________________
૨૨૮]
શ્રી આનંદઘન-ચાવીશી વિચારમાં ઊતરી જાય તેવી સહેલી, આકર્ષક અને સાચી વાત છે તે તમે આવતી ગાથામાં સ્તવનકર્તાને શબ્દોમાં જ જેશે. વિરુદ્ધ દેખાતી વાત પણ વિચાર કરતાં અકકલમાં ઊતરે છે. એટલા માટે તમે અમારી સાથે સહાનુભૂતિથી થોડો વિચાર કરે એટલે તમારી નજરમાં એ દેખીતા વિધવાળી વાત પણ બેસી જશે અને તમે પ્રભુને આદર્શ સ્થાને સ્થાપવાના તમારા વિચારમાં મક્કમ થશે. પરમાત્માની અપરંપાર દયા આગળ આ ત્રિભંગી એકીસાથે પ્રભુમાં ઘટે તેવી છે. તમે કઈ પણ પ્રભુનું ચરિત્ર જુઓ, તે તેમાં તમને દેખાઈ આવે તેવી છે. અને પ્રભુ પ્રત્યે તમને તેથી જરૂર આકર્ષણ થાય તેવી તે ચીજ છે. હવે તમે ધીરજ ધરીને આ ત્રણે વિરુદ્ધ લાગતી બાબતે પ્રભુમાં કેવી રીતે એકીસાથે છે તે સમજે. અને પછી તમને આ વાત દીવા જેવી લાગશે. (૧)
સર્વ જંતુ હિતકરણ કરુણ, કર્મવિદારણ તીક્ષણ રે; હાનાદાનરહિત પરિણામી, ઉદાસીનતા વીક્ષણ રે. શીતળ૦ ૨
અથ–સર્વ પ્રાણીઓના હિતની કરનારી કરુણા, અને કર્મોને કાપી નાખવાને સમર્થ તીકણુતા અને ત્યાગ અને ગ્રહણ કરવાથી રહિતપણું તથા તેમાં તન્મય થવાપણું એ ત્રિભંગીને જેવી, સમજવી. (૨)
ટબો—એ ત્રિભંગી સલ્લક્ષણ વિવિધ રીતે કહે છે. સફળ જંતુ ત્રાસ-સ્થાવર જીવ–ને હિતચિંતનરૂપ તે કરુણા. અને સ્વકમ વિદારવા વિષે તીણા સમૂલકાષ કરીએ છેદવારૂપ પ્રકૃતિ ૨. અને હાનિ કહેતાં છાંડવું, આ દાન કહેતાં લેવું; ઈષ્ટ અનિષ્ટ વસ્તુમાં સમપરિણામે વર્તવું તે ઉદાસીનતા. વીક્ષણ કહેતાં દેખીએ છીએ. (૨)
વિવેચન-હવે એ ત્રિભંગી પ્રભુમાં એક સ્થાને કેમ છાજે ? કેમ રહી શકે?—તે સ્પષ્ટ કરતાં સવાલ ઉપજાવે છે. પ્રથમ આ ત્રિભંગીને આપણે બરાબર સમજી લઈએ, કારણ કે સ્વરૂપ સમજવા પહેલાં જે નિર્ણય કરી બેસીએ તે આપણે પણ મૂખ-અણસમજમાં ગણાઈએ. આપણે “અધ્યાત્મકલ્પદ્રુમની શરૂઆતના પહેલા પ્રસ્તાવમાં જોયું છે કે “પરદુઃખ છેદન ઈચ્છા
પાઠાંતર–કરુણ” સ્થાને એક લખનાર પ્રતમાં “ કરતા” પાઠ મૂકે છે. અને ‘કરણી” સ્થાને એ જ પ્રતમાં “ કરણિ” એવો પાઠ છે. “હાનાદાન” સ્થાને એક પ્રતમાં “દાનીદાન” એવો પાઠ છે “પરિણામી” સ્થાને એક પ્રતમાં “પરિણમૈ ' એવો પાઠ છે. “વીક્ષણ રે’ સ્થાને એક પ્રતમાં ‘વિઘણા રે' એ પાઠ આપે છે. કરુણા અને તીક્ષણ પાસે એક પ્રત લખનાર ૧ અને ર મૂકે છે (૨)
શાથ–સર્વ = સમસ્ત, કુલ. જંતુ = જીવ, પ્રાણી. હિત = લાભ, નફાકારક, કરણી = કરનારી કરવું છે. કરણી = દયા, સહાનુભૂતિ. કમ = બંધાય તે કમ ( પારિભાષિક ), વિદારણ = કાપી નાખવા માટે, દૂર કરવા માટે. તીર્ણ = અણીદાર, પાણીદાર, તીક્ષ્ણતા. હાનાદાન = તજવું અને લેવું, ગાગ અને લેવું તે. રહિત = વગરની. પરિણામી = તન્મય થઈ જવું તે, તે-મય થઈ જનાર. ઉદાસીનતા = બેદરકારી, તે તરફ નિલક્ષ્યપણું. વીક્ષણ = જેવું, દેખવું, સમજવું. (૨)