________________
[ ર૩૭
૧૦: શ્રી શીતળનાથ જિન સ્તવન
આવી વિચિત્ર ત્રિભંગીઓ ગુરુ પાસે સમજવી, તેમાં કોઈ જાતનું પારખંય નથી. ગુરૂમાં એટલે અનુભવ હોય છે, કે તેઓ આ વિચિત્ર લાગતી વાતને પણ ઘટાવી દે છે અને ગુરુના જ્ઞાન પાસે કોઈનું તેમના જ્ઞાન સાથે સરખાવી શકાય તેટલું જ્ઞાન હોતું નથી. આ ત્રિભંગીઓ આપણા જન્મ-મરણના ફેરાને અટકાવનારી છે અને આનંદના ઘન-સમૂહમાં મોક્ષમાં લઈ જનારી છે, માટે આ પ્રભુ આદશને સ્થાને રાખવા યોગ્ય છે. આ ત્રિભંગી કેઈ ન સમજાય તે ગુરુને પૂછવી. ગુરુને પૂછવાથી જ્ઞાન થાય છે, કારણ કે સર્વ વાતે પુસ્તકમાં લખેલી હોતી નથી. આ સર્વ સંપ્રદાયજ્ઞાન છે તેને મહિમા આગળ વર્ણવવામાં આવશે. આ રીતે આ સ્તવનનો ભાવ વિચારીને પ્રભુને આદર્શ સ્થાને સ્વીકારવા અને સ્વીકારી હજુ આગળ વધવું. આવતા સ્તવનમાં પણ પ્રભુને એને યથાયોગ્ય સ્થાને રાખવા એને મહિમા વર્ણવશે. અને તેમ કરી એ પ્રભુ આદર્શ સ્થાને રાખવા યોગ્ય છે તે વાતને વધારે પુષ્ટિ આપશે. (૬)
ઉપસંહાર આ રીતે આ સ્તવન પૂર્ણ થયું. પ્રભુમાં અનેક પ્રકારની ત્રિભંગીઓ લભ્ય છે એ એને પ્રધાન સૂર છે, અને એ ત્રિભંગીઓ કેમ ઘટમાન થઈ શકે તે આપણે વિવેચનમાં જોઈ ગયા છીએ. વાત એ છે કે એ રીતે અનેક દષ્ટિબિન્દુથી પ્રભુને ઓળખી એને યોગ્ય આપણું વર્તન રાખવું અને પ્રભુને આદર્શ કરી મૂકી દેવો નહિ. આદર્શને મહિમા જ ત્યાં છે. આદર્શ બરાબર સમજી વિચારી મુકરર થાય તે પછી કઈ રીતે પસ્તાવાનું કારણ રહે નહિ; કારણ કે આદર્શને આદર્શ સ્થાને રાખવાનું કારણ એ છે કે પછી કઈ વખતે આદર્શને વીસરી શકાય નહિ અને આપણને કામ કરતી વખતે કોઈ પ્રકારની ગૂંચવણ પડે નહિ. બાકી જેઓ કઈ જાતને આદર્શ રાખતા નથી અને જેવા તેવા કામમાં પડી જાય છે, તેની સ્થિતિ તે હડકાયા કૂતરા જેવી થઈ જાય છે. પછી તે નથી રહેતે ઘરને કે નથી રહેતે ઘાટને. આવી કડી સ્થિતિ ન થાય તે માટે અહીં દીવાદાંડી ધરવામાં આવી છે. જે તમારે આદર્શ મુકરર કરેલું હશે તે અંતે પરમાનંદ સ્થાનની પ્રાપ્તિ થશે અને તમારા જીવનને હેતુ સફળ થશે. આ દૃષ્ટિએ આ સ્તવનમાં ઘણી ઘણું ત્રિભંગીઓ આપવામાં આવી છે. તે જ વાત આવતા સ્તવનમાં બીજા દુષ્ટિબિંદુ ઓથી મુકરર કરી, તમને આદેશ તરીકે ભગવાનને ઓળખવા અને સ્વીકારવા આગ્રહ કરશે. આ સ્તવન ઉપલક દૃષ્ટિએ વાંચવા જેવું નથી. એ બરાબર વિચારીને આચરણાને પાત્ર છે. જેઓ એ આચરણાને અમલ કરશે તે આનંદઘન(મોક્ષ)ને જરૂર પામશે અને અનેક પ્રકારને લાભ પ્રાપ્ત કરશે. (૧૦) ફેબ્રુઆરી : ૧૯૫૦ ]