થાને જેવા તેવાને રખાઈ જાય તે આપણા અવતાર એળે જાય છે, તેથી ભાવ અધ્યાત્મીને જ આદરવા અને તેમને જીવન અ`ણુ કરવું.
ગુરુ કે દોરવણી આપનારની જેવી તેવી કસોટી ન કરવી. તે આપણી સ` કસોટીઓમાંથી પસાર થાય તે જ તેને ચરણે શિર ઝુકાવવું. આ બાબતને ઘણું મહત્ત્વ એટલા માટે આપવામાં આવ્યું છે કે આપણા ભવિષ્યના આધાર ગુરુની પસંદગી ઉપર રહે છે. સાચા ભાવ અધ્યાત્મી ગુરુ મળે તે સંસારને પાર પમાય છે. અને આપણે પાતે કયે પગથિયે ઊભા છીએ એ પણ આ ચાર પ્રકારના નિક્ષેપના જ્ઞાનથી સ્પષ્ટ થઈ જાય છે. ઘણીવાર પ્રાણી દેખાવમાત્રમાં દોરવાઈ જઈ, પોતામાં જે ગુણે ન હોય તે છે, અથવા હશે એમ માનીને ચાલે છે. તેની ધારણા કેટલી ખાટી છે તે આ સ્તવનને પાતાને લાગુ પાડવાથી ખરાખર સમજાઈ જશે. વાત એ છે કે ચેતન પોતાને પણ કોઇ કોઇ વાર છેતરે છે અને પાતામાં ન હોય તેવા ગુણા પોતાનામાં હશે, એમ ધારી લે છે. એવી કફોડી હાલતમાંથી બચવા માટે આ દીવાદાંડી છે અત્યારે જે જે અનુકૂળતાએ મળી છે તેને જો ખરેખરો લાભ લઇ લેવા હોય તો સદ્ગુરુને ચરણે આત્મસમર્પણ કરવું. આવે! અવસર ફરી ફરીને નહિ મળે, તે માટે આદશ તેા તીર્થંકરના જ રાખવા, એ આદર્શની પસંદગીમાં મદદ કરે તો સ્તવનની કૃતિ ઉપયેગી થઈ ગણાય; એ દૃષ્ટિથી આ સ્તવન સમજવા યેાગ્ય છે અને તેના પ્રત્યેક ભાગ વિચારણીય છે. એ દૃષ્ટિએ ખારમા ભગવાનનું સ્તવન પણ વિચારવા યાગ્ય છે. આપણે તે જોઇએ.
ફેબ્રુઆરી : ૧૯૫૦ ]